________________
૧૯૮: ભેધા પાષાણ, ખોલ્યાં દ્વાર
પરમાત્મા શબ્દ સાથે તમને ઈશ્વર કત્વને બંધ થઈ આવતું હોય તે પરમાત્મા શબ્દને બદલે નિસર્ગ કહે, નિયતિ કહે, પ્રકૃતિ કહો, ચાહે તે કહે, તેનાથી કશે જ ફેર પડતો નથી. વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે અને કહે છે કે, જે જે કાર્યો છે તે બધાં પ્રકૃતિના ધર્મો છે. તે તે કાર્યો પ્રકૃતિ જ કરે છે. જ્યારે આ વસ્તુ વિજ્ઞાનની ભાષામાં આ રીતે કહેવામાં આવે છે ત્યારે આપણું કર્તૃત્વ ગૂંટવાઈ જતું આપણને લાગે છે, અને તેથી તે વાત આપણને જાણે પરાસ્ત કરતી હોય તેમ લાગે છે.
ધર્મ અને વિજ્ઞાનના મૂળભૂત નિષ્કર્ષમાં આમ તે સદશ્ય દષ્ટિગોચર થાય છે. વિજ્ઞાન તે જ વાત કહે છે જે ધર્મ કહે છે. ભેદ માત્ર એટલું જ છે કે વિજ્ઞાનને ભાર યંત્ર પર હોય છે અને ધર્મને ભાર ચેતના પર હોય છે, પ્રજ્ઞા ઉપર હોય છે અને તે વાત મહત્વની છે. જે જગતમાં કદી વિજ્ઞાન ચરમ કેટિને સ્પર્શી જશે અને બધા આયામમાં સફળ થઈ જશે, તો માણસની ચેતનાને વિકાસ અવરોધાઈ જશે. ચેતનાએ આજ સુધી જે વિકાસના ચરમ અને પરમ શિખરોને સ્પર્યા છે, તે વિજ્ઞાનનું પરિબળ વધતાં, અને બધાં ક્ષેત્રમાં તેને વ્યાપક પ્રભાવ વધતાં, ચેતનાનાં બળે કુંઠિત થઈ જશે અને માણસ યંત્ર અથવા મશીન બની જશે. પરંતુ વિજ્ઞાનને પ્રભાવ ઘટી જશે, અને ધર્મની અસર જે જનસમાજને વધારે આકર્ષનારી અને પ્રભાવી બનશે તે ચેતનાના અંતિમ વિકાસની પરમકોટિને સ્પર્શતાં માણસ નરમાંથી નારાયણ અને પરમાત્મા બની જશે. માણસને અહંકાર વિજ્ઞાન પણ ઝૂંટવે છે અને ધર્મ પણ તૂટવે છે. પરંતુ પ્રકૃતિ અને વસ્તુના હાથમાં બધી સત્તા સેંપી, વિજ્ઞાન માણસને દીન બનાવી દે છે, તેના અહંકારને ખંડિત કરી નાખે છે; જ્યારે બીજા માર્ગથી તે માણસની પરમ ગરિમા અને ઊંચાઈને વાળી શકતું નથી. તેને જે અહંકારમાંથી ગૌરવ મળતા તે ઘાસલેટથી બળતા નાનકડા દીપકની માફક ક્ષુદ્ર હતા. તેને પણ વિજ્ઞાન ઠારી નાખે છે. એટલે ગહન અંધકાર છવાઈ જાય છે પરંતુ પ્રકાશના દિવ્યપંજરૂપ મહાસૂર્યને જન્મ મળતો નથી. પરંતુ ધર્મ, અહંકારથી મળતા ક્ષુદ્ર ગૌરવસમા દીપકના પ્રકાશને છિનવીને ચિતન્યના મહાસૂર્યને જન્મ આપે છે. જે ખવાઈ ગએલા દીપક કરતાં હજાર ગણો કીમતી છે.
ધર્મ કહે છે, તમે ટિમટિમ કરતા નાનકડા દીપક નથી; તમે મહાસૂર્ય છે, પૂર્ણ પરમાત્મા છે. તમારી જાતને દીપક માની લેવાની તમારી ભૂલ છે. અહંકારના ટિમટિમ કરતા દીપકને બુઝાવી ધર્મ માણસને પરમ સૂર્યની, પરમ પરમાત્માની સ્થિતિમાં મૂકી દે છે. આપણુમાંથી ક્ષુદ્રતા અને વામનતાને ઝુંટવી, તેને સ્થાને તે આપણુમાં વિરાટતા અને પ્રભુતાને પ્રગટાવે છે. ઘાસલેટના ધુમાડા નીકળતા દીપકના ધુંધળા પ્રકાશને બુઝાવી, તે આપણને સૂર્યને દિવ્ય આલેક આપે છે.
વિજ્ઞાને સર્વ પ્રથમ આ વાતને સિદ્ધ કરી કે, માણસ માણસ નથી પરંતુ પશુ છે. એટલે માણસના માનસમાં જે સર્વોપરિતા અને કતૃત્વને અહં હતો તેના ઉપર ભારે આઘાત થ.