________________
માનવીય સમાનતાનું મૂળ : ૨૦૧ તેના ભેદો પ્રકૃતિતઃ છે. વ્યક્તિ વ્યકિત વચ્ચેના ગુણોને ભેદ મટાડી શકાય એવી કોઈ સમાનતાનો કઈ જ ઉપાય નથી. ધનની વિષમતા ધનના વિભાજનથી કદાચ દૂર થઈ શકે છે. કપડાંની અસમાનતા પણ લશ્કરી ધોરણે હટાવી શકાય છે. સૌને સમાન મકાનને પ્રશ્ન પણ એક સરખાં મકાને બાંધવાની વ્યાપક પેજના વિચારીને હલ કરી શકાય છે. કેમકે આ જે બધી અસમાનતાઓ છે તેનું મૂળ મનુષ્ય છે. મનુષ્ય ઊભી કરેલી વિષમતાઓ મનુષ્યથી દૂર થઈ શકે છે. પરંતુ ગુણોની બાબતમાં એમ થઈ શકતું નથી. ગમે તેવી ઉચ્ચતમ સામ્યવાદી સમાજની રચના કરવામાં આવે તો પણ વ્યક્તિમૂલક ગુણોને ભેદ તો રહેવાનું જ છે. કારણકે ગુણ એ સામાજિક વ્યવસ્થાને ભાગ નથી, પરંતુ વ્યક્તિના આત્માને હિસ્સો છે.
શ્રીકૃષ્ણ કહે છે કે, આ વર્ણ વ્યવસ્થા મેં કરી છે. આ ચર્ચા વ્યક્તિના આંતરિક ગુણધર્મની છે. સામાજિક વ્યવસ્થા સાથે એને કશા જ સંબંધ નથી. તેને વધારે ઊંડાણમાં ઊતરી આપણે જોઈશું, તે આપણને જણાયા વગર નહિ રહે કે, ગુણોને સંબંધ દરેક વ્યકિતના પિતાના આંતરિક વ્યક્તિત્વ સાથે છે અને આંતરિક વ્યકિત્વમાં સમાનતાને અવકાશ નથી. ગુણો
વ્યક્તિના જન્મ સાથેજ આવેલા હોય છે. તે નિર્મિત નથી થતા. પાછળથી વાતાવરણમાંથી તે તેને માત્ર વિકાસ જ થાય છે.
શ્રીકૃષ્ણ કહે છે કે, વર્ણના ચાર પ્રકારના વિભાજને મેં કર્યા છે. મેં એટલે પ્રભુએ મનુષ્યને ચાર પ્રકારમાં વહેંચ્યા છે. પ્રભુને અર્થ પ્રકૃતિ કરે, અથવા પરમાત્મા કરો એનાથી પાયામાં કશેજ ભેદ ઊભો થતો નથી. મનુષ્યના ચાર વિભાગે તેના ગુણોની વિશિષ્ટતાને લઈને છે.
મનુષ્યમાં એવા ઘણું છે જેમની શકિત સદા જ્ઞાન માર્ગે જ વહેતી હોય છે. તે નવું નવું જાણવા, નવા નવા સંશોધન કરવા અને નવી નવી શેષે માટે જાનની બાજી પણ લગાડવા તત્પર હોય છે. એક વૈજ્ઞાનિક એક સત્યના સંશોધન માટે પોતાની જાતને હેડમાં મૂકીને પણ પરીક્ષણ કરતો હોય છે. આ તેની એક ધૂન હોય છે. એક લગન હોય છે, જેને આપણે કેટલીક વાર “ગાંડપણ” એવું નામ આપી બેસીએ છીએ. આવા વૈજ્ઞાનિકને પોતાની જીભ પર ઝેર મૂકી પ્રયોગ કરવામાં શી મઝા આવતી હશે? મૃત્યુને વહેરી કાંઈક મેળવી લેવાનું મહત્વ પણ શું છે? પરંતુ તે વૈજ્ઞાનિક તેમ કર્યા વગર રહી શકતો નથી. એક વસ્તુના ગુણ દોષના પરીક્ષણમાંથી, બીજા નવાજ સત્યનું સંશોધન કરવાની તેને એવી તે ધૂન લાગી હોય છે કે, તેને પિતાનાં શરીરનાં રક્ષણની દરકાર હોતી નથી. તે પિતાની જિંદગીને હેડમાં મૂકે છે પણ સત્યને જાણીને જ અટકે છે. જાનને જોખમે પણ તે ઝેરને જીભ ઉપર મૂકીને જાણી લેશે કે, ઝેરથી માણસ મરી જાય છે. આ પ્રકારે જાનની બાજી લગાવીને પણ સત્ય શેધવાની એક ટાઈપ છે. જેને બ્રાહ્મણ ટાઈપ કહી શકાય છે. બ્રાહ્મણ જ એ બ્રાહ્મણત્વના આનંદને માણી શકશે. તે સિવાય બ્રાહ્મણત્વના આ આંતરિક આનંદને કઈ પારખી શકશે નહિ.