________________
તલવારની ધાર : ૨૧૭
ન જીવી શકે. હવાને જીવવા માટે સૂર્યનાં કિરણની જાળ અનિવાર્ય છે. તે કિરણની જાળ દસ કરેડ માઈલ સુધી વિસ્તરેલી છે. શરીરની ચામડીને જીવંત રાખવા જેમ હવાની આવશ્યક્તા છે તેમ હવાને જીવતી રાખવા સૂર્યનાં કિરણની જાળ આવશ્યક છે. વાત આટલેથી જ અટકતી નથી. વિજ્ઞાનની શોધ એનાથી પણ આગળ ગઈ છે.
આપણુથી દસ કરોડ માઈલ દૂર રહેલે સૂર્ય ત્યાં જ ઠ ડ થઈ જાય છે, તેના ડે થવા માત્રથી આપણે આટલે દૂર બેઠાં પણ ઠંડાં થઈ જઈએ. આપણું જીવન સૂરજની ઉણુતા સાથે જોડાએલું છે એટલે શરીરને ચામડી સુધીના સીમિત ક્ષેત્રમાં કદાપિ કેદ કરી રાખશે નહિ. સૂરજની ઉણુતા પણ આપણા શરીરની એક પર્ત છે.
અહર્નિશ સૂર્યને પણ મહાસૂર્યોથી શક્તિ ન મળે તો તે પણ બચી શકે નહિ. સૂર્યની ઉણુતા મહાસૂર્યોની ઉષ્ણુતા સાથે સંબંધિત છે. આ બધી વિજ્ઞાનના સંશોધનની વાત છે. વિજ્ઞાનના આધારે આ વાત કહેવાય છે. એટલે શરીરનાં સંબંધમાં પણ જે કંઈ કહી રહ્યો છું તે વૈજ્ઞાનિક સત્યના આધારે છે. એટલે આ વાતને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ સમજવા અને ઘટાવવા પ્રયત્ન કરશો.
- વિજ્ઞાન કહે છે કે, આપણે જે સૂર્ય છે તે તો એક નાનકડો સૂર્ય છે. આપણે આ નાનકડે સૂર્ય પણ આમ તો આપણું આ પૃથ્વી કરતાં સાઠ હજાર ગણે મોટો છે. પરંતુ ગગનમંડળના બીજા સૂર્યોની અપેક્ષાએ તે માને છે. નાનાપણું એ સદા સાપેક્ષ હોય છે. રાતના આકાશમાં જે તારાએ દષ્ટિગોચર થાય છે તે બધા મહાસૂર્યો છે. આપણે સૂર્ય તો અબજો સૂર્યોમાં નાના અને મધ્યમવર્ગીય છે. આ સૂર્યને જે એના કરતાં બીજા મોટા સૂર્યોથી ઊર્જા, જીવનશકિત કે ઉષ્ણતા ન મળે તે તે ઠડે થઈ જાય. એટલે આપણું શરીર સાથે માત્ર આપણા સૂર્યને જ સંબંધ નથી, પારંપરિક રીતે મહાસૂર્યોને પણ સંબંધ છે. એટલે ગંભીરતાથી જે આપણે વિચારશું કે આપણું શરીર કયાં સમાપ્ત થાય છે, તે નિષ્કર્ષ એ નીકળશે કે જ્યારે બ્રહ્માંડ સમાપ્ત થશે ત્યારે શરીરની પણ સમાપ્તિ થશે, તે પહેલાં નહિ. જે પિંડમાં તે બ્રહ્માંડમાં એ જૂની કહેવતને પણ આ જ વૈજ્ઞાનિક અર્થ જોઈએ. સૂર્ય અને મહાસૂર્યોની શકિત સમા ગૌતમ સ્વામી અને ચંદ્રમાની શુભ્ર જયેત્સનાના પુંજ સમા શ્રી કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તીમાં ભેગા થયા છે. તેમને શાસ્ત્રકારોએ સૂર્ય અને ચંદ્રની ઉપમા આપી છે; એટલે સૂર્ય અને ચંદ્ર એ આપણાં જીવનની પ્રકાશભરી જીવંત ધારાઓ છે એ બતાવવા માટે જ વૈજ્ઞાનિક રીતે મેં આ બધે ઉલ્લેખ કર્યો છે. હવે આપણે શાસ્ત્રની આ સંબંધેની મૂળ ગાથા જોઈએ.
- केसीकुमार समणे गोयमे य महायसे ।
उभयो निसण्णा साहति, चन्द-सूर-समप्पमा ।। ભેગા થએલા તે બન્ને મહામુનિઓ કેવા શોભતા હતા તે સંબંધે કહે છે કે કેશીકુમાર શ્રમણ અને મહા યશસ્વી ગૌતમ બંને બેઠા હતા તેઓ ચંદ્ર અને સૂર્યની જેમ શેભતા હતા.