________________
હું અને મારાપણું : ૧૯ પરંતુ વિજ્ઞાન એટલેથી અટકી ન ગયું. તેની શેખેળ આગળ ને આગળ ચાલતી રહી. પશુઓનું અનેક રીતે સંશોધન કરી, વિજ્ઞાન એ નિર્ણય ઉપર આવ્યું કે, પશુઓ પણ એક જાતનાં યંત્ર છે. માત્ર આમ કહીને જ તે અટકી ગયું નથી. તેણે તે સિદ્ધ પણ કરી બતાવ્યું છે. સામાન્યતઃ કાચબાને જે આપણે તડકામાં રાખીએ, અને તડકે ખૂબ તપવા લાગે ત્યારે કાચ છાંયડા તરફ સરકી જાય છે. આપણે સમજણ મુજબ આપણે માનીએ છીએ કે, તે છાયા તરફ ખસ્યા છે. પરંતુ હકીકતે વિજ્ઞાન એમ કહે છે કે, કાચબાની પિતાની વિચારશકિતની આ કરામત નથી. તે સાબીત કરવા તેણે યાંત્રિક કાચબા બનાવ્યા. તે યાંત્રિક કાચબાઓને તડકામાં મૂકવામાં આવ્યા. તડકે જ્યારે ખૂબ જોરથી તપવા લાગ્યો, ત્યારે યાંત્રિક કાચબાઓ સરક્યા અને ફાડીઓમાં ચાલ્યા ગયા. વિજ્ઞાનની માન્યતા છે કે, ગરમીનું પ્રમાણ જ્યારે વધારે માત્રામાં યાંત્રિક કાચબાના અંદરમાં પહોંચી જાય છે ત્યારે તેની સરકવાની ક્રિયા આપોઆપ શરૂ થઈ જાય છે. આમાં ચેતના કંઈ કરતી નથી. આ તે વિજ્ઞાનની વાત હું તમને કરી રહ્યો છું. આ મારી પોતાની માન્યતા છે એમ ન માનશે.
પતંગિયું દીપકની જ્યોતિ તરફ સ્વાભાવિક રીતે આકર્ષાઈ આવે છે. કવિઓ કલપના કરે છે કે તે જતિને પ્રેમી છે એટલે પોતાના પ્રાણની બાજી લગાવી દે છે. પરંતુ વૈજ્ઞાનિકેએ પ્રયોગથી સિદ્ધ કરી બતાવ્યું કે, પતંગિયાને જેવાં તે તિનાં દર્શન થાય છે કે, સ્વાભાવિક જ તેની પાંખે જતિની દિશામાં વળવા લાગે છે. આ વસ્તુ સિદ્ધ કરવા તેમણે યાંત્રિક પતંગિયાં બનાવી અંધારામાં મૂક્યાં. જેવો દીપકને પ્રકાશ થયે કે તરત જ તે યાંત્રિક પતંગિયાઓ બીજી દિશાઓમાં ફરવાનું મૂકી, દીપકની દિશામાં આવવા લાગ્યાં. આ વિજ્ઞાનની સિદ્ધિની વાત
આ બધાને નિષ્કર્ષ એ નીકળે કે, વિજ્ઞાને માણસને પશુ માની તેના અહંકાર ઉપર ઘા કર્યો અને પશુઓને યંત્ર સિદ્ધ કરી, આડકતરી રીતે માણસને પણ યંત્ર સિદ્ધ કરવા તેણે પ્રયત્ન કર્યો. આ રીતે વિજ્ઞાને માણસના અહંને તોડવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ આ રીતે તોડાએલા અહંકારથી માણસ યંત્રની માફક પડી જાય છે. માણસને યંત્ર માનીને જ હીટલરે અને સ્ટેલીને લાખ માણસોની હત્યા કરી નાખી. વિજ્ઞાને તેમને હત્યાની દિશા તરફ ધકેલ્યા. કારણ યંત્રને તોડી નાખવામાં પાપ નથી એમ તેમણે માન્યું. એટલે વિજ્ઞાન અહંકારને તોડી માણસને પાડે છે. પરંતુ ઘર્મ અહંકારને તોડી અનંત અને અસીમની ચેતનાની યાત્રાના ભવ્ય માર્ગને ઉદ્ઘાટિત કરી દે છે. અંતતઃ તે પરમાત્મા બની જાય છે.