________________
૨૬૦ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર આપણા વિષે એવા તે નિશ્ચિત હોઈએ છીએ, કે મૃત્યુને સ્પર્શ એ બધાને ભલે થયે, મને કદી જ થવાને નથી ! મૃત્યુના સંબંધમાં પોતાના વિષે આટલી નિશ્ચિતતાથી વધારે આશ્ચર્ય બીજું કયું?
આજે આપણને જે આપણા વિષે સ્મરણ નથી આવતું કે હું પણ મરી જઈશ, તે માત્ર અજ્ઞાનના કારણે જ નથી. તેનું રહસ્ય પૂર્ણ કારણ તે એ છે કે, આપણી અંદર કેઈક એવું જીવન તત્ત્વ, શાશ્વત તત્ત્વ, પડેલું છે, જે કદી મરી શકતું જ નથી. આપણી ઉપર જે છે, જે દેખાય છે, તે મરશે પરંતુ આપણી અંદર જે છુપાએલું તત્ત્વ છે તે કદી મરશે નહિ. બીજાને પણ આપણે જે મરતાં જોઈએ છીએ, તે પણ શરીરગત ઉપરના મૃત્યુને જ જોતા હોઈએ છીએ. અંદરની તે કશી જ પ્રતીતિ આપણને નથી. એટલે આપણી અંદર જે છુપાયેલું અમૃત છે તે મૃત્યુની વાત માની શકતું નથી. એટલે હજારે મૃત્યુની ઘટનાઓ જોયા પછી પણ અંદરથી કઈ કહેતું હોય છે કે, એ બધા ભલે મર્યા, હું મરીશ નહિ. એટલે બીજાનાં મૃત્યુની ઘટના પણ દરેક વ્યકિતને પિતાને માટે અપવાદ જ જણાય તે એમાં આશ્ચર્ય શું ?
આપણી ઉપર જે જે વસ્તુઓના પડે છે તેને અવશ્ય નાશ થાય છે. શરીર પણ આત્મા ઉપરનુ એક પડ છે, એટલે તેને પણ અવશ્ય નાશ થશે. આજે જે બાળક છે તે કાલે યુવાન થશે અને વખત જતાં તે વૃદ્ધ થશે. આજે જે ગામ જે શક્તિશાળી દેખાય છે તે આવતી કાલે શિથિલગાત્ર અને જર્જરકાય બની જશે. આજે જે ચાલે છે, દેડે છે, આવતીકાલે તે પથારીમાં હશે. આજ ઊભું થાય છે તે આવતીકાલે પડી જશે, માટીમાં ભળી જશે. મન પણ એક પડ છે એટલે તેને પણ નાશ થશે. જે પડે બહારથી આવ્યાં છે, ઉપરથી ચઢાવેલાં છે, તે પૃથફ થશે જ. કારણ “HT : સાપનમ:” જે જોડાય છે તે વિખરાય છે, સંયુક્ત થયેલું વિમુક્ત થાય જ છે. પરંતુ જે આત્યંતિક સ્વભાવ અથવા સ્વરૂપ છે તે કદી પણ અન્યથા થશે નહિ.
આત્મા અમર છે એમ માની લેવા માત્રથી કશે જ અર્થ સરવાને નથી. આત્માને તે જાણ પડે છે. સ્વર્યાની અનુભૂતિથી તેને સાક્ષાત્કાર કરવો પડે છે. શાસ્ત્રથી જાણેલે આત્મા મેક્ષે નહિ પહોંચાડી શકે. ચેપડીને ઘેડે રાજકોટથી જામનગર દેડ ન કરી શકે. શાસ્ત્રના માધ્યમથી પ્રથમ તે આત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ કરવું પડશે અને ધ્યાન વગર તે શક્ય નથી.
ધ્યાન પણ જીવતા મૃત્યુની એક પ્રક્રિયા છે. ધ્યાન મૃત્યુને પ્રયોગ છે. સમાધિ પણ મૃત્યુનો અનુભવ છે. આ બધામાં વિતાવસ્થામાં જ મરી જઈને જોઈ લેવાનું છે કે શું મારું છે ? અને શું મારું નથી ? મૃત્યુ જ “મારાં” અને “મારાથી ભિન્ન માટે નિર્ણાયક થશે. એટલે જ તે સંન્યાસીને જે સ્થળે દાટવામાં આવે છે તેની કબરને સમાધિનાં નામે ઓળખવામાં આવે છે. સમાધિ એ જીવતાં જ મૃત્યુને અનુભવ છે. સંન્યાસીની કબરને સમાધિ એટલા માટેજ કહેવામાં આવે છે કે, તેણે મૃત્યુ પૂર્વેજ જાણી લીધું હતું કે કેણ મરનાર છે અને કેણ મરનાર નથી. નહિ કરી શકનાર શાશ્વત જીવનની તેને પ્રતીતિ હતી.