________________
તલવારની ધાર : ૨૧૫ ચેષ્ટાઓમાં ન તે સાધુએ કે ઉત્સુકતા બતાવી કે ન કોઈ તેને મને રસ બતાવ્યું. પોતાની નીરસતાનું દર્શન કરાવવા તેણે પિતાની આંખે પણ બંધ ન કરી. તેની દરેક ક્રિયાઓનો તે ઉદાસીન સાક્ષી જ બની રહ્યો. તે જાણતું હતું કે વેશ્યાની ક્રિયાઓમાં જેમ રસ બતાવવા જતાં કેન્દ્રમાં વેશ્યા જ આવીને ઉભી રહેશે, તેમ નીરસતા બતાવવા જતાં પણ મનના જગતમાં તે જ આવીને ઊભી રહેશે.
આ સત્યને યથાર્થ રીતે સમજવા એક નાનકડે દાખલો લઈએ. તમે સૌ ગૃહસ્થ છે. તમારે મન પૈસાની ખૂબ કિંમત છે. રેજ તમારી તિજોરીના પૈસા ગણી તમે મનમાં એક પ્રકારને સંતોષ અનુભવે છે. તમારે મન પૈસા અસાધારણ વસ્તુ છે. એ જ રીતે એક ત્યાગી કે જેણે લાખોની સંપત્તિને લાત મારી ત્યાગને માર્ગ સ્વીકાર્યો છે, તે જ્યારે પિતાના ત્યાગને અહંકાર કરવા લાગે અને કહે કે, હું કઈ હાલીમવાલીની સ્થિતિમાંથી દીક્ષિત નથી થયે, લાખની સંપત્તિને હું માલિક હોવા છતાં મેં તેને ત્યાગ કર્યો છે ! આમ ત્યાગ કર્યા પછી પણ જે સંપત્તિની સ્મૃતિ તેના મનમાં રહી જતી હોય, તે સાધારણ ગૃહસ્થી અને ત્યાગીમાં ફેર નથી. તિજોરીને પૈસા ગણતાં જેમ તમારા મનમાં લક્ષ્મીનું કીમતી અને માનભર્યું સ્થાન છે તેમ ત્યાગ કરેલ ત્યાગીના મનમાં તે જર જવેરાત અને પૈસાની સ્મૃતિ છે. જે ત્યાગીને સ્મૃતિ કેન્દ્રમાં જરજવેરાત અને પૈસેજ રહે, તે ત્યાગી અને ગૃહસ્થીમાં ફેર શું? ગૃહસ્થનાં મનમાં જેમ કેન્દ્રમાં પૈસે છે તેમ ત્યાગીનાં માનસમાં પણ પૈસાની મમતા છે. જે તે બન્ને વચ્ચે કઈ પ્રત્યક્ષ ફેર જોઈ શકાતે હોય તો તે આટલો જ છે કે, ગૃહસ્થ પિતાની રીતે પિતાના સીધા પગથી ચાલી રહ્યો છે અને ત્યાગી શીર્ષાસનથી ચાલવા પ્રયત્નશીલ છે. ગૃહસ્થને તે પિતાના પરિગ્રહના પાપ વિષે કયારેક પણ જાગૃત થવાને અવકાશ રહે છે, પણ ત્યાગીને ત્યાગના સ્વાંગમાં, તે વિષે વિચાર કરવાને પણ અવસર સાંપડતું હશે કે કેમ, તે એક પ્રશ્ન છે. સ્થૂલ ભૂમિકાએ વૈભવના ત્યાગે તેની માનસિક સૃષ્ટિમાં વૈભવની કિંમત વિષે સક્રિયતા જન્માવી છે.
કથા હજુ આગળ ચાલે છે. વર્ષાવાસ આનંદથી પસાર થઈ રહ્યો છે. અન્ય ભિક્ષુઓ પરેશાન, ચિંતિત, અનાશ્વસ્ત અને સંદેહશીલ છે. રેજ નવી નવી ખબરે તેઓ લાવે છે અને ભગવાન પાસે રજુ કરે છે : “પ્રભુ ! ખબર છે આપને કે આજે તે ભિક્ષુ અર્ધનગ્ન વેશ્યાને નાચ તે હતે? કઈ કહેતા : “પ્રભે ! વેશ્યા તેને રેજ વિવિધ પ્રકારના મેવા મિષ્ટાને ખવરાવે છે અને ભિક્ષુ પણ કોઈ જાતની આનાકાની કર્યા વગર તે પ્રેમથી ખાય છે. તે વળી કઈ કહેવા લાગતા : “ભગવન્! વેશ્યા તેને જાતજાતનાં સુંદર રેશમી વસ્ત્રો આપે છે અને ભિક્ષુ તેને આનંદથી સ્વીકાર કરે છે. વળી કેઈક તેજોષિથી ગર્જી ઊઠતાઃ “નાથ ! શાસનની બધી મર્યાદાઓ ભ્રષ્ટ થઈ રહી છે. નિયમે નષ્ટ થઈ રહ્યા છે.
ભગવાન બુદ્ધ આ બધાની વાત ખૂબ શાંતિથી સાંભળે જતા હતા પણ તેઓ તે ભિક્ષને માટે બિલકુલ નિશ્ચિત અને સંપૂર્ણ આશ્વસ્ત હતા. તેઓ સોને એકજ જવાબ આપતા : “તમે