________________
૨૧ર : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર શકિતને સીધે સંબંધ શરીર સાથે નહિ, પણ મનની સ્કૂર્તિ, મનના ઉત્સાહ અને આત્મ વિશ્વાસ સાથે છે અને આમ સ્કૂર્તિ, ઉત્સાહ અને દઢતામાં અમે મોટાઓ કરતાં જરાયે ઊતરતાં નથી. હવે સમજાવ, અમારે શા માટે ઉપવાસ ન કરવા ?
- નાનાં નાનાં બાળકનાં હૈયામાં ઉપવાસ, ભકિત, જાપ, સંબંધે આવો અપ્રતિમ અને લકત્તર ઉલાસ છે ત્યારે જે આ અષ્ટાબ્લિક મહત્સવસ્વરૂપ લકેર પર્વનું નિર્માણ ન થયું હોત, તો ભલા આ ઉમળકે ક્યાંય જોવા મળત ખરે? તમે બધાં રીઢાં થઈ ગયાં છે. તમે ઘણાં પર્યુષણો ઊજવ્યો એટલે તમારા મનમાં આ મહાપર્વનાં જે મહિમા અને ગરિમા અંક્તિ થવાં જોઈએ, તે તમારા મનમાં અંકિત હોય કે ન હોય એ તમે જાણે, પરંતુ આ નિર્દોષ બાળકનાં હૈયાં આ દિવસેને કારણે ખરેખર થનગની ઊઠ્યાં છે ! એમનાં મનભેર નાચી ઊઠયા છે. આ મહાપર્વના નિમિત્તમાં એમની નિર્મળ વૃત્તિ, એમનાં હદયની સ્વાભાવિક નિર્મળતાને વધારે સઘન અને પ્રગાઢ બનાવશે. એમની પ્રભુતામાં આશ્ચર્યજનક વૃદ્ધિ કરશે. આ દિવસોને જે આંતરિક આનંદ તમે નહિ માણી શકે, નહિ લુંટી શકે, તે આ બાળકે માણશે, આ બાળકે લુંટશે ! તેમને માટે તે કોઈ આનંદના અમૃતસાગરમાં ડૂબકી મારી કઈ દિવ્ય આનંદ અને અમૃતત્વની અપૂર્વ મીઠાશ અનુભવવાના આ દિવસ છે ! જે બાળકે આ મૂળના ઝરાની દિવ્ય મીઠાશ એકવાર પણ ચાખી લેશે, પછી તે માબાપનાં પ્રલેશનનાં ગેળ કપરાં જઈ મેટું નહીં મટમટાવે.
આજે પર્યુષણ મહાપર્વને પ્રથમ દિવસ છે. આપણી પરંપરામાં આ દિવસ અડ્રાઈધરને નામે જાણતા છે. આ મહાપર્વને ચરમ અને પરમ દિવસ સંવત્સરી મહાપર્વ છે. સંવત્સરી મહાપર્વની સ્મૃતિ સાધકને સતત રહે તે માટે આપણે ત્યાં મહીનાને ધર, પછી પક્ષન ધર, અને છેવટે અડ્ડાઈના ઘરની ઊજવણી કરવામાં આવે છે. આવા પર્વોની વ્યવસ્થા સંસ્કારને જાગૃત રાખવામાં અને પ્રગાઢ બનાવવામાં આંતરિક ઉત્સાહની વૃદ્ધિ કરે છે. પૂર્વાચાર્યોએ સામાન્ય જીવોને કલ્યાણને માર્ગે પ્રવર્તાવવા માટે, પિતાની પરમાર્થ બુદ્ધિથી, સરળ ઉપાયનું કેવું આયોજન કર્યું છે તે આ ઉપરથી સમજી શકાશે.
સામાન્યતઃ આપણું સૌનાં માનસમાં આ મહાપર્વને ભારે મહિમા છે. આ લોકોત્તર મહાપર્વ છે. એની આરાધના મંગલરૂપ છે. ઉપાશ્રયમાં ભાગ્યે જ પગ મૂકનાર મહાનુભાવોના હૃદયે પણ આજે કૂણાં બન્યા વગર નહિ રહે. તેમનાં માનસને એક સત્ વિકલ્પ આજે તેમને ઉપાશ્રય સુધી ખેંચી લાવશે. વધુ નહિ તે પણ આઠ દિવસની મંગળતા, પવિત્રતા, ઉગ્રતા તેમનાં હૃદયમાં કોતરાઈ જશે. ભગવાનની વાણી સાંભળ્યા વગર તેમને ચેન નહિ પડે. ભગવાનની વાણી ન સાંભળતાં પોતે કંઈક ખાઈ રહ્યો છે એવી જે અનુભૂતિ માણસને થાય, તે જ આ મહાપર્વની વરિષ્ઠતા છે.