________________
૧૯૬ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર
ઇશાવાસ્યનો અર્થ જ એ છે કે, જે છે તે બધું ઈશ્વરનું છે. આપણે ઈચ્છીએ છીએ કે, આપણે કાંઈક કરી શકીએ. ઇશાવાસ્ય કહે છે, તમે કંઈ કરી શકતા નથી; તમે કર્તા બની શકતા નથી. ભાગ્યની કે નિયતિની જે કલ્પના છે, તેની પાછળ પણ સ્વંત્વના અભિમાનના વિસર્જનનું જ અદ્દભુત રહસ્ય સમાયેલું છે. નિયતિ અથવા પ્રારબ્ધને અર્થ એ નથી કે કઈ કંઈ કરે જ નહિ અને નિયતિ કે પ્રારબ્ધને ભરેસે હાથ જોડી બેસી રહે. તામસવૃત્તિમાં જેમ અજગર અને સાપની માફક પડ્યા રહેવાય છે, તેમ પ્રારબ્ધ અને નિયતિ ઉપર વિશ્વાસ રાખનારાઓ પણ આળસુ થઈ બેસી રહે, એવો જે ભાગ્યને અર્થ તારવવામાં આવે છે, તે નિયતિ અથવા પ્રારબ્ધની મૂળભૂત ધારણા સાથે વિસંગત અને અન્યાયમૂલક બની જાય. જેમ ખાલી બેસાડી રાખવું એ જ નિયતિનું કાર્ય હેય, તે શ્રમ કરાવે એ પણ કેઈ બીજાનું નહિ પણ નિયતિનું જ કાર્ય બની જાય છે. નિયતિની ખરી ધારણાની આધારશિલા તે એ છે કે, આપણે છીએ જ નહિ એટલે આપણે કંઈ જ કરવાનું રહેતું નથી, જે છે તે તે જ છે, તે પરમાત્મા છે.
જ્યારે આપણે કંઈ જ કરી ન શકતાં હોઈએ, કર્તા ન થઈ શકતાં હોઈએ, તે પછી હું અને મારાપણું શા માટે ? છતાં નાના નાના કાર્યોના કર્તા થવાના આપણું કેડ હોય છે. એક મકાન બંધાવ્યું તે તરત જ આપણે બોલી ઊઠીએ છીએ “મારું મકાન.” પણ એમ તે નાનકડાં પક્ષીઓ પણ પોતાના માળા બાંધતાં હોય છે. સુધરીના માળાની તો વાત જ શું કરવી? સુધરી ભારે કારીગર છે. કેઈ કુશળ કારીગર પણ જે તેના જેવો માળ બનાવવા પ્રયત્ન કરે તે તે પણ સહેલાઈથી ન બનાવી શકે, તેને શીખવું પડે. અને શીખ્યા પછી પણ તે સુઘરીના જે જ માળે બનાવી શકશે કે કેમ તે પ્રશ્ન છે. આ કળા શીખવા માટે સુઘરીઓ કયાંય કઈ કેલેજ કે સ્કૂલમાં ગઈ હોતી નથી, છતાં તે માળા બનાવવાની કળામાં અસાધારણ નિષ્ણાત હોય છે. ઘણાં પક્ષીઓ તે વળી એવાં હોય છે કે, બચ્ચાને જન્મ આપીને જ અથવા ઈડું મૂકીને તરત જ ઊડી જાય છે. ઈડું ફૂટે છે અને બચ્ચે મોટું થાય છે. માતાનું રક્ષણ કે પિતાનું શિક્ષણ તેને મળ્યું હોતું નથી; છતાં જ્યારે તે મોટું થાય છે, ત્યારે તેની મા જેવા માળની રચના કરતી હતી, તેવા જ માળાની રચને તે પણ કરે છે, તેવાં જ પાંદડાં અને તેવી જ સામગ્રી તે પણ ભેગી કરે છે. આ બધું શીખવા માટે તે બચ્ચે કે વિશ્વવિદ્યાલયમાં ગયું હોતું નથી, છતાં તેના જન્મની સાથે જ તેનામાં આ કલા પ્રચ્છન્નરૂપે છુપાએલી હોય છે, જે સમય જતાં પ્રગટ થાય છે. તમારે તે તમારા મકાન બાંધવા માટે કુશળ કારીગરે જોઈએ. તમારા હાથથી તમે તેને બાંધી પણ શકતા નથી. અન્યની કલા કે મહેનતથી બાંધવામાં આવેલાં મકાને, માત્ર પૈસે ખર્ચવાથી જ જે તમારા પિતાનાં બની જતાં હોય, તે આ પક્ષીઓ તે પિતાના માળાઓને માટે તમારા કરતાં પણ વધારે અધિકારપૂર્વક પિતાપણને દો કરી શકે એમ છે ખરુંને?
તો કહે છે કે ધન મારું છે.” તે ધનને સંગ્રહ પણ જુદા જુદા સ્વરૂપમાં સૌ કોઈ કરે છે. એટલે માણસ જ સંગ્રહ કરવામાં સર્વાધિક કુશળ પ્રાણી છે એ વાતને નિશ્ચિત માની,