________________
જન્માષ્ટમી પર્વ : ૨૭
કૃષ્ણના જીવન સાથે જન્મથી જ જોડાયેલી એક વાત એ છે કે તેને કંસથી મૃત્યુનો ભય છે ! જન્મ પહેલાં પણ મળેલી આ ધમકી ગૂઢ અને ગંભીર પ્રતીક છે. જન્મ પછી મૃત્યુને ભય કેને નથી? જન્મ થતાંની ક્ષણેજ મૃત્યુને પ્રારંભ સંભવિત છે. જન્મની સાથેની મરણની ઘટના સંલગ્ન છે. જન્મની એક ક્ષણ પછી પણ મૃત્યુ ઘટી શકે છે. કારણ જન્મ પછી પ્રતિપળ મૃત્યુની શક્યતા છે. મૃત્યુ માટે એક જ વસ્તુ જરૂરી છે અને તે જન્મ. જન્મની બીજી જ ક્ષણે, મરણ માટે એક બાળક જેટલે ગ્ય ગણાય છે, એટલે જ સે વર્ષ સુધી જીવેલે માણસ પણ ગણાય છે. મૃત્યુ માટે બીજી કશી જ યોગ્યતા અનિવાર્ય નથી. માત્ર જન્મ એ જ મૃત્યુનું મૂળ છે. જીવન તે મરવાની એક લાંબી પ્રક્રિયા જ છે, જે જન્મની ક્ષણથી શરુ થાય છે અને મૃત્યુની ક્ષણે પર્યવસાન પામે છે.
કૃષ્ણ જીવનમાં આશ્ચર્ય અને ઐશ્વર્યનાં દર્શન સ્થળે સ્થળે થાય છે. મૃત્યુનાં વાવાઝોડાનો સામને તેમને ક્ષણે ક્ષણે કરે પડે છે. પરંતુ તેમાં તેઓ ક્ષેમકુશળ પાર ઉતરે છે અને તેને ઊની આંચ પણ આવતી નથી. મારનાર પોતે જ મૃત્યુના પંજામાં સપડાય અને તેને મૃત્યુને સ્પર પણ ન થાય, એ જ આશ્ચર્ય અને ઐશ્વર્ય ! કૃષ્ણને માટે મૃત્યુ તેિજ મરી જાય છે. મૃત્યુના બધા ઉપાયો એમની સામે નાકામિયાબ બને છે. આવા મૃત્યુંજયેના જીવનને આપણને કશો જ પરિચય નથી કે જેમનાં જીવન દ્વારે મૃત્યુ હંમેશાં હારી જાય છે. આપણું જીવન જોઈએ તે જીવંત જીવન નથી. આપણે તે જીવતાં છતાં મરેલાં જેવાં છીએ, પામર છીએ, કંગાલ છીએ, અને દુર્બળ છીએ કે મૃત્યુની એક સાધારણ થપાટ પણ આપણને બસ થઈ પડે. કૃષ્ણનું જીવન એવું છે કે જેમની પાસે મૃત્યુ વિવિધ રૂપે વિવિધ સ્વાંગમાં આવે છે, પરંતુ કૃષ્ણને તે સ્પર્શી પણ નથી શકતું. ખાલી હાથે હારીને પાછું વળે છે. આ બધાં રૂપક કથાનાં રૂપમાં ગુંથાઈ ગયાં છે. તેનું રહસ્ય માત્ર એટલું જ છે કે મૃત્યુ અનેકરૂપે માનવીને ઘેરતું હોય છે, પરંતુ કૃષ્ણ જેવી કે વિરલ વિભૂતિ જ તેમાંથી મુક્ત રહે છે અને મૃત્યુ પિતે જ પ્રતિ ક્ષણ હારતું જાય છે. અંતમાં કહીએ તો મૃત્યુ પોતે જ મરી જાય છે અને તેના બધા ઉપાયે નિષ્ફળ નીવડે છે.
આવા શ્રીકૃષ્ણના જીવનને પ્રતીક માની, આપણે બધાં આપણું જીવન સાથે સનાતનરૂપે સંકળાયેલ આ કાવ્યાત્મક કથાઓના પારમાર્થિક સત્ય સ્વરૂપને સમજવા યથાર્થ પ્રયત્ન કરીશું, તે આપણે જ નિઃશંક કૃષ્ણ થઈ શકીશું.
સમય ઘણો થઈ ગયો છે. એટલે હવે શ્રીકૃષ્ણના પરમપ્રિય સખા શ્રી સુદામાના વિશિષ્ટતમ સંબંધની સામાન્ય ચર્ચા કરી, આ વાતને સમાપ્ત કરીશ. તે મુજબ
કહેવાય છે કે કૃષ્ણ પિતાની બાલમૈત્રીનાં માધુર્યભર્યા સંબંધની યાદમાં સુદામાને કુટુંબ નિર્વાહ માટે પક્ષ રીતે જે આપ્યું, તે સુદામાની યેગ્યતા અને પ્રભુતા કરતાં વધારે હતું.