________________
૨૨૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
આ કારણે હિન્દુ સમાજમાં બાકીના બધા અવતારો અંશાવતારે છે પણ પૂર્ણાવતાર તે માત્ર કૃષ્ણ જ છે. પૂર્ણાવતાર માનવા પાછળનું રહસ્ય એ છે કે, કૃષ્ણનાં જીવનમાં એક સંગીત, એક સ્વર અને એક અપૂર્વ આનંદ તેમજ અલૌકિક નૃત્યનાં દર્શન થાય છે. જીવનની પૂર્ણતા જ્યારે કેઈ એક વ્યકિતમાં સેળે કળાએ ખીલે છે, ત્યારે તેમાં અનેક વ્યકિતઓ એક સાથે ફલિત થતી દેખાય છે. તેમની અસંગતિઓમાં એકસંગતિ હોય છે, અનેક વિસંવાદમાં પણ વાદિતા હોય છે અને વિવિધ વિધિમાં પણ એક અવિરોધ હોય છે.
કૃષ્ણના સમગ્ર જીવનના નિષ્કર્ષ રૂપે તેમનાં જીવનના આ માધ્યમને જે યથાર્થ ખ્યાલ આવી જાય, તે કૃણ સંબંધમાં જે પાયાની ગેરસમજણ અને ભૂલે થાય છે તે ન થાય. કૃષ્ણના જીવનમાં રહેલી એજ્ય અને સમાનતાની પારમાર્થિક દષ્ટિ જે યથાર્થ રૂપે આપણામાં જન્મે તે કૃણને સમજવામાં તેને અન્યાય થવાનો ભય ન રહે. હવે એમનાં જીવનની વિશિષ્ટતાઓ અને રહયે પણ સમજવા જેવાં છે. અત્રે તેને સમજવા યત્કિંચિત્ પ્રયત્ન કરીએ. તળુસાર કૃષ્ણને જન્મ અંધકારપૂર્ણ રાત્રિમાં થયે. કૃષ્ણ તે એક પ્રતીક છે. બધાંને જન્મ અંધકારભરી રાત્રિમાં જ થાય છે. આપણા જ જન્મની વાત નથી, જગતની કઈ પણ વસ્તુ પ્રકાશમાં જન્મતી નથી. એક બીજ પણ અંકુરિત કે પ્રસ્કુરિત થાય છે તે તે પણ પૃથ્વીના અંધારાભર્યા પેટાળમાં જ જમે છે. જન્મ સદા અંધારામાં થાય છે અને ફૂલ સદા પ્રકાશમાં જ ખીલે છે.
પ્રકૃતિની આ રહસ્યભરી પ્રક્રિયા છે કે જન્મ સદા અંધારામાં જ સંભવિત બને છે. આ તે સ્થૂલ જન્મ, કે જેને આપણે જન્મના નામે સ્પષ્ટરૂપે ઓળખીએ છીએ તેની વાત થઈ, પરંતુ જ્યારે જ્યારે કઈ પણ વસ્તુને જન્મ થાય છે, ત્યારે તેનાં મૂળે સઘન અંધકારમાં જ હેય છે. ભલે પછી તે કાવ્યને, સંગીત, ચિત્રને, શિલ્પ, ધ્યાનને કે સમાધિનો, ગમે તેને જન્મ કેમ નથી હોતો ! જ્યાં પ્રકાશને પહોંચવાને કશોજ અવકાશ નથી, જગતને કહેવાત પ્રકાશ જ્યાં પ્રવેશ પામી શકતું નથી, તે મનના અતલ ઊંડાણમાંથી તેને જન્મ થાય છે. જન્મ માટેની આ સામાન્ય અને સાર્વજનિક પ્રક્રિયા છે.
કૃષ્ણને જન્મ કારાગૃહમાં થાય છે તે પણ એક પ્રતીક છે. કને જન્મ કારાગૃહમાં નથી થત? જન્મ જ એક બંધન ઊભું કરે છે. જન્મથી એક લક્ષ્મણરેખા બંધાઈ જાય છે અને સીમા નિત થઈ જાય છે. શરીરનાં એકઠામાં પૂરાઈ-બંધાઈ જવું એથી બીજું મેટું બંધન આત્મા માટે કેઈ નથી. આત્માનું મોટામાં મોટું જેલખાનું શરીર છે. આવાં આધ્યાત્મિક રહસ્યને એતિહાસિક ઘટના માની લેવામાં આવે ત્યારે તેની પરમ કાવ્યાત્મકતા અને આધ્યાત્મિકતા ભૂલાઈ જાય છે. હાં મૃત્યુની અંતિમ ક્ષણે જે આ કારગૃહમાંથી સદાને માટે મુક્તિ મળી જાય, તે જીવનની યાત્રા સફળ અને સાર્થક થઈ જાય. પરંતુ મૃત્યુ સદા સર્વદા મુક્તિ દાયક નીવડતું નથી. જેમ જન્મ બંધનમાં થાય છે તેમ સંભવ છે કે મૃત્યુ પણ કારાગૃહને એક ભાગ કે નવા કારાગૃહના નિર્માણની માત્ર ભૂમિકા જ હોય !