________________
મીઠો આવકાર : ૨૦૫
कम्मुणा वम्मणो होइ, कम्मुणा होइ खत्तिओ ।
वइस्से कम्मुणा होइ, सुदो हवइ कम्मुणा ॥ અર્થાત કર્મથી જ બ્રાહ્મણ થાય છે. કર્મથી ક્ષત્રિય બને છે. કર્મથી જ વૈશ્ય અને કર્મથી શુદ્ધ બને છે. શુદ્ધ હવામાં કે બ્રાહ્મણ હવામાં કશું જ આગવું મહત્વ નથી. સૌનું સૌનાં સ્થાને મહત્વ છે. કેઈ વિશિષ્ટ નથી કે કઈ ગૌણ નથી. મુશ્કેલી તે ત્યારે ઊભી થઈ, જ્યારે આપણે બ્રાહ્મણને ઉચ્ચ માનતા થયા અને શુદ્રને નીચ. તે દિવસથી શૂદ્રનાં માનસમાં ઉપર જવાની વાસના જન્મી અને બ્રાહ્મણના મનમાં ભયને જન્મ થયે કે મને કેઈ નીચે નહિ ઉતારી દે ને ! આવા ઉચ્ચ નીચના ખ્યાલમાંથી જ સ્વસ્થતા ખવાઈ ગઈ અને રુણતા આવી.
સમય અને સંગે બદલાતા જાય છે. આજે નહિ તે આવતી કાલે બ્રાહ્મણ પણ શુદ્ધ થવા આતુર થશે. શુદ્ર બ્રાહ્મણ થવા શા માટે આતુર છે? કારણ બ્રાહ્મણને વર્ગ મહત્વપૂર્ણ છે. આવતી કાલે શુદ્ધ પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે. આજે સ્કૂલે, કલેજે, અને યુનિવર્સિટીઓમાં શુદ્ધ નથી એવા ઘણુ વિદ્યાર્થીઓએ પિતાને શુદ્ર તરીકે ઓળખાવેલ છે. કારણ શુદ્રો માટે વિશેષ કેલરશીપની વ્યવસ્થા છે. નોકરી માટે સવિશેષ સ્થાને અને અનધિકૃત છૂટછાટે છે. ચૂંટણીમાં શૂદ્રો માટે સુનિશ્ચિત જગ્યાઓ છે. જે શૂદ્રનાં ઘરમાં નહિ જમ્યા હોય તે ઈશ્વરને દોષ દેશે એવે સમય પણ બહુ દૂર નથી. વસ્તુતઃ તે મના ગાયત્તે કલ વર્મા દર ૩ .
વાલ્મીકિ વગેરે ઋષિઓની જન્મથી જાતિ અને સ્થિતિ શુદ્રની હતી. પરંતુ માત્ર રામનું નામ જપતાં અરે, રામનું નામ પણ જપતાં ક્યાં આવડ્યું! રામને બદલે “મરામરા” જપતાં અને મરા મરામાંથી જપની તીવ્રતમ ગતિથી રામ રામ થઈ જતાં જે વિદ્યુત સર્કલ રચાયું તેને લઈ કેન્દ્ર સાથે સંબંધ બંધાઈ ગયે. અંદરના રામનાં દર્શન થઈ ગયા. તૃતીય નેત્ર ઊઘડી ગયું. વગર ભણેલા વાલ્મીકિ ભારતીય સંસ્કૃતિના આદ્ય અને મહાન કવિ થઇ ગયા. તાત્પર્ય એ છે કે બધા માણસે સમાન છે. માત્ર પોતાના ગુણ ધર્મો અને કર્મોને ઓળખી તે રીતે વિકાસની દિશામાં તેણે પગલાં ભરવા પ્રયત્ન કરે જોઈએ કે જેથી ઐશ્વર્ય પ્રાપ્ત થઈ શકે.
મીઠે આવકાર
આજનું પ્રવચન એક મધુર કથાથી પ્રારંભ કરું છું. ભગવાન બુદ્ધના જીવનને આ પ્રસંગ છે. પ્રસંગ તે તમારા અમારા સૌનાં જીવનમાં બને છે, પરંતુ આપણે બધાં પ્રતિકર્મમાં જીવનારાં છીએ. જ્યારે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન કૃષ્ણ જેવા મહાપુરુષ કર્મમાં જીવનાર હતા. તેમનાં જીવન ઉપર દૃષ્ટિપાત કરતાં પ્રતિકર્મનું નામ નિશાન પણ જોવા મળતું