________________
સત્સંગ-મહિમા : ૨૩૩
સુષેન એલી ઊઠયા: પ્રભા ! આપ માનવ સ્વરૂપમાં સાક્ષાત્ લેાકેાત્તર દેવ છે. તમારો યશસ્વી ઇતિહાસ યાવચ્ચ દ્રદિવાકર અમર રહેશે. સત્પુરુષાની મંગલ જીભ ઉપર આપનાં પાવન જીવન પવિત્ર કથા યુગ યુગ સુધી રમ્યા કરશે. માળાના પવિત્ર મણુકા ઉપર ભકતા સતત તમારા નામના જાપ કરશે. મને લાગે છે, વી લક્ષ્મણુના ઔષધોપચાર કરવાથી હું કન્ય ભ્રષ્ટ બનતા નથી. વૈદ્યના સંબંધ કદી કેાઇ વિશેષ વ્યક્તિ સાથે હાતા નથી. વૈદ્ય સદા રાગી સાથે જોડાએલા છે. આવેલા રોગીને તિરસ્કાર વૈદ્યની દૃષ્ટિમાં પરમાત્માના તિરસ્કાર છે, પ્રભુતાનું અપમાન છે. વળી વિભીષણની અત્રે ઉપસ્થિતિ છે એટલે મને કૃતઘ્ધીપણાનું પાપ નહિ લાગે. રામની સેવા કદી કાઈને પાપી બનાવે એમ મારું હૃદય સાક્ષી પૂરતું નથી.’
સત્પુરુષો ગમે તેવી વિષમ ક્ષણેામાં પણ પેાતાના સસ્વભાવને પરિત્યાગ કરતા નથી. સત્પુરુષાની પ્રકૃતિ પ્રાણાન્તે પણુ વિકૃત થતી નથી. સત્ય અને ધને માટે તેઓ હુંમેશાં સસ્વ સમર્પવા તૈયાર હૈાય છે. એ જ સત્પુરુષોની સન્નિષ્ઠા છે.
આ જગતના સામાન્ય જીવા તાપ–ત્રયથી સંતપ્ત છે. ઉપરથી સુખી અને સંપન્ન જણાતી વ્યકિતઓ પણ આ તાપના પરિતાપથી મુક્ત હોતી નથી. આ પરિતાપે ત્રણ પ્રકારના હોય છે.
(૧) આધ્યાત્મિક તાપ
(૨) આધિદૈવિક તાપ
(૩) આધિભૌતિક તાપ
(૧) આધ્યાત્મિક તાપ-જીવ મહારના અને અંદરના વ્યાપારોમાં સદા સક્રિય હોય છે. તેને જ અહંકાર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયા વગેરે નામે ક્રિયા અનુસાર આપવામાં આવે છે. આ જીવ વિભાવ પરિણતિની અસર નીચે માનસિક વિકારો જેવા કે, કામ, ક્રોધ, લેાલ, મેહ, મદ્ય અને મત્સર વગેરેથી ર'ગાઇ જાય છે. આ નબળાઇએના કારણે તે મિથ્યાજ્ઞાનને પ્રાપ્ત થાય છે. સમુદ્રના તરંગામાં અથડાતા લાકડાની માફ્ક સંસારરૂપી ચકડાળમાં તે આમ તેમ ભમ્યા કરે છે. આ વિકારાના શિકાર થઈ દુ:ખાની જે પરપરામાં અટવાય છે તે આત્મમૂલક હાઇ આધ્યાત્મિક તાપ કહેવાય છે.
૨. આધિદૈવિક તાપ-વ્યંતર દેવા તેમજ ભૂતપિશાચાદિ કૃત ઉપસર્ગાને લઇ જીવ સંજ્ઞા શૂન્ય બની જાય છે. તે સારા નરસાને વિવેક ચૂકી જાય છે, ચિત્તભ્રમ અથવા શૂન્યતાની ન સમજાય એવી વિચિત્ર સ્થિતિમાં તે મૂકાય જાય છે, જે માનવ બુદ્ધિની બહારની વાત હેાય છે. આવાં આવાં કારણાથી જે સંતાપ જન્મવા પામે છે તે આધિદૈવિક તાપ છે.
નિમિત્તથી જે મુશ્કેલીઓ ઊભી થાય, થઈ જાય કે કાઇ પણુ અણુધાયુ. શારીરિક
૩. આધિભૌતિક તાપ-પદાર્થોના અથવા પરના આકસ્મિક અકસ્માતના ભાગ થઈ જવાય, ફ્રેકચર