________________
૨૧૨ : ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર
બધાં તે રૂપાન્તરે છે. બિહારમાં તે વળી આજે પણ ઘાસ પાથરવાની પદ્ધતિ પ્રચલિત છે. સંથારાના પાઠમાં દર્શાદિક સંથારે સંઘરીને જે કહેવામાં આવેલ છે તેનાથી પણ નિર્દોષ ઘાસના આસનની વિશિષ્ટતા જૈન સાધુઓ માટે પારંપરિક છે. સાધુ પુરુષે બીજા પાસેથી પણ કશી જ અપેક્ષા રાખતા નથી. આ તે સમાનતામાં આવેલા ઉમળકાના પ્રતીક રૂપે આવકારનું મીઠું રૂપક બતાવેલ છે.
તલવારની ધાર
આપણે ત્યાં મુનિ શ્રીસ્થૂલિભદ્ર અને કેશા વેશ્યાની કથા પ્રચલિત છે. આ આખી કથા તમે સહુએ ઘણીવાર સાંભળી હશે. સાધુઓને વેશ્યાઓના વાડા તરફ જવાની પણ મનાઈ હોય છે. ત્યારે મુનિ સ્થૂલિભદ્રજીને વેશ્યાને ત્યાં ચાતુર્માસ માટેની અનુમતિ મળી, આ જેવી તેવી વાત નથી. આ વાતથી સામાન્ય માણસે તે આશંકિત બને એ સ્વાભાવિક છે, પરંતુ સાધુઓ પણ સંક્ષુબ્ધ બની જાય તેવી આ વાત છે. આ આખી કથાની ફલશ્રુતિ અને નિષ્કર્ષ આપણે જાણીએ છીએ, તેથી આ વાતથી આજે આપણને જરાપણ આશ્ચર્ય થતું નથી. પરંતુ તે સમયમાં જ્યારે લોકોએ આ વાત જાણી હશે ત્યારે તેમને કે આંચકે લાગ્યું હશે, કેવા ગંભીર પ્રત્યાઘાત તેમનાં માનસ પર પડ્યા હશે, તે પણ આપણે સમજી શકીએ તેવું છે. વેશ્યા અને સાધુ સૌના વિચારોનું કેન્દ્ર બની ગયાં હશે. બન્ને તરફ અધ્યાત્મમૂલક પવિત્ર લાગણી જન્મવાને બદલે શંકા, ભય, અને તિરસ્કારની લાગણી જન્મી હશે. આમ બને તે સ્વાભાવિક પણ છે. તેમાં કશું જ આશ્ચર્ય કે કુતૂહલ કરવા જેવું નથી.
તમારામાંના દરેકે આ વાત સાંભળી છે એટલે હું તે કહેતો નથી. પરંતુ આજ વાર્તા સાથે સામ્ય ધરાવતી, એવી જ એક બીજી કથા હું આજે તમને કહીશ, જે સાંભળીને તમારા માનસમાં મુનિ શુલિભદ્રજીનું ચિત્ર અવશ્ય ખડું થશે ! આશંકાઓના આ જગતમાં પિતાના આગવા અસ્તિત્વને મિથ્યા આવરણામાંથી તારવી, સત્ય પિતાની ઓજસભરી ધારાને અસરકારક પ્રભાવ કે ઉપજાવી શકે છે, તેનું સ્પષ્ટ ચિત્ર પણ આ કથા તમારી સામે મૂકી દેશે !
બુદ્ધના એક ભિક્ષુને, એક ગામની એક વેશ્યાએ, ચાતુર્માસ માટે આમંત્રણ આપ્યું. આમંત્રણ આપતાં વેશ્યાએ જણાવ્યું : “આ વર્ષાવાસમાં ચાર માસ માટે મારે ત્યાં જ રોકાઈ જાઓ. આપનાં સાંનિધ્યથી મારું મન ખૂબ સંતોષ અને આનંદ અનુભવશે.”
સાધારણ કટિને સાધુ હેત તે આ જાતના નિમંત્રણથી આશ્ચર્ય પામત. આ પ્રકારનાં નિમંત્રણથી તે ભારે મૂંઝવણમાં પડી જાત. વેશ્યાને ત્યાં ચોમાસાની વાત જ કેટલી વિસંગત અને અપવાદ ભરેલી હતી ! વેશ્યા પણ પિતાનું આ નિમંત્રણ સાધુ સ્વીકારશે કે નહિ તેના