________________
૨૪૮ : ભેદ્યા પાષાણુ, ખલ્યાં દ્વાર
પહોંચી જતાં તેને છોડવાં પણ અવશ્ય પડે. અંતિમ ધ્યેય ત્યાં પહોંચવાનું છે કે જ્યાં પહોંચ્યા પછી, કંઈ પણ પકડવા કે છોડવા માટે અવશિષ્ટ રહેતું નથી.
ઉપનિષની પ્રાર્થના સાથે આ વાણીને વિષય શરૂ કર્યો એટલે વાત જરા ગંભીર બની ગઈ છે. હવે આ ગંભીરતામાં હળવાશ લાવવા આપણે વાણીના સ્થૂલ સ્વરૂપ તરફ વળીએ.
વાણુ વડે માણસની ખરી પરીક્ષા થઈ જાય છે. જ્યારે કુંભારને ત્યાં કઈ માટીનું વાસણ ખરીદવા જાય છે, ત્યારે ખરીદતાં પહેલાં હાથના ટકોરા વડે તે ચકાસી જુએ છે કે, આ ઘડે ફૂટેલો તે નથીને ? તેમ માણસ પણ પિતાની વાતેથી પિતાની અસલિયતને પ્રગટ કરી દે છે.
नजार जातस्य ललाट श्रृंग', कुले प्रस्तस्य न पाणिपद्मम् ।
यदायदा मुञ्चति वाक्यबाण', तदा तदा जाति कुलप्रमाणम् ॥
વ્યભિચારી વ્યક્તિના માથા ઉપર કાંઈ શીંગડાં ઊગતાં નથી તેમ ખાનદાન વ્યકિતના હાથમાં કમળ ખીલતાં નથી. વ્યકિતના બાહ્ય સૌંદર્ય, ટાપટીપ કે શણગાર ઉપરથી જે વ્યક્તિત્વનું અનુમાન કરવા બેસશે તે અવશ્ય છેતરાઈ જશે. ભયંકર, કર અને લુચ્ચાલફંગા ગણાતા મવાલીઓની વેષભૂષા અને ઉપલક રીતભાત એક સજજનના સૌજન્યને ફીકી પાડે એવી ઠગારી હોય છે. સારા નરસા પણાના વિવેકને સમજવામાં માણસને મેઢેથી બહાર પડતા શબ્દો જ અગત્યનો ભાગ ભજવે છે. માણસ પિતાની શિષ્ટતા કે અનિષ્ટતાને બોલવાનાં દ્વારથી ડેકિયું કરાવી દે છે. આચારાંગમાં કહેલ છે- “કહાં સન્ત ત ા”- જેવું જેનું આંતરિક જીવન હોય છે તેવું જ તેનું સ્પષ્ટ ચિત્ર જીભ ઉપસાવી દે છે. કારણ વાણી આપણા હૃદયનું ચિત્ર છે અને લેખની હૃદયની જીભ છે. વાણીના જીવતા જાદુને પ્રકૃતિતઃ વરેલી આ કેયલ, માત્ર વાણીની મીઠાશ અને અપ્રતિમ સુંદરતાનાં કારણે કવિઓની કાવ્ય ભૂમિમાં અમર થઈ ગઈ છે. કે તેને મીઠે અને ઉત્કટ અવાજ છે એટલે જ હિન્દુધર્મમાં કેકિલાવ્રત કરવા કહ્યું છે. કોયલને અવાજ સાંભળ્યા વગર જમવું નહિ એવું વ્રત સ્ત્રીઓ લે છે. કેયલરૂપે પ્રગટ થનારી આ પ્રભુતાના સ્વરૂપને શીખવનારું એ વ્રત છે. એટલે જ આપણું દેશમાં, ઘરઘરની સામાન્ય સ્ત્રીઓ પણ કેયલ જેવા ન મળે તે દિવસે જમવાનું જતું કરે છે. જે કોયલ પરમ આનંદને મધુર અવાજ સંભળાવે છે, મને તેની વાણીના રૂપે પ્રકૃતિનું વિરાટ સૌદર્ય પરમાત્મભાવે પ્રગટ થાય છે!
મીઠાશ એ વાણીનું અમૃત છે. વાણીમાં ગમે તેટલું તવ ભર્યું હશે, પરંતુ માધુર્ય ગુણથી તે શૂન્ય હશે તે ભાગ્યે જ ગૂઢાર્થ ભરેલી તે વાત પણ મહત્ત્વ પામશે. વાણી સદા મીઠાશ સાથે જ પ્રભાત્પાદક બને છે. કહ્યું છે કે- “ સૂયાત્ fuષ સૂયાત ન ટૂયાત્
બિય”—તમે સત્ય બોલે, પરંતુ તેમાં પાણીનું માધુર્ય ભળેલું હોવું જોઈએ. મીઠાશ વગરનું સત્ય પણ અસરકારક બનતું નથી. જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ દૂધ વધારે સ્વાદિષ્ટ અને રૂચિકર બની જાય છે, તેમ હૃદયની મધુરતા જ્યારે વાણીમાં ઊતરે ત્યારે વાણી