________________
૨૨૮ : મેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર દ્વારિકાધીશ પોતે સિંહાસન ઉપરથી ઊઠીને, હડી કાઢીને સુદામાને ભેટવા દોડે, માત્ર ત્રણ મૂઠી તાંદુલના બદલામાં ત્રણ લેકનું રાજ્ય આપી દે એ સાંભળીને આપણને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. આપણી શક્તિ અને ગ્યતા મર્યાદિત છે. એટલે આ અમર્યાદિત ઐશ્વર્યયુક્ત દાનની વાત આપણને મહાપ્રયાસે અને મહામુશ્કેલીથી ગળે ઊતરે છે. પરંતુ હકીકતે તો કૃષ્ણ કરતાં સુદામાનું દાન વિશિષ્ટતમ અને કિલષ્ટતમ હતું, એ સત્ય પણ સહેલાઈથી સમજાય તેવું નથી. એ સમજવા માટે તે સુદામા જેવી સ્થિતિ, અને પ્રભુપ્રેમ ભીનું ઉત્કટ પ્રેમથી સભર હૃદય જોઈએ. મુઠ્ઠી તાંદુલના બદલામાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ સાથે ત્રણ લેકનું સામ્રાજ્ય આપી દેવાની વાત વધારે પડતી લાગે, છતાં રહસ્યભરી અને જાણવા જેવી છે.
કૃષ્ણપ્રેમના પ્રતીકરૂપે પ્રેમથી ભેટ ધરવા તાંદુલ ભેગા કરવાનું કાર્ય સુદામા માટે જેટલું કઠિન હતું, તેટલું કદિન ત્રણ લોકનું સામ્રાજ્ય આપવાનું શ્રીકૃષ્ણ માટે કઠિન ન હતું. ગરીબ માણસની મરણમૂડી સમાં પાંચ રૂપિયા વિરાણી ભાઈઓના લાખ રૂપિયા કરતાં જરાયે ઓછી કિંમતના નથી હતા. એટલે ખરા અર્થમાં જોઈએ તો ખરું દાન સુદામાનું હતું. સુદામાની દારિદ્રય ભરેલી દયનીય અને હૃદયદ્રાવક ગરીબીને સાચો અને જીવંત ખ્યાલ આપણને નથી આવતું એટલે તેનાં તાંદુલની કિંમત પણ ક્યાંથી સમજાય? કૃષ્ણને તે આ મિત્ર તરફથી પ્રદર્શિત થયેલ મૈત્રી ભાવને માત્ર જવાબ હતો. જે બહુ મટે નહિ, છતાં પણ મોટામાં મોટે હેઈ શકે તેટલે!
પહાડની ખીણમાં, આપણે જ્યાં એક અવાજ કરીએ ત્યાં, તે ખીણ તે અવાજને સાતગણે કરી પ્રતિધ્વનિરૂપે પાછો વાળે છે. ખીણને આપણે અવાજની અંશમાત્ર પણ આતુરતા કે પ્રતીક્ષા ખપતી નથી. તે આપણા અવાજને જવાબ વાળવા તૈયાર નથી. છતાં પ્રતિધ્વનિ સંભળાવવાની તેની પ્રકૃતિ છે–વભાવ છે. તે ત્રણ મૂઠી તાંદુલના બદલામાં ત્રણ લેકનું સામ્રાજ્ય આપવું એ પણ ખીણની જેમ જ શ્રીકૃષ્ણને સ્વભાવ જ માનીએ. સુદામા જેવી ભક્ત અને ઉદાત્ત પ્રેમી વ્યક્તિની ભેટરૂપ અવાજના જવાબમાં, શ્રીકૃષ્ણ તે ભેટને હજારે કે લાખો ગણી કરીને, તેને સન્માનપૂર્વક જવાબ વાળ્યું હોય તો તે સ્વાભાવિક છે.
અત્રે વિચારવા જેવી એક ખાસ વાત તે એ છે કે, ગરીબ હંમેશાં માગવા જાય, પણ ગરીબ કામ તે કૃષ્ણને આપવા આવ્યો હતો. આ રંક દેવા જાય છે ત્યારે તેનાં એશ્વર્યનો જોટે જતો નથી. આનાથી ઊલટી વાત શ્રીમંતની છે-અમીરની છે. અમીર આપવા જાય, પરંતુ આપવાને બદલે ભિક્ષાવૃત્તિ કરે ત્યારે વાત જુદી જ થઈ જાય છે. સુદામાને બુદ્ધ અને મહાવીર સાથે સરખાવીએ તે સંભવ છે કે આંશિક સત્યનાં દર્શન થશે.
સુદામે ગરીબ છે અને દેવા ગયે છે. મહાવીર અને બુદ્ધ પાસે તે સામ્રાજ્ય છે, છતાં ભીખ માંગવા નીકળ્યા છે. રાજા જ્યારે ભિક્ષુક બને અને કણ કણ માટે કણસતે ગરીબ જ્યારે દાન આપવા નીકળે, ત્યારે તે અર્લોકિક ઘટના લેખાય છે. સામાન્ય રીતે અમીર આપે અને ગરીબ