________________
| સુવર્ણ પાત્રઃ ૨૬૩ આ જવાબથી ઋષિના આનંદનો પાર ન રહ્યો. તેમને થયું, જંગલમાં આશ્રમમાં રહીને વર્ષોની એકાંત સાધના પછી પણ જે અમરતાને રાજમાર્ગ, જે અમૃતત્વને સંદેશ, અમે નથી મેળવી શક્યા તે રાજમાર્ગો, તે અમૃતત્વને સંદેશ આ રાજ પરિવારના જીવનમાં રેમે રેમ વ્યાપ્ત છે.
આત્માને જાણે તે અમરતાને પામે !
સુવર્ણ પાત્ર
આજે પર્યુષણ મહાપર્વને ત્રીજો સુવર્ણ દિવસ છે. મનુષ્ય માત્રને સ્વભાવ હમેશાં અશુભને, અરુચિકર વસ્તુને સરળતાથી છોડવા તત્પર થઈ જાય છે, પરંતુ જ્યારે શુભ, રુચિકર વસ્તુને પરિત્યાગ કરવાને પ્રસંગ આવે છે ત્યારે તેને પરેશાની થાય છે. લોખંડની બેડીને છોડવામાં શી અડચણ હોઈ શકે ? સેનાની શંખલા બેડી હોવા છતાં તે શંખલા રૂપે દેખાતી નથી. એટલે સેનાની બેડીને છોડવામાં મુશ્કેલી અનુભવાય છે. સોનાની બેડીને આભૂષણનું સ્થાન મળ્યું, એટલે તે દેહના શણગારનું એક પ્રસાધન બની ગયું.
માણસનું મન હંમેશાં પ્રકાશમાં જ રહેવા ઈચ્છે છે, સુખની સાથે જોડાએલું રહેવા ચાહે છે, સ્વર્ગમાં રહેવા ઝંખે છે પરંતુ માણસના જીવનમાં એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે તે બધાને તેને પરિત્યાગ કરવું જ પડે છે. એક બાજુ માનવ સ્વભાવની પરાકાષ્ઠા છે જે કહે છે કે, પ્રકાશ આનંદદાયી છે. પ્રકાશની સાથે આત્મસાત્ થવામાં, તેમાં જ ડૂબી જવામાં, તેનાં જ સંગીત અને નૃત્યમાં લીન થઈ જવામાં, તેમાં જ એકરૂપતા અને તાદામ્ય સાધી લેવામાં, જે આનંદ છે તે બીજે ક્યાંય નથી. પ્રકાશમાં જ રમતા રહેવાનું માણસનું મન લલચાતું રહે છે. પરંતુ બીજી બાજુ અંદરમાં જે છૂપાએલું તત્ત્વ છે, તે અંદરમાંથી પિકારી ઊઠે છે કે, મનુષ્યના જીવનની આ અંતિમ નિપત્તિ નથી. આજે પ્રકાશના આનંદમાં મસ્ત બની એની પેલે પાર જેવાની દષ્ટિ ભલે તમે ભૂલી રહ્યા છે, પરંતુ જીવનના ચરમ અને પરમ સત્યેનાં દર્શન તે આ પ્રકાશની પેલે પાર–પેલે પાર છે. આ તે પરમ સત્યનું અંતિમ આવરણ છે, જે સુવર્ણ પાત્ર છે, તેથી વધારે પ્રીતિકર અને આકર્ષક લાગે છે. આ અંતિમ આવરણથી અનાવૃત્ત થવામાં જ પરમ સત્યના, પરમાત્મદેવનાં દર્શન સુલભ બને છે. આ સત્ય અને એના ઉપર આવૃત્ત સુવર્ણ પાત્રના સંબંધમાં ઉપનિષનું એક સુંદર સૂત્ર છે, જે હૃદયની આરપાર ઊતરી જાય એવું છે.
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहित मुख । तत्त्व पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ।।