________________
કામ એ જ રામ ઃ ૧૬૫
છીએ અને તે ઉપદ્રવ કરવા જઈ રહ્યો છે !' અને પછી ડાયાજનીજે સિક ંદરને કહ્યું : 'જો તારું અંતિમ ધ્યેય વિશ્રાંતિનું જ છે તો પછી શા માટે આ બધા ઉપદ્રવામાં પડે છે? આવ, આ નદીને કાંઠે આળાટ, અને આનંદ કર! અહીં ઘણી જગ્યા છે. આપણે બધા સહેલાઇથી સમાઇ જઇશુ. સિક ંદર ! આ બધું કર્યા પછી પણ જો છેલ્લા ઇરાદો આરામના જ છે, તે આ ક્ષણથી જ આરામ કરવા માંડ ! હું પણ આરામ કરી રહ્યો છું, તું પણ આવી જા !’
સિકંદરે જવાબ આપ્યાઃ તમારી વાત તે યુતિસંગત લાગે છે, પરંતુ હમણાં મારા મનમાં વિજયની આકાંક્ષા છે, તેની ધૂન છે. એ ધૂનને પૂર્ણ કર્યા વિના મારે માટે વિશ્રાંતિ સંભવિત નથી. વિશ્વ પર મારી સાવભૌમ સત્તા થઈ જાય એવી મારી મહત્વાકાંક્ષા છે. એ મહત્વાકાંક્ષાને પૂર્ણ કર્યા વગર, વિશ્રાંતિના આનંદની સમીચીન અનુભૂતિ મારે માટે કદાપિ
શકય નથી.’
ડાયેાજનીજે કહ્યું: વિજય અને વિશ્રામને શા સંબંધ છે ? કેઇને જીત્યા વગર જ અમે તા વિશ્રામ કરી રહ્યા છીએ, વિશ્રામ માટે જીત અનિવાય નથી.'
સિક દરે જવાબ વાળ્યોઃ ‘તમારી વાત હૃદયમાં ઊતરે તેવી છે ખરી, હું મારા અભાપ્સિત આદર્શની યાત્રાને માટે પ્રસ્થાન કરી ચૂકયા છુ; યાત્રા પૂરી કર્યા વગર પાછું વળવુ મારે માટે શકય નથી.’
ડાચાજનીજ ફરી હસવા લાગ્યા અને હસતાં હસતાં એલ્યુંઃ આજ સુધી કોની યાત્રા પૂરી થઇ છે? મનની આકાંક્ષાએ મનમાં જ રહી જતી હેાય છે. સહુના મનના મનેરથા અધૂરા જ રહી જતા હાય છે. કોઈ જ પોતાના મનની ઇચ્છાઓ, આશાએ કે અરમાનાને પરિપૂર્ણ કરી શકયું હાય એમ જાણ્યું નથી.'
બન્યું એમ જ. હિંદુસ્તાનથી પાછા ફરતાં સિક ંદર યુનાન પહોંચે તે પહેલાં જ, માગ માં તેનું અવસાન થયું. વિશ્વને વશવર્તી કરવાની તેની બધી આશાઓ અને આકાંક્ષાઓ ધૂળમાં
મળી ગઈ.
જગતમાં પણ આમ જ બને છે. માણસ ભવિષ્યના સુખનાં સ્વપ્ના સેવે છે, તેની કલ્પનાઓમાં રાચે છે અને વર્તમાન કાળના આનંદને ફગાવી દે છે. ભવિષ્યનાં સુખ માટે રાતહિવસ ફાંફાં મારે છે. ભૂખ, તરસ, ઊંઘ, કઈ જ જોતા નથી. રાલીએ ભેગી થઈ જાય છે પરંતુ ખાવાનો સમય મળતા નથી. સુદર શય્યાએ છે, પરંતુ ઊંઘ ઊડી ગઇ હાય છે. સુખને મેળવવા માટેની તેની આવી અવિશ્રાંત ઢટ તેને જપીને બેસવા દેતી નથી.
હું તમને પૂછું છું કે તમે જે દોડાદોડ કરી રહ્યા છે અને કયાંય અટકતા નથી, તે શું આ બધું જીવવા માટે તમે કરી રહ્યા છે કે આ બધું કરવા માટે તમે જીવી રહ્યા છે ?