________________
અમરતાના રાજમાર્ગ
ધ્યાનની ગહનતામાં એવી ક્ષણ આવી જાય છે કે, જ્યારે વગર જોયે પણ દેખાય છે, વગર સાંભળ્યે પણ સંભળાય છે; અને વગર અડયે પણ સ્પર્શીને અનુભવ થાય છે. વગર કાને જે સંભળાય તેને મહિષએ અનાહત નાદ કહે છે. જે વગર આંખે દેખાય તેને ઋષિએ અમૂર્ત કહે છે, અવિધ દર્શીનમાં નેત્ર વિના પણ મૃત પદાર્થાના સાક્ષાત્કાર થાય છે, પરંતુ કેવળ દનમાં તે ભૂત અને અમૂત બધા પદાર્થો હસ્તામલકવત્ ષ્ટિગોચર થાય છે.
આ અનુભવ મેળવતાં પહેલાં જીવે પાતે આકાશની માફક નિર્મળ અને નિલેપ થઈ જવું જોઇએ. આત્માને જ્ઞાન મેળવવા માટે ઇન્દ્રિયા અને મનને જે વચ્ચેનેા માધ્યમ છે, તે હટી જવે જોઇએ. એમ થતાં ચેતનાનું આકાશ મુકત થઈ જાય છે.
આવા સત્પુરુષોના આત્મા અમૃતના તરંગોથી યુકત જાણે અમૃત ભરેલી સરિતા હૈય તેવા થઈ જાય છે ! આત્માની અનુભૂતિ વગર તે અમૃતત્વના આનંદ માણી શકાતા નથી. આપણને તેને અનુભવ નથી એટલે આપણે તે અમૃતત્વને અનુભવી શકતાં નથી. આપણેા અનુભવ તેનાથી ઊલટો છે. આપણા અનુભવમાં તા મધુ દુઃખના તરંગાથી ભરેલું છે. નારકીય આગની જ્વાલાએથી બધું ઘેરાયેલું જણાય છે. અમૃતત્વને આપણે જાણતાં જ નથી. આપણને જે જણાય છે તે બધું ઝેર, ઝેર અને ઝેર જ જણાય છે. સુખનાં ફૂલે જીવનમાં ભાગ્યે જ ખીલે છે; દુઃખના કાંટા જ ચારેકોર ખૂંચતા આપણુને જણાય છે.
-
આપણે જે મહાપુરુષાની આ વાત કરીએ છીએ, તે અમૃતના તર ંગાથી ભરેલી જાણે નદીએ હાય, એવી તેમની ચેતના હેાય છે. આ વાત આપણાં જેવી વ્યકિતઓને ભાગ્યે જ સમજાય છે. એ સમજવા માટે આપણી પાસે કાઈ એવા અનુભવ જ નથી. કારણ આપણા જે અનુભવ છે તે મૃત્યુને છે. અમૃતનુ આસ્વાદન જ આપણે કર્યું નથી. દુઃખ જ આપણને સૌને જ્ઞાત છે; આનંદથી આપણે અજ્ઞાત છીએ. આપણે જાણીએ છીએ માત્ર વિષાદ અને પાંડાને! આહલાદ કે અહેાભાવને આપણને કશો જ પરિચય નથી. આપણા અનુભવ માત્ર નરકના છે. પરંતુ એનાથી વિપરીત અનુભવ પણ સ ંભવી શકે છે. આપણાં દુઃખ, નિશાદ અને પીડાનાં નારકીય અનુભવામાં પણ અમરતાની સૂચનાએ છુપાએલી છે. દુઃખના અનુભવ જ આપણને એ માટે થાય છે કે, આપણી ચેતના દુઃખ માટે નિર્મિત થએલી નથી હાતી. દુઃખ આપણી ચેતનાને આત્યંતિક સ્વભાવ નથી. આપણી ચેતના જો દુઃખ-સ્વરૂપ હાત તે આપણને દુઃખના કદી અનુભવ જ ન થાત. કેમકે દુઃખ તેનેા સ્વભાવ હાત તે તે ચેતના સાથે આત્મસાત્ થયેલુ હોત અને તેથી તે દુઃખના અનુભવના વિષય જ ન મનત. પરંતુ દુઃખની આપણને સ્પષ્ટ પ્રતીતિ છે. પ્રતીતિ હંમેશાં આપણાં સ્વરૂપથી ભિન્ન વસ્તુઓની જ હાય છે. માટે દુઃખ આત્માનુ સ્વરૂપ કે સ્વભાવ નથી.