________________
મીઠે આવકાર : ૨૦૭ ભગવાન બુદ્ધે કહ્યું: “હું ખરેખર પૂછું છું. તમારે બીજું કંઈ કહેવું છે?? થુંકનારે કહ્યું: “મેં તે આપને કશું જ કહ્યું નથી. માત્ર આપના ઉપર થૂક છું.'
ભગવાન બુદ્ધે કહ્યું “ખરી વાત છે કે, તમે મને કાંઈ કહ્યું નથી, માત્ર ઘૂંકયા જ છો; પરંતુ ઘૂંકવાની આડમાં તમે કંઈક અવશ્ય કહેવા ઇચ્છતા હશે. કેમકે ઘૂંકવું એ પણ કંઈક કહેવાની એક પ્રકારની ચેષ્ટા છે. સંભવ છે કે તમને મારા ઉપર એટલે બધે ક્રોધ ચડ હોય કે જેથી તમારે મને જે કહેવું હતું તે શબ્દોથી નહિ પણ આમ ઘૂંકીને કહ્યું હોય !”
કેટલીયે વાર ભાવની અભિવ્યક્તિમાં શબ્દો નબળા સિદ્ધ થાય છે. એટલે ભગવાન બુદ્ધ કહ્યું “હું પણ કેટલીક વાર કેટલીક વાતે શબ્દોથી કહી શકવામાં અસમર્થ બનું છું ત્યારે તેને શબ્દોથી કહેવાનો પ્રયત્ન કરતો નથી. શબ્દોથી કહેવા જતાં તે વાતે પ્રાણશૂન્ય બની જાય છે. એટલે આવા પ્રસંગમાં શબ્દોને બદલે હું ઈશારાને આશ્રય લઉં છું. હું માનું છું કે, તમે પણ મારી જેમ આવા જ એક પ્રકારના ઈશારાનો આધાર લીધે છે. મને લાગે છે કે, આ સત્ય હું બરાબર સમજી શક્યો છું.
તે માણસે કહ્યું: “આ૫ મારે ભાવ સમજ્યા જ નથી. મેં તો માત્ર કંધની અભિવ્યક્તિ કરી છે.
ભગવાન બુદ્ધ કહ્યું: “હું તમારી માનસિક ભૂમિકાને બરાબર સ્પર્યો છું. તમારા ઘૂંકવામાં તમારે ક્રોધ ભારેભાર વ્યક્ત થતો હતે તે વાત મારી જાણ બહાર નથી.”
માણસે કહ્યું તે ક્રોધને જવાબ તમે ક્રોધથી કેમ નથી વાળતા ? ભગવાન બુદ્ધ કહ્યું: “તમે મારા માલિક નથી; અને હું તમારે સેવક નથી કે તમે કહે તેમ મારે કરવું. તમે ક્રોધ કર્યો, ઘૂંકીને તેની અભિવ્યક્તિ કરી, એટલે તમારી ચેષ્ટાથી ઉશ્કેરાઈને હું પણ કેધ કરું, તે એને અર્થ એ છે કે હું તમારે ગુલામ થઈ ગયે. હું તમારે અનુસર્તા કે અનુયાયી નથી. તમે કોધ કર્યો એ તમારી ઈચ્છાની વાત હતી, મારે શું કરવું તે મારી ઈચછાની વાત છે. તમારી જેમ જ મારે પણ વર્તવું મારે માટે અનિવાર્ય કે આવશ્યક નથી.”
ભગવાન બુદ્ધને આવો જવાબ સાંભળી તે માણસ આગળ કાંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલે ગયે. પણ પોતે કરેલા અવા દુષ્ટ વર્તનને તેના મનમાં ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો. બીજા દિવસે તે માફી માગવા આવ્યા અને બેઃ “માફ કરે, પ્રભે ! મારી ભૂલ થઈ ગઈ. આમ કહી, તે ભગવાન બુદ્ધનાં ચરણોમાં માથું મૂકી રડવા લાગ્યો. તેની આંખમાંથી આંસુઓની ધારા ચાલી. ભગવાનનાં ચરણોમાં માથું મૂકીને આંસુ સારતે તે એમને એમ કયાંય સુધી પડી રહ્યો. પછી જ્યારે તે થોડો સ્વસ્થ થયો ત્યારે ભગવાન બુદ્ધ તેને પૂછયું: “તમારે બીજું કંઈ કહેવું છે ?”