________________
૨૫૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
પ્રકૃત્તિને નિયમ છે કે, દુઃખ હંમેશાં વિપરીતનું, અનિચ્છનીયનું, આપણા સ્વભાવથી ભિન્નનું જ હોય છે. જે આપણને દુઃખને અનુભવ થાય છે તે તેને અર્થ એ થયો કે, આપણી અંદર એ કે સ્વભાવ છે જે દુઃખ સ્વરૂપ નથી. અન્યથા આપણને દુઃખને અનુભવ ન થાત. આપણી અંદરમાં જે આત્મા છે તેનો સ્વભાવ જે દુઃખ સ્વરૂપ હોત તે બહારથી આવેલું દુઃખ તેમાં ભળી જાત, એકરૂપ થઈ જાત, સ્વભાવમાં તેની વૃદ્ધિ થાત જેને કારણે આપણે વધારે સમૃદ્ધ બની જાત, વધારે એશ્વર્યશીલ અને સંપત્તિશાળી થઇ જાત ! દુઃખની પીડા, પરેશાની કે ચિંતા જ ન રહેત ! કેમકે જે સ્વભાવ જ છે તેની પછી પરેશાની શી? ચિંતા શી? પીડા શી? તેના જેવું જ તેમાં તત્વ ભળી જાય પછી તે સ્વભાવની સઘનતા જ થાય. કશી હાનિ થવાની તે શક્યતા જ ન રહે! અંધારામાં જે થોડું વધારે અંધારું આવીને ભળી જાય તે તેનાથી અંધારાને કંઈ અડચણ ઊભી થાય ખરી? વિષમાં બેડું વધારે વિષ ભળી જાય તે વિષની માત્રા વધી જવાથી વિષને શું મુશ્કેલી કે પરેશાની થવાની છે? સમુદ્રમાં બધી નદીઓ જે એકસાથે એક સામટી પડવા લાગે તે તેનાથી સમુદ્રને શી હાનિ થવાની છે? અડચણ હંમેશાં વિપરીતના કારણે જ સર્જાય છે. સ્વભાવ કદી પરેશાનીનું સર્જન કરી શકે નહિ. આપણાં શરીરમાં જે તત્ત્વ આપણી દષ્ટિને વિષય થતું નથી, જે આપણી અંદર છુપાએલું પડયું છે, તે દ્રવ્ય પરમ આનંદના સ્વભાવવાળું છે. એટલે નાનામાં નાનું દુઃખ પણ આપણને કાંટાની માફક ખૂંચે છે, આપણને અડચણ અને પરેશાની ઊભી કરે છે.
આપણા અંદરમાં જે છુપાએલું છે તે અમૃત છે. એટલે મૃત્યુને ભૂલાવવા ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે તે પણ મૃત્યુ ભૂલાતું નથી. મૃત્યુ આપણને ચારેકેર ઘેરીને ઊભેલું દેખાય છે. આપણી અંદર છુપાએલા તત્ત્વને સ્વભાવ જે મૃત્યુ હોત, તે મૃત્યુને ભય આપણને સતાવત નહિ. મૃત્યુની આપણને કશી જ ચિંતા ન થાત. મૃત્યુ અને આપણી વચ્ચે એક સામંજસ્ય, એક સંગતિ દેખાત. મૃત્યુ અને આપણી વચ્ચે જે સ્પષ્ટ વિસંગતિ અને વિસંવાદ દેખાય છે તે ન દેખાત. મૃત્યુ જીવનનું એક સત્ય બની જાત; અને મૃત્યુ અને આપણી અંદર છુપાએલા તત્ત્વમાં એક તારતમ્યતા દેખાત. યાદ રાખજે ચિંતા અને પરેશાની હંમેશાં સ્વભાવથી વિપરીતતા સંગને કારણે છે. એટલે આપણી અંદર જે છુપાએલું તત્ત્વ પરમજીવન છે, તેની સાથે તેનાથી જે વિપરીત તત્વ મૃત્યુ છે, તેને સતત સંઘર્ષ છે. મુશ્કેલીની વાત એ છે કે હજારે માણસેને આપણે મરતાં જોઈએ છીએ, સપુષે પણ પોતાના ઉપદેશમાં આ પરમ સત્યના દર્શન કરાવે છે કે મૃત્યુ અવસ્થંભાવી છે, રેજેરજ મરતાં માણસને જોઈ આપણને પણ આપણું મૃત્યુની ચેતવણી નિશ્ચિત મળે છે, છતાં આપણી અંદર ન જાણે એવું કયું જીવન તત્વ છે કે જેને કારણે આપણે હજારે માણસોને સાક્ષાત્ મરતાં જોઈએ છીએ છતાં આપણને એ વાતની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી કે, બીજાઓની માફક આપણે પણ એક દિવસ મરી જઈશું. શબ્દમાં ભલે આપણે બોલતા હોઈએ કે એક દિવસ મરી જવું છે, શમશાન વૈરાગ્યની