________________
મીઠા આવકાર : ૨૦૯ કમ –અકમ વિષયક સમજણુ છે તેનાથી એકાંત ભિન્ન ક–અકમ વિષયક શ્રીકૃષ્ણની સમજણુ છે. અન્યથા કર્મ અકર્માંની સમજણને તેમણે આટલી બધી ગૃઢતાપૂર્ણ અને તાત્ત્વિક ગણી ન હેાત.
જ્યારે કોઈ માણસ આપણા કાનને, હૃદયને અને પ્રાણાને ન ગમે એવા અઘટિત અને અણુછાજતા શબ્દોના પ્રયાગ કરે છે, આપણને પસંદ ન પડે એવું આચરણ કરે છે, ત્યારે આપણાં હૃદયમાં ઉદ્વેગ, વિષાદ, ઉદાસીનતા અને ખિન્નતાની એક રેખા ખેંચાઈ જાય છે. તેના શબ્દો અને વન આપણા પ્રાણાને સ્પશી જાય છે. આંદોલનાનું એક ભીષણ વાવાઝોડુ' આપણા અંતરાત્મામાં હલચલ ઊભી કરી દે છે. તે આપણું કમ નથી, સહજ ઊભી થએલી સ્થિતિ નથી, પરંતુ ખીજાના શબ્દો અને આચરણના પ્રત્યાઘાતમાંથી પરિણમતી અને અભિવ્યકત થતી એક સ્થિતિ છે, જે પર પ્રેરિત છે. આપણા હૃદય અને પ્રાણાને હલાવનારી આ સ્થિતિની જો આપણાં માનસમાં કશી જ અસર ન થાય, હૃદય અને પ્રાણ કોઈપણ પ્રકારના કંપન અને આંદોલનાથી આંદેાલિત ન થાય, આપણે સહજ રીતે આપણી પ્રસન્નતા અને સ્વસ્થતાને ટકાવી રાખી શકીએ. તેમજ આંતિરક ભાવેામાં કશે। જ પ્રત્યાઘાત ન જન્મવા દઇએ તે જ આપણે સહુજ સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ છીએ અને તે આપણું ક છે જે આપણને આધીન છે. તે પર પ્રેરિત નથી, ખીજાના પ્રભાવથી તે પ્રભાવિત થએલું નથી, તે સ્વયંભૂ છે, સહજ છે. એટલે તેને આપણું કમ કહી શકાય. કારણ આપણે તેના સ્વામી છીએ.
આવી સ્થિતિ માત્ર અણુછાજતા શબ્દો કે કૃત્યોથી જ નથી થતી, અનુકૂળ લાગતા શબ્દો કે કાર્યોમાંથી પણ તે આવિર્ભાવ પામતી હેાય છે. કેાઈ માણુસ આપણા માટે એ સારાં શબ્દોને પ્રયાગ કરે, અનુકૂળ થઈ વર્તે, ત્યારે આપણાં હૃદયમાં પ્રસન્નતા વ્યાપી જાય છે. આપણું મન અહંકારથી ફુલાઈ જાય છે. કેાઈએ કરેલી પ્રશંસા કે ઉચ્ચારેલા સારા શબ્દો આપણને આદેોલિત અને તરંગિત બનાવી દે છે—આ બધી સ્થિતિ પર પ્રેરિત હાય છે. આપણામાંથી જન્મેલી નથી હૈ:તી. બીજાના શબ્દો કે કાર્યના તે પ્રત્યાઘાતા છે. એટલે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણું સ્વામિત્વ તેના ઉપર નથી હેતુ. આપણને ઘણીવાર એવા અનુભવા પણ થાય છે કે આપણે ન બોલવા ઇચ્છતા હાઇએ છતાં, ક્રાય કે આવેશના અંદરમાં જન્મેલા પ્રત્યાઘાતાથી પ્રેરાઈ, બેસી જઇએ છીએ. આ બધા આપણા કર્માં નથી, પરંતુ પ્રતિકો છે. આપણાં બધાં કાર્યાં સહજ નથી હોતાં. મહારથી ઊભાં થએલાં હેાય છે. એટલે પ્રતિપળ આપણે પ્રતિકમાં જ જીવીએ છીએ.
કોઈ આપણને ગાળેા ભાંડે, ત્યારે આપણે ક્રાધે ભરાઇ જઇએ છીએ. કોઈ ફૂલમાળા પહેરાવે ત્યારે અહંકાર અને આનદથી ફૂલાઇ જઇએ છીએ. આપણી સ્થિતિ વીજળીના ગાળા જેવી છે, જેમાં સ્વીચને ઉપર કરતાં પ્રકાશ થઈ જાય છે અને નીચે કરતાં તે ઠરી જાય છે. સારું છે કે તે ગાળે નિર્જીવ છે, નહિતર તે પણ આપણી માફક બાલી ઊઠત કે પ્રકાશ કરવાનું