________________
૨૫૪ : ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર
મંગળાગૌરી અને લક્ષ્મીપૂજન વગેરે પનાં મૂળમાં આકર્ષણ, લાલચ અને ભવિષ્યની મંગળ કામના અંતર્લિંત છે તે સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, અને અગ્નિની પૂજા પાછળ વિસ્મય અને આશ્ચર્ય સમાવિષ્ટ છે. સૌથી પ્રથમ માણસ સાગરની વિરાટતા અને વિશાળતાને જોઈ આશ્ચર્ય પામે તે સૂર્ય અને ચંદ્ર જેવા તેજસ્વી ગ્રહો જેમાં વધારે વિસ્મયાવિત થયે. આમ તેણે એ બધાની પૂજા કરવાને પ્રારંભ કર્યો. એક વખત પ્રારંભ થએલી આ પરંપરા હવે અવિચ્છિન્નપણે ચાલ્યા જ કરે છે. આવાં કારણેની સુસ્પષ્ટતા થઈ હોવા છતાં, જૂના સંસ્કારનું પરિબળ આજે પણ કામ કરી રહ્યું છે.
આ તો થઈ લૌકિક પર્વોની વાત. લેકર પર્વોની પાછળ માત્ર તારક જાગૃતિને પ્રોત્સાહન આપવા સિવાય બીજા કશાંજ કારણે નથી. લેકર પ આપણી જેમ અન્ય ધર્મોમાં પણ એક યા બીજાંરૂપે આધ્યાત્મિક ભૂમિકા ઉપર સ્થિત થયેલાં છે, છતાં વખત જતાં તેમની આંતરિક આધ્યાત્મિકતાનાં મૂલ્ય ઓછાં થતાં ગયાં છે. બાહ્ય મૂલ્યની અણધારી અસર વધી જવા પામી, પરિણામે તેમની લકત્તર મહત્તા માત્ર નામશેષ જ રહી જવા પામી છે.
જેનેનાં સંબંધમાં એક બીજી વાત પણ ઉલ્લેખવા જેવી છે અને તે એ કે, બાહા અથવા લૌકિક પર્વો સાથે તેની કદી એકરૂપતા થવા પામી નથી. તેથી જેનેના બધાં જ પર્વો અલૌકિક અને આધ્યાત્મિક રહેવા પામ્યાં છે. જેનાં પર્વોનું એકાંત લક્ષ્ય આત્મશુદ્ધિ છે. આત્માની સમીપતામાં પહોંચી, આંતરિક અનંત સૌંદર્ય અને અમૃતત્વની ઉપલબ્ધિ માટે આ પર્યુષણ મહાપર્વ છે. આ ઉગમના ઝરાની અપૂર્વ મીઠાશ એકવાર ચાખ્યા પછી બીજા રસ તુચ્છ અને નીરસ લાગે છે. અસલ ફળના રસની જેણે મોજ માણી છે, મીઠા મધુરા સ્વાદ જેણે અનુભવ્યા છે, તેવા માણસે લાકડાના રંગબેરંગી રમકડાંનાં ફળે ક્ષણભર હાથમાં અવશ્ય લેશે, સુંદર છે એમ પણ કહેશે, પણ એમ કહીને પછી બાજુએ મૂકી દેશે. જેણે સાચાં ફળે. ખાધાં છે તેને પછી લાકડાંનાં ફળોમાં રસ નહિ રહે. આત્મદેવનાં દર્શન માટેની સાધના, એ જ પર્યુષણ મહાપર્વમાં આપણા સૌનું પરમ કર્તવ્ય છે. મન, વચન, અને કાયાને સમજણપૂર્વક નિરોધ કરવાથી તે શકય બને છે. મનમાં કદી પણ ખરાબ વિચારે ન પ્રવેશે તેને માટે સતત કાળજી રાખવી જોઈએ. મન સદા પ્રવત્તિશીલ હોય છે. એક મિનિટ પણ મનની પ્રવૃત્તિ રકાતી નથી. જે ક્ષણે મન પિતાની પ્રવૃત્તિઓ સંકેલી લે અને તે નિર્મન કે નિર્વિચાર થઈ જાય, એટલે આત્મદેવને સાક્ષાત્કાર થયે જ સમજ. મનની પ્રવૃત્તિઓ જ તેમાં બાધક હોય છે.
મંદિરે કે કઈ તીર્થસ્થાન જેવાં પવિત્ર અને સારાં સ્થાન માં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે તે સ્થાનેની પવિત્રતાને ટકાવવા ઘણા બાહ્ય અને સ્કૂલ નિયએ બનાવેલા હોય છે. બાહ્ય નિયમોની રક્ષણરેખા પવિત્ર ભૂમિઓની આંતરિક પવિત્રતાને ભાગ્યે જ રક્ષતી હેય છે. છતાં પવિત્રતાને નામે આપણે તે નિયમને ચુસ્તતાપૂર્વક વળગી રહેતાં હોઈએ છીએ. તેમજ તેનાં પાલનમાં ધર્મસ્થાની પવિત્રતાનું સંરક્ષણ થાય છે એમ પણ માનીએ