________________
૨૫૬ : મેઘા પાષાણુ, ખાલ્યાં દ્વાર
-~
માટે જે મનના ઉપયાગ કરે છે, તેને માટે મન જ્ઞાનને આધાર બની જાય છે. મન તા યાંત્રિક છે. જેવા અભ્યાસની એને ટેવ પાડવામાં આવે તેવા અભ્યાસવાળુ તે બની જાય છે. મનથી બહાર આત્માની દિશામાં જવાના આપણે કશે। જ અભ્યાસ કર્યાં નથી. મનની દુનિયામાં જ ભટકવાના આપણે આનંદ માણ્યા છે એટલે મન એવાં જ સુખ અને પરિભ્રમણેાથી ટેવાઇ ગયું છે. આ દિવસેામાં આપણે મનની આ ગતિવિધિને અઠ્ઠલવી પડશે. સાચી દિશા તરફ એને વાળવી પડશે. અન્યથા દેવાધિદેવનાં દિવ્ય દર્શન આપણે માટે દુર્લભ ખની રહેશે.
મન અભિવ્યક્તિનું માધ્યમ છે; પરંતુ જ્યારે આપણે ખેલતાં ન હાઇએ, કોઇ વિચાર પ્રગટ ન કરતાં હાઇએ, ત્યારે મનની કશી જરૂરત રહેતી નથી. છતાં આપણી એક ટેવ પડી ગઇ છે. ખેલવું હાય કે ન ખોલવું હાય, પ્રગટ કરવું હાય કે ન કરવુ. હાય, ખાલી જ બેઠાં હાઇએ કે સૂતાં હાઇએ, મન ચાલ્યા જ કરવાનું. આ જ મનનું પાગલપણું છે.
જાપાનમાં પર’પરાગત રૂપમાં વાંદરાની મૂર્તિ રાખવાના રિવાજ છે. વાંદરાની મૂર્તિ આના રિવાજતું રહસ્ય એ છે કે, માણસનું મન જ વાંદરા જેવુ છે. મનનાં સંબંધમાં થોડી પણ જાણકારી જેને હશે, તે અવશ્ય સમજે છે કે, મન વાંદરાનું એક સ્વરૂપ છે. પાશ્ચાત્ય વિદ્વાન ડાર્વિને તે। આ વાત સિદ્ધ કરી બતાવી છે કે, મનુષ્યના પૂર્વજો વાંદરાઓ હતા. વાંદરાઓનું પરિષ્કૃત રૂપ જ આજના માણસ છે. પરંતુ મનનાં ગૂઢ રહસ્યાને સમજનારા પારદર્શી મહાપુરુષો તા સદાથી જાણતા આવ્યા છે કે, માણસનું મન વાંદરુ જ છે.
વાંદરાની ચંચળતા તે તમા સૌને સૃષ્ટિગત છે. તે એક ક્ષણ માટે પણ સ્થિર રહી શકતા નથી. પરંતુ મનની દશા તે તેના કરતાં પણ વધારે ચંચળ છે. મંદિરમાં પ્રભુ સ્તુતિ કરતાં હાઇએ, પદ્માસન લગાવી ધ્યાનથી મુદ્રામાં ખેડાં હાઇએ પરંતુ મહારથી ભક્તિમાં અને ધ્યાનમાં બેઠેલાં શરીરનાં મનની યાત્રા તે મ ંદિર અને પદ્માસનથી દૂર, સુદૂર, અંતરિક્ષમાં પહોંચી ગઇ હોય છે. વાંદરા જેમ એક શાખાથી ખીજી શાખા પર છલાંગ મારતા હાય છે, એક વૃક્ષ પરથી ખીજા વૃક્ષ પર કૂદકા મારતા હોય છે, તેમ મનુષ્યનું મન પણ વાંદરા કરતાંયે માટી છલાંગા ભરતું હોય છે. આ મનની સૂક્ષ્મતાને સમજવા પ્રયત્ન કરીશું તેા જ મનથી મહાર આત્મદેવના સાંનિધ્યમાં પહેાંચવું શકય મનાવી શકીશું.