________________
માનવીય સમાનતાનું મૂળ : ૨૦૩
માણુસ કિતના ઉપાસક હાય છે. શક્તિમાંજ તે પ્રભુતાનાં દર્શન કરે છે અને શક્તિમાં જ તેને દ્વિવ્યતા દૃષ્ટિગોચર થાય છે. શિવિહીન જીવનની તે કલ્પના પણ કરી શકતા નથી. ત્રીજા ગુણવાળા વ્યકિતત્વને માટે જ્ઞાન કે શકિતનુ કાઈ જ મહત્વ હાતું નથી. તેના કેન્દ્રમાં ધન જ જીવનનું સ`સ્વ હાય છે. ધન વગરનુ જીવન તેની દૃષ્ટિએ જીવન જ નથી. તેની દૃષ્ટિએ ધનશૂન્ય જીવન એટલે શુષ્ક અને નીરસ જીવન હાય છે. ધનની પ્રધાનતાવાળી આ વ્યકિતને સમજવા માટે એક દાખલા લઇએ.
અમેરિકાના એક અબજપતિ કાર્નેગીએ એક વખત પોતાના સેક્રેટરીને પૂછ્યું: ‘જે તને બીજી વખત પરમાત્મા જન્મ આપે, તેા તું કાર્નેગી થવા ઇચ્છીશ કે કાર્નેગીના સેક્રેટરી ?’ સેક્રેટરીએ શેા જવાબ આપ્યા તેની તમે કલ્પના પણ નહિ કરી શકે. કારણ તમને જ જો આ પ્રશ્ન પૂછવામાં આવ્યા હોત તે તમા બધા કાર્નેગીજ થવાનું પસંદ કરત. પરંતુ સેક્રેટરી કાર્નેગીના ક્ષણે ક્ષણુના જીવનના સાક્ષી હતા. એટલે તેણે જવાબ આપ્યોઃ ‘સાહેબ, નારાજ ન થશે પણ હું મારા હૃદયની વાત કહું છું. જ્યાં સુધી હું આપને બરાબર જાણતા નહેાતે ત્યાં સુધીની વાત જુદી હતી. ત્યાં સુધી તે હું પરમાત્માને કાનેગી થવાજ પ્રાર્થના કરત, પરંતુ હવે મેં મારી નોંધપોથીમાં જુદીજ નોંધ કરી છે. તે અગત્યની નોંધ એ છે કે, હે પ્રભુા ! ભૂલીને પણ બીજા જન્મમાં તુ ં મને કાર્નેગી બનાવતા નહિ. તેની મીમાંસા કરતાં મેં મારી નાંધ બુકમાં લખેલ છે કે, કાને ગી પેાતાની ઓફિસમાં હંમેશાં નિયમિત નવ વાગ્યે પહેાંચી જાય છે ત્યારે તેને ચપરાસી દસ વાગ્યે આવે છે. કારકુન સાડા દસ વાગ્યે પહેાંચે છે. મેનેજર અગિયાર વાગ્યે પહોંચે છે. અને ડાયરેકટર્સ એક વાગ્યે કામે લાગે છે. આ તે તેમને આવવાના ક્રમ છે. જવાના ક્રમ એનાથી ઊલટા છે. ડાયરેકટર્સ ત્રણ વાગ્યે ચાલ્યા જાય છે. મેનેજર ચાર વાગ્યે જાય છે. કારકુન સાડાચાર વાગ્યે ચાલ્યા જાય છે. અને ચપરાસી પણ પાંચ વાગ્યે કામમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ કાર્નેગી સાંજે સાડાસાતે ઑફિસ છેડી શકે છે.’
કાર્નેગી દસ અબજ રૂપિયા મૂકીને સ્વર્ગવાસ પામ્યા. પરંતુ તે માલિક નહોતા, મેનેજર પણ નહાતા, તેમ ચપરાસી પણ નહેાતે. કારણ કાર્નેગી ચપરાસી પૂર્વે ઓફ્સિમાં ઉપસ્થિત થતા અને ચપરાસીના ગયા પછી અઢી કલાકે ઘેર જતા.
આવા પ્રકારના માણસાના પણ એક પ્રકાર છે અને તે ત્રીજો પ્રકાર છે. જેને આપણે વૈશ્ય કહીએ છીએ. વૈશ્યને જ્ઞાનથી, શક્તિથી, બ્રહ્મથી, અન્વેષણથી કે સૂરજ અને ચાંદથી કશે જ સંબંધ હાતા નથી. એ તરફ તેની દૃષ્ટિ પણ નથી. ધન સિવાય ખીજી કોઈ પણ વસ્તુ સાથે તેને કશી જ લેવા દેવા હાતી નથી. તેના મનથી તેની તિજોરી એ જ તેનું સ`સ્વ છે. ધન સિવાયનું તેને મન બધું જ નિરર્થક અને નિષ્ફળ છે. આ ત્રીજો પ્રકાર, જે ધનની આકાંક્ષામાં ખૂડેલા છે, તે વૈશ્ય છે.