________________
૨૧૬ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર
નિકારણ મૂંઝાઓ છે. તે ભિક્ષુની ચિંતામાં તમે તમારી સાધના શા માટે ભૂલી જાઓ છો ? તમે તે ભિક્ષુમાં ઉત્સુક છે કે વેશ્યામાં ? જો તમે ભિક્ષુ માટે ઉત્સુક હશે અને તેની સાધના ભ્રષ્ટ થવાની તમને ચિંતા હશે તે પણ તમને તેનાથી કઈ નુકસાન થવાનું નથી. કદાચ ભિક્ષુ સાધનાથી ભ્રષ્ટ થશે તે તે થશે, ગુમાવશે તે તે ગુમાવશે, બૂડશે તે તે બૂડશે, તમે નિષ્કારણ પરેશાન શા માટે થાઓ છે ? તેને માટેની તમારી આટલી આતુરતા શા માટે છે?'
કહેવાય છે કે ચાર માસ પછી તે ભિક્ષુક બુદ્ધનાં ચરણમાં ઉપસ્થિત થયે. પરંતુ જ્યારે તે આવ્યા ત્યારે તે એકલે નહે. તેની સાથે એક ભિક્ષુણી હતી. વેશ્યા જ્યારે પિતાની કઈ કળા તે ભિક્ષુ ઉપર ન અજમાવી શકી ત્યારે ભિક્ષુએ પિતાની અધ્યાત્મ સાધનાની કળા, ધર્મકળા તે વેશ્યા પર અજમાવી અને પરિણામ સ્વરૂપ તે વેશ્યાનું જીવન પરિવર્તન થઈ ગયું. તે વેશ્યા મટી ભિક્ષુણી બની ગઈ. વાત પણ સાચી છે “ચ્છા જા જા નિણાર–
ધર્મની કળા બધી કળાને જીતવાનું અસાધારણ સામર્થ્ય ધરાવે છે. આત્મમૂલક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી પડવાનાં ભયસ્થાને ભાગ્યે જ હોય છે. શરીરમૂલક દૃષ્ટિના જગતમાં જ ચડવા-પડવાના, ડગલે અને પગલે ભયસ્થાને છે. શરીરનાં સંયમમાં પણ જે આંતરિક રહસ્ય યથાર્થ રીતે સમજાઈ જાય તે એક નવી દિશાનું પાનું ઊઘડી જાય. આજે આપણને “આ મારું શરીર છે આ જાતની જે એક અલગ લાગણીને અનુભવ થાય છે અને સમાષ્ટિ કે શુહ અસ્તિત્વથી તેને સ્વતંત્ર અને પૃથફ જોવાની જે આપણી દષ્ટિ છે તેના મૂળમાં રાગભાવની મમતામૂલક વૃત્તિ છે. આ મમતામૂલક વૃત્તિ જ પાર્થ કયની સુષ્ટિ રચે છે. આ વૃત્તિ જ અસીમને સ્પર્શવાથી આપણને દૂર રાખે છે.
બ્રહ્મના શરીરને ઉપલબ્ધ થવું અથવા પિતાના શરીરને ભૂલી જવું એ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. જે વ્યક્તિ પિતાના શરીરની સીમાઓ ભૂલી જાય છે તે બ્રહ્મના શરીરના સ્મરણથી ભરાઈ જાય છે. મારાપણાને ભાવ જે “આ મારૂં શરીર છે તે ત્યાં સુધી છે જ્યાં સુધી મારાપણાની ભાવના છે. મારાપણાની ભાવના છે ત્યાં સુધી જ શરીર છે. આ મારાપણાની ભાવના શરીર સુધી જ સીમિત ન રહેતાં ક્રમશ: વધતી જાય છે અને તે એટલી હદે વર્ધમાન થઈ જાય કે તે આખા બ્રહ્માંડને ઘેરી લે છે. બ્રહ્માંડની સાથે એકરૂપ થઈ જાય તે પછી જે છે તે બધું મારું જ શરીર છે એમ દેખાવા લાગે છે.
ખરેખર તે બધું શરીર જ છે પરંતુ આ વિષે આપણી એક ભ્રાંતિ છે એ પણ સમજવા જેવી છે. આપણું શરીર કયાં સમાપ્ત થાય છે? જે ચામડી ઉપર આપણે આપણા શરીરની સમાપ્તિ માની બેઠા છીએ તે ચામડી હવા વગર એક ક્ષણ પણ જીવી શકે નહિ. એટલે ચારેકેર હવાની જે પર્ત છે તે આપણી ચામડીને એક ભાગ છે. બસ માઈલ સુધી પૃથ્વીની ચારેબાજુ હવાની પર્તા છે. પરંતુ જે તેની ચારે બાજુ સૂર્યનાં કિરણની જાળ ન હોય તે તે હવાની પ પણ