________________
૨૧૦ : લેવા પાષાણ, ખેલ્યાં દ્વાર અને ઠારવાનું કાર્ય હું જાતે જ કરું છું. ખરી રીતે ગળે કંઈ જ કરી શકતું નથી. સ્વીચ ઉપર કરતાં તે પ્રકાશિત થાય છે અને સ્વીચ નીચી કરતાં તે ઠરી જાય છે. આ જ રીતે કેઈ આપણને ન કહેવાના શબ્દો કહે ત્યારે આપણાથી ઉત્તર અપાઈ જાય છે. એ વખતે તે આપણું હાથની વાત નથી રહેતી. આપણે હજારે પ્રયત્ન કરીએ, કદાચ મેઢામાં આવેલા શબ્દોને અટકાવી પણ લઈએ, છતાં મને જગતમાં તેના તરફ ગાળે ફેંકાઈ જ ગઈ હોય છે. તે વખતે તે આપણા વશની વાત રહેતી નથી. આપણે સ્વીચના આપણે માલિક રહેતા નથી. એની ઉપર નીચે કરવાની ચાવી કોઈ બીજાના હાથમાં આવી જાય છે. આપણે તે નિર્જીવ ગળાની માફક યંત્રવત્ તેને અનુસરનારા જ બની જઈએ છીએ. આ આપણું પ્રતિકર્મ છે.
અકર્મ તે એના કરતાં પણ કિલષ્ટતમ છે. આપણી સમજ બ્રાંતિઓથી ભરેલી છે. એટલે પ્રતિકર્મને પણ કર્મ માની લેવાની અને કર્મયતાને અકર્મ માની લેવાની ભૂલમાં આપણે પડી જતાં હોઈએ છીએ. કોઈ પણ શારીરિક ક્રિયાઓને અટકાવવી છે તેવા કાર્યોમાંથી નિવૃત્તિ મેળવવી, એટલે અકર્મની દિશામાં આપણે પ્રગતિ કરી છે એમ માની શકાય નહિ. શારીરિક રીતે, તેવા બધા વ્યાપારથી આપણે અટકી પણ જતાં હોઈએ, છતાં તેથી આપણને અકર્મના આદર્શની ઉપલબ્ધિ થતી નથી. ઈન્દ્રિઓના સ્થૂલ વ્યાપારને રોકી દેવા માત્રથી મને જગતના વ્યાપારે અટકી જતા નથી. ખરી રીતે તે બહારના જગતની સ્થૂલ ક્રિયાઓ અટકાવવા જતાં માનસિક જગતની ક્રિયાઓ વધારે સઘનતાપૂર્વક સક્રિય થઈ જાય છે.
બાહા જગતમાંથી પિતાના કાર્યના વિસ્તારને અટકાવવા જતાં અંદરના જગતમાં વધારે સૂમ કાર્યોની જાળને પ્રારંભ થઈ જાય છે. દાખલા તરીકે, રાતમાં આપણે ઊંઘમાં આરામમાં હોઈએ ત્યારે આપણને એમ લાગે છે કે, આપણે અકર્મના જગતમાં પ્રવેશ કરી ગયા છીએ. પરંતુ ખરી રીતે જોતાં, ઉપર ઉપરથી દેખાતા આ અકર્મમય જગતમાં, દિવસભર કરેલાં કાર્યો કરતાં પણ વધારે સૂમ કાર્યોનું જગત ક્રિયાત્મક થઈ જાય છે. દિવસમાં જે કાર્યો આપણે નથી કરી શક્યાં તે બધાં કાર્યો રાત્રે સ્વપ્નાંઓમાં વધારે રસપૂર્વક અને સરળતાથી આપણે કરીએ છીએ. સારી રાત આપણી ચેતના ગહન કર્મમાં પ્રવૃત્ત રહે છે. એટલે જ્યાં સુધી કર્મની વાસના લુપ્તપ્રાયઃ ન થાય, મન ખરી રીતે પ્રશાંત અને શૂન્ય ન બની જાય, અમન અથવા નિર્વિચાર સમાધિ ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી સ્થૂલ ક્રિયાઓને આપણે ત્યાગ કર્યો હશે છતાં માનસિક જગતનાં સૂવમ તરંગે આપણને અદેશિત કર્યા વગર રહેશે નહિ. ત્યાં સુધી અકર્મના જગતમાં પ્રવેશ મેળવ પણ આપણે માટે અશકય છે. અકર્મનું જગત એક કાંતિપૂર્ણ ઘટના છે અને તે અસામાન્ય સાધનાને આભારી છે.
શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીની સાધના પણ આવી જ અસામાન્ય છે. પ્રતિકર્મ તેમને માટે અશક્ય બન્યું છે. કોઈ પણ ઘટના તેમના અંતરમાં આંદોલન કે પ્રત્યાઘાત