________________
અમરતાને રાજમાર્ગ ઃ ૨૫૯
લાંબી પહોળી વાત પણ કરીએ છીએ. છતાં હું મરીશ” એ ખ્યાલ આપણને કદી આવત નથી. બીજાનાં મૃત્યુમાં માણસને પિતાનું મૃત્યુ દેખાતું હોત તે આ સૃષ્ટિ જ જુદી બની જાત. ઉપરનું સ્વર્ગ આ સૃષ્ટિ ઉપર ઊતરી આવ્યું હોત ! પરંતુ સામે પડેલા શબને જોઈને પણ
હું પણ મરી જઈશ” એવી ભાવના અંતરમાં કેતરાતી નથી. અન્યથા ભગવાન બુદ્ધની માફક રાજ્યના વૈભવ વિલાસો પણ ઝેર જેવા લાગવા માંડત. પિતાનાં મૃત્યુ વિષે માણસ પોતાની જાતને સમજાવવા ગમે તેટલો પ્રયત્ન કરે, વાતોથી તેને સ્વીકાર પણ કરે, છતાં પિતાનાં મૃત્યુની વાત તેના પ્રાણોને સ્પર્શતી નથી. અંદર કંઈક એવું શાશ્વત જીવન છે કે જેને લઈ મૃત્યુ તેને અસત્ જ જણાય છે.
મહાભારતનો પ્રસંગ છે. વનમાં ફરતા યુધિષ્ઠિર તરસ્યા થયા છે. પાણીની શોધમાં પિતાના ભાઈઓને મોકલે છે. સૌથી પ્રથમ ભીમ જાય છે. બહુ દૂર જતાં એક વાવ તેને દષ્ટિગોચર થાય છે. પાણી લેવા જે તે નીચે નમે છે કે આકાશમાંથી એક અવાજ આવે છે. મારા પ્રશ્નોના જવાબ આપ્યા વિના પાણી લેવા પ્રયત્ન કરશે તો મૃત્યુને શરણ થવું પડશે. બીમ ચારેકોર જુએ છે, તેને કઈ દેખાતું નથી. એટલે તે વિચારે છે કે, આ બિચારાને મારી ગદાને પરિચય નથી લાગતું, તેથી આમ અદશ્ય રહી ભય બતાવે છે. એ શું કરી લેવાનું હતું ? આમ વિચારી, ફરી તે નીચે નમ્યો અને જે પાણી લેવા જાય છે, કે તે મૂછિત થઈ પડી ગયે. ઘણો સમય વીતી ગયા છતાં ભીમને ન આવેલ જેમાં યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યો. અર્જુન પણ આ જ રીતે ત્યાં પહોંચે છે. ભીમને મૂર્શિત સ્થિતિમાં પડેલે જે તે વિસ્મય પામે છે. જે અર્જુન પાણી લેવા નીચે નમે છે કે ફરી એ જ અદશ્ય અવાજ આવે છે, એ જ ધમકી ઉચ્ચાર સંભળાય છે. પરંતુ અર્જુનના મનને પણ એમ જ થાય છે કે બિચારાને મારા ગાંડીવને કશેજ પરિચય લાગતું નથી; એટલે અદશ્ય રહી તે પિતાની શકિત અજમાવે છે. આમ વિચારી તે ફરી પાણી લેવા નીચે નમે છે કે તરત જ તે મૂર્શિત થઈ જાય છે. ત્યાર પછી નકુલ અને સહદેવ આવે છે. તેમની પણ એ જ સ્થિતિ થાય છે. અંતે યુધિષ્ઠિર ત્યાં આવે છે. પિતાના ભાઈઓને મરેલા જોઈ તેઓ ખિન્ન બની જાય છે. એટલામાં યક્ષે અદશ્ય રહી અવાજ કર્યો કે મારા પ્રશ્નના જવાબ આપ, પછી પાણી પીવા પ્રયત્ન કરે ! અન્યથા તમારી સ્થિતિ પણ તમારા ભાઈઓ જેવી જ થશે ! યુધિષ્ઠિર ધીર હતા, ગંભીર હતા. તેઓ થંભી ગયા- યક્ષે ઘણા પ્રશ્ન કર્યા, પરંતુ આ વિષય સાથે જે સંબંધિત છે એ જ પ્રશ્નને હું અહીં ઉલ્લેખ કરું છું. તે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એ હતું ઃ આશ્ચર્ય શું છે? યુધિષ્ઠિર શાંત ચિત્તે જવાબ આપે છેઃ
अहन्यहनि भूतानि गच्छन्ति हियमालयम् ।
शेपाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ હજાર માણસને આપણી આંખો સામે આપણે મૃત્યુના કરાલ મુખમાં ધકેલાઈ જતાં પ્રતિદિન જોઈએ છીએ, હજારેને ખાંધે ઊપાડી બાળી આવ્યાં હેઈએ છીએ, છતાં આપણે