________________
હું અને મારાપણું : ૧૯૭
કદી પણ અહંનું સર્જન થવા દેશે નહિ. માણસ સંગ્રહ કરવામાં કદી પણ સર્વાધિક કુશળ પ્રાણ છે જ નહિ. માણસ કરતાં પણ સંગ્રહ કરવામાં વધારે કુશળ પ્રાણુઓ જગતમાં છે. દાખલા તરીકે સાઈબિરિયામાં એક સફેદ રીંછની જાત હોય છે. તેની સંગ્રહ કરવાની કુશળતા અજબ છે. સાઈબિરિયામાં લગાતાર છ માસ પર્યત બરફ પડે છે. આવા સગોમાં જ્યારે માણસજાતને બચવું પણું ભારે મુશ્કેલ થઈ જાય છે ત્યારે આ સફેદ રીંછ બચી જવા પામે છે. તેની સંગ્રહ કરવાની કળા વિચિત્ર છે. તેની પરિગ્રહ વધારવાની પ્રક્રિયા જુદી જાતની છે. તે આપણી માફક વસ્તુઓને સંગ્રહ નથી કરતું, પણ ચરબી જ ભેગી કરે છે. શરીરમાં ચરબી વધારતું જ જાય છે. આટલી બધી ચરબી તે એટલા માટે ભેગી કરે છે કે જ્યારે છ મહીના સુધી લગાતાર બરફ પડે એટલે બરફના થર જામી જાય છે અને તે બરફની નીચે આ રીંછ પણ દબાઈ જાય છે. બરફમાં દબાયેલું તે ખાય શું? એટલે તે વખતે પોતે સંગ્રહીત કરેલી પિતાના શરીરમાંની ચરબીને તે ખાય છે, અને આમ પિતાનાં જીવનને ટકાવી શકે છે. તમે જે વસ્તુ કે સંપત્તિને સંગ્રહ કરે છે, તે વસ્તુ કે સંપત્તિના રક્ષણ માટે તિજોરી કે એવાં કઈ બીજા સાધનો તમે ઉપયોગ કરે છે. વસ્તુઓ સંઘરી રાખી હોય અને પછી વેંચવા કાઢે, ત્યારે બજારમાં ભાવ ન આવે તે તે સંગ્રહ પણ દગા રૂપ બને છે. પણ તમે જોયું કે તે સફેદ રીંછ સંગ્રહ કરવાની કળામાં તમારા કરતાં પણ વધારે કુશળ અને આગળ પડતું છે.
આખું જગત સંગ્રહ કરે છે. સંગ્રહ કરવા માત્રથી તમે એમ ન માની લેશે કે સંગ્રહ આપણે માત્ર માણસે જ કરી શકીએ છીએ. બાળકને જન્મ થાય તે માનાં સ્તનમાં સ્વભાવત: દૂધ આવી જાય છે. જેમ બાળક જન્મે છે તેમ તેની સાથે દૂધને પણ જન્મ થઈ જાય છે. બાળક જેમ જેમ મેટું થતું જાય છે અને તેને દૂધની જરૂરિયાત નથી રહેતી ત્યારે માના સ્તનમાંથી ધાવણ પણ અદ્રશ્ય થતું જાય છે. એટલે બધું નિસર્ગગત છે. સંગ્રહવૃત્તિ પણ નૈસર્ગિક છે. ઈશાવાસ્યનું સૂત્ર કહે છે કે બધું પરમાત્માનું છે. પરમાત્માના નામથી ચમકી જતા નહિ. વ્યાકરણશાસ્ત્ર મુજબ તે “સ ફા: જઈ વાજા:” એટલે બધા શબ્દ બધા અર્થોના વાચક છે. કેઈ શબ્દ કઈ ખાસ અર્થમાં નિયત નથી. શબ્દ બ્રહ્મનું જ બીજું સ્વરૂપ છે. “ફા હૈ કહાં આ કથન મુજબ બ્રહ્મ જેમ વ્યાપક છે, અનંત છે, અસીમ છે, તેમ શબ્દ પણ અક્ષર છે, અનંત છે, અસીમ છે. બ્રહ્માના ગુણધર્મો જે શબ્દોમાં ન હોય, તે શબ્દ બ્રહ્મનું સ્વરૂપ કેમ બની શકે? હા, દેશ કાળ અને રૂઢિ ને અનુસરી, તે તે ક્ષેત્ર અને કાળને અનુલક્ષી, તે તે ઠેકાણે અને તે તે સમયે, તેને અમુક નિશ્ચિત અર્થે રૂઢ થઈ જાય છે અને તે રીતે તે
વ્યવહારસાધક બને છે તે વાત જુદી છે. એક દેશમાં એદનને અર્થ ભાત થાય તે એ જ શબ્દને બીજા ક્ષેત્રમાં એર અર્થ પણ થતું હોય છે. એટલે આપણે શબ્દના જે અર્થો જાણતાં હોઈએ તેને જ સંપૂર્ણ માની વ્યાપેહબુદ્ધિ થઈ જવાની જરૂર નથી. તેમ કરવાથી ઘણી સમજવા જેવી વાતે, મર્મો કે રહસ્યને સમજ્યા વગર આપણે રહી જશું.