________________
૧૬૬ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
ખરેખર મને તેા લાગે છે કે તમે જે કરી રહ્યા છે તેના મોટા ભાગ જીવવા માટે કરી રહ્યા છે; કરવા માટે જીવી રહ્યા નથી. જો આપણે જીવવા માટે કરી રહ્યા હેાઇએ તે। તેટલું જ કરવું પર્યાપ્ત છે કે જે કરવાથી જીવી શકાય. વધારે દોડધામ અને ઉપદ્રવથી શે લાભ ? આવી વિવેકપૂર્ણ વૃત્તિ જો કેળવાય જાય તે ઠેકઠેકાણે દેખાતા અસંતાષ, ઉપદ્રવો અને અશાંતિ અંધ થઇ જાય. કારણુ વધારે પડતા ઉપદ્રવાનુ મૂળ તે, આપણે જેટલુ જોઇએ છે તેના કરતાં વધારે મેળવવા માટેનાં આપણાં જે ફાંફાં છે, તેમાં છે. માણસ જરૂરિયાત પૂરતુ જ મેળવવું એ ધ્યેયને અપનાવી લે, તે આ જગત વધારે શાંત અને પ્રમુક્તિ ખની જશે. આમ થશે તે દુનિયામાંથી ચિંતા ચાલી જશે, પરેશાની દૂર થઈ જશે, પાગલખાનાંએ બંધ થશે, માનસિક રાગે નાબૂદ થશે અને ચારેકાર આનંદ ઉલ્લાસ, નૃત્ય, અને સ’ગીતથી જગત સભર દેખાશે.
જીવનમાં જે પણ શ્રેષ્ઠતાનું અવતરણ થાય છે તે એવા લેાકેામાંથી થાય છે જે જિંદગીને એક ઉત્સવ, એક ક્રીડા, એક આનંદ માને છે. તાજમહાલને જોઇને તમારા માનસમાં જે પ્રફુલ્લતા અને આનંદનાં દર્શન થશે, તે પ્રફુલ્લતા અને આનંદ તાજમહાલમાં ઈંટો મૂકનાર, તેને ચણનાર અને તેને આવી સુંદર અને આકર્ષક આકૃતિ આપનાર મજુરને નહિ થાય. કારણ તેની દૃષ્ટિમાં તે માત્ર એક કામ છે. દરેક કાય ઉત્સવરૂપે પણ થઈ શકે છે અને કામરૂપે પણ થઇ શકે છે. ઉત્સવરૂપે થતું કામ આનંદ ખની જાય છે; કામરૂપે થતુ કામ શ્રમ બની જાય છે.
આ સત્યને સમજવા હું તમને એક દૃષ્ટાંત આપુ.
ભગવાનના એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ગામનાં માણસે મંદિરના નિર્માણુકા થી પ્રસન્ન, સંતુષ્ટ અને આન ંદિત છે. સહુનાં હૈયાં ના હિલેાળે ચઢયાં છે. સહુના મન મલકી ઊઠયાં છે. આબાલવૃદ્ધ સૌનાં હૈયામાં નવમંદિરની રચનાના આનંદ છે.
એવામાં કોઈ એક સગૃહસ્થ આ મંદિર પાસેથી પસાર થયા. તેમણે એક મજૂરને પૂછ્યું: ‘તમે આ શું કરી રહ્યા છે?’
મજૂરે પૂછનાર તરફ દૃષ્ટિ પણ ફેંકી નહિ અને પરસેવાથી રેબઝેબ થઇ ગએલા અને થાકી ગએલા તે ક્રાધમાં બેલી ઊચાઃ
એમાં પૂછે છે. શુ? જોતા નથી ? આંધળા છે? હું પથ્થર ભાંગી રહ્યો છું.’
મજૂરના આવા ઉત્તર સાંભળી તે સજ્જન સ્તબ્ધ થઈ ગયા. કામના ભારથી દબાએલા અને કાનને આનંદ બનાવવાની કલાથી અજ્ઞાત વ્યકિત પાસેથી આનાથી વધારે સારા જવાબની અપેક્ષા પણ શું રાખી શકાય ? પૂછનાર સજ્જન વિવેકી અને શાણા હતા. તેઓ થાકેલા