________________
વાણીની પ્રભુતા : ૨૪પ
અમેઘ ઉપાય એક જ છે કે, તમે દીવાસળી ઘસેા એટલે અંધારાનુ આવી મનશે. ગમે તેવું સઘન અને પ્રગાઢ અંધારું હશે તે પણ તે પળવારમાં હઠી જશે. પાપાનુ' પણુ તેમજ છે. તે જેટલાં જૂનાં તેટલાં વહેલાં મરશે. તે મરવાને વાંકેજ જીવી રહેલાં ડાય છે. જાપના પ્રારંભ થયા એમ તેને ખખર પડે કે તે નાસવા લાગે ! જૂનાં અને જીણુ લાકડાની રાખ થતાં કેટલીવાર લાગે ?
ઇશ્વરના નામની પાસે પાપા ટકી શકતાં નથી. એટલે નાનાં બાળકો પણ કહેતાં હાય છે કે, “રામનું નામ લઇએ એટલે ભૂતભાગી જાય.” ભગવત્ સ્મરણથી એક દિવ્ય શકિતનાં સતત સાંનિધ્યને સહજ આભાસ સતત રહ્યા જ કરે છે. પરમેશ્વર સાથે છે એવી ભાવના જો જાપના સતત સ્મરણથી પ્રાણા સાથે જોડાઈ જાય, પછી આખી દુનિયા ભલે વિધમાં સામે આવીને ઊભી રહે, પણ ઇશ્વરપરાયણ વ્યક્તિ ભય પામતી નથી.
પરમેશ્વરની સામે ચીજોના ગમે તેટલા ઢગલા કરો, પણ તેનું તેને કોઈજ મહત્ત્વ નથી. માપના, આકારના કે કં'મતના તેને કોઇજ પ્રશ્ન નથી. મહત્ત્વપૂર્ણ અને કીમતી વસ્તુ ભાવના, શ્રદ્ધા અને સમણુ છે. ચીજ મોટી હાય એટલે તેના ઉપયોગ પણ મેટા કે અસાધારણ કીમતના હાય જ, એવેા એકાંત નિયમ નથી. વસ્તુમાં તેજ, શકિત, સામર્થ્ય, ખળ કેટલાં છે તે જોવાનુ હોય છે. ઈશ્વરસ્મરણપૂર્વક કરવામાં આવેલી એક જ ક્રિયાનું મૂલ્ય, જીવનમાં અમથી કરવામાં આવતી હજારો ક્રિયાઓ કરતાં વધારે છે. કયારેક જ કોઈ એકાદ પવિત્ર ક્ષણે આવા દિવ્ય અને લેાકેાત્તર આનંદનો અનુભવ થઈ શકે છે જે ઘણાં વર્ષોંના પરિશ્રમથી પણ સાધ્ય નથી. એક તરફથી ક અને ખીજી તરફથી ભિતના સુભગ સંચાગ સાધી, જીવનને પ્રતિક્ષણ સત્ય, શિવ, સુ ંદરમ્ બનાવી આગળને આગળ ગતિ કરવા જે પ્રયત્ન કરશે તેનાં જીવનમાં તે અપાર આનંદ અને પવિત્રતા અનુભશે.
વાણીની પ્રભુતા
વાણી એ માનવસૃષ્ટિની અણુમેલ સોંપત્તિ છે; ઇશ્વરીય ચમત્કૃતિ છે. સામાન્યતયા જૈન શાસ્ત્રોમાં એકેન્દ્રિય જીવા જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કાયને બાદ કરતાં શેષ બધા જીવાને જીભ હાય છે એમ સ્વીકારવામાં આવેલ છે. આમ છતાં મનુષ્ય સિવાયના બીજા જીવે, મનુષ્યની માફક એલીને, પોતાના વિચાર। સ્પષ્ટ અભિવ્યકત કરી શકતા નથી. મનુષ્ય પોતાના વિચાશને વાણીના માધ્યમથી જ વ્યકત કરી શકે છે. એટલે વાણીનું માહાત્મ્ય જેવું તેવું નથી. નિર્વાણાપનિષદ્ની પ્રથમ પ્રાથનામાં જ ઋષિ કહે છે-“ૐ વાદમે મનત્તિ પ્રતિષ્ટિતા, મને મે વાષિ પ્રતિષ્ઠિતમ્” અર્થાત્ મારી વાણી મનમાં સ્થિર થાએ; અને મારું મન વાણીમાં સ્થિર થાઓ !