________________
રરર : ભેદ્યા પાષાણુ,
ત્યાં દ્વાર
પ્રભુ મહાવીર બધી રીતે વધારે શક્તિશાળી હતા. પ્રતિકારાત્મક શક્તિના તેઓ પુંજ હતા. પ્રભુતા તેમનામાં પૂર્ણ સ્વરૂપે પ્રગટી હતી. એટલે તેમનામાં શકિતની કેઈપણ જાતની અપૂર્ણતા નહતી. પરંતુ આ રીતે જેઓ પૂર્ણતાને પામ્યા હોય છે તેમને પ્રતિકાર કરવાનું પછી કઈ જ કારણ રહેતું નથી. તેઓ તે જે સ્થિતિ અને સંગે ઉપલબ્ધ થાય છે તેને વધાવી લે છે. તેમને નથી હોતું તે અંગેનું આકર્ષણ કે નથી હોતું તેના તરફનું વિકર્ષણ. જે અસ્તિત્વને સ્વીકાર્ય હોય તે તેમને પણ મંજૂર જ હોય છે.
આપણી મૂળભૂત વાર્તા બહુ પાછળ રહી ગઈ છે. તે સંન્યાસી આશ્રમની આવી ધાંધલભરી સ્થિતિમાંથી ઊગરવા માટે ઉતાવળે થયે. સંન્યાસ જીવનમાં પણ તેને એક જાતનું સંસારનું જ સ્વરૂપ દેખાવા લાગ્યું. પરિણામે તેણે આશ્રમને પરિત્યાગ કર્યો અને હિમાલયની એકાંત ગુફામાં, શાંતિની શોધમાં, આસન જમાવી તે બેસી ગયે. આમ ઘણાં વર્ષો પસાર થઈ ગયાં. ખૂબ શાંત અને એકાંત સ્થાન હતું. તેના મનમાં થયું “હાશ! હવે સંસારથી હું છૂટ. સંસારને પડછાયે જે વળગાડની માફક મારી સાથે સાથે ભમતું હતું તેને હવે માંડ માંડ અંત આવે. હવે તેના મનમાં સંસાર છૂટ્યાને આનંદ જન્મે. કેટલી શાંતિ! કેવી શૂન્યતા! કેવું પ્રાકૃતિક સૌંદર્યભર્યું વાતાવરણ! નિસર્ગને વિવિધરંગી ઈશ્વરીય સ્વરૂપોના આવાં દર્શન મને આજ સુધી કયાંય થયાં નહોતાં. ઈશ્વરને અનુગ્રહ અને કૃપાપૂર્ણ પ્રસાદ હવે મારા ઉપર ઊતર્યો !: ગુફાનાં એકાંતમાં આ રીતે રહેતા સંન્યાસીને, કેઈના પણ સંપર્કમાં ન આવવાનાં કારણે, પિતાને શાંતિ અને સમાધિની સંપ્રાપ્તિ થઈ ગઈ છે એવી ભ્રાંતિ ઊભી થઈ!
ઘણા દિવસોના એકાંતથી પણ માણસ મુંઝાઈ જાય છે. એકની એક સ્થિતિમાં લાંબા વખત સુધી રહેવા માણસ ટેવાયેલ નથી. મનુષ્ય સ્વભાવની આ નબળાઈ તે સંન્યાસી પાસે પણ આવી ઊભી રહી. એક વખત ગુફામાં એકાંતની સાધના કરતાં અને સાધને મેળવી લેવાની ભ્રમણામાં તે ગુફામાંથી બહાર નીકળે. પાસેની કેઈ સારી એવી વસતીમાં ભિક્ષા માગવા રવાના છે. એક ગૃહસ્થને ઘેર તે ભિક્ષા માટે ગયે. તે ગૃહસ્થને એક છોકરો હતું, જે હતું તે નાને, પણ ભારે તેફાની હત. બરાબર આ જ વખતે તે છેક બારણાની સાંકળ ખખડાવી રમવા લાગે. ખરેખર તે બાળ બ્રહ્મ આ રીતે નાદ બ્રહ્મમાં લીન થયે. પરંતુ પિલા સંન્યાસીને આ નિર્દોષ અને નિષ્પાપ બાળકની સાંકળ ખખડાવવાની ક્રિયા અસહ્યા થઈ પડી. તેની અંદરની કહેવાતી આટલા વખતની શાંતિ જાણે એક સામટી પ્રતિક્રિયા કરવા ઉભી થઈ હોય તેમ ધમાં લાલચેળ થઈ તે કહેવા લાગ્ય: આ છકરે છે તે નાને, પરંતુ એની ધાંધલ ભારે ગડબડ મચાવનારી છે. ગુફામાં રહીને તેણે પિતાનું મન એટલું બધું નબળું પાડી દીધું હતું કે, બાળકની રમતને જરા જેટલે ધકકે પણ તે સહન કરી શક્યું નહિ. જરાક સાંકળને અવાજ થયે કે અંદર અશાંતિના આદેલને આંદોલિત થઈ ઊઠયાં. ગુફામાં ગયા પછી પણ સંસાર તેની સાથે ને સાથે જ રહ્યો. આવે છે આ સંસાર સાગર !