________________
૨૦૨ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર
આજે વૈજ્ઞાનિક પિતાની પ્રગશાળામાં રાત દિવસ કશી જ વિશ્રાંતિ વગર જે અવિરત શ્રમ કરી રહ્યા છે તેનાથી તેમને શા લાભ મળી જાય છે ? આટલી મહેનતની રૂપિયા પૈસામાં તેમને શું ફલશ્રુતિ મળે છે ? એક જ ધૂનમાં તેઓ ખાવાનું, નહાવાનું, પીવાનું અને ઊંઘવાનું પણ ભૂલી જાય છે. આનાં બાહ્ય કારણે ગેતવા જે પ્રયત્ન કરશે તે આવા માણસે તમને ગાંડા લાગશે. જીવનને ભતિક આનંદથી વિલગ એમની જિંદગી તમને શુષ્ક અને શૂન્ય જેવી લાગશે. એમની પ્રક્રિયા અને પદ્ધતિ ગાંડામાં ખપશે છતાં તે એમના જીવનને આંતરિક આનંદ છે. તે આનંદની પ્રતીતિ આપણે બ્રાહ્મણત્વનાં વ્યકિતત્વને મેળવીને જે સમજી શકીએ અન્યથા નહિ.
ગુણ ચાર છે. તેમાં પ્રથમ ગુણ એ છે – કે જેને આત્મા જ્ઞાનની ખોજ માટે આતુર છે. તેના આત્મામાં હંમેશાં એક જ ખટકે રહે છે, અને તે માત્ર જાણવા અને જાણવાની અંતરિત યાત્રાને –
ડમણું રશિયા અને અમેરિકાએ ચંદ્ર અને મંગળ ઉપર જીવન છે કે નહિ, તેની શોધ શરુ કરી છે. જીવનની બાજી લગાવી વૈજ્ઞાનિકે ચંદ્ર અને મંગળ ઉપર પહોંચ્યા છે. ત્યાં પહોંચ્યા પછી શું મળશે, મળશે કે નહિ મળે, એ બધી શૈણ વાતે છે. મુખ્ય વાત છે તેમની જેવા અને જાણવા સંબંધેની ઉત્કટતા ! જેવા જાણવાની તેમની ઉત્કટ ઈચ્છા, ઉદ્દામ વાસના કે તેની તીવ્ર તૃષા તેમને ચંદ્ર કે મંગળ સુધી પહોંચી ગયા પછી પણ અટકાવી શકશે નહિ. તેઓ આગળને આગળ જવા મથશે. તેની કઈ મર્યાદા નહિ હોય. જે આ જાતના નવા સંશોધન કરવા અને નવું નવું મેળવવા, જાણવા આતુર છે, એ વ્યકિતત્વ ગુણને અનુસરીને બ્રાહ્મણ વ્યકિતત્વ છે.
બીજે ગુણ શક્તિને છે. શક્તિને વધારવામાં, શકિતને સંપુષ્ટ કરવામાં, શક્તિને શોધવામાં તત્પર રહેનારું અને શક્તિનું પૂજક વ્યકિતત્વ છે તે ક્ષત્રિયનું વ્યકિતત્વ છે. તેના માટે શક્તિ એ જ સર્વસ્વ છે. શકિત મળી જાય એટલે બધું મળી ગયું. શક્તિ મેળવવાના પ્રયત્નોમાંજ તે મસ્ત રહે છે. તેની બધી યાત્રા શકિત માટે હોય છે. ગીતામાં જે અર્જુન છે તે આવીજ કક્ષાની વ્યકિત છે. તે જન્મથી તે ક્ષત્રિય છે જ, અને ગુણેથી પણ ક્ષત્રિય છે. તેને જે પ્રશિક્ષણ મળ્યું હતું તેનાથી પણ તેના આ જ ગુણને વિકાસ થયે હતે. જન્મ અને ગુણ બંને દૃષ્ટિએ ક્ષત્રિયત્વનું તેનું બેવડું વ્યાક્તત્વ છે એટલે કૃષ્ણ તેને અવારનવાર જાગૃત કરે છે અને કહે છે કે, તું તારા ગુણ ધર્મને ઓળખ. જે તારા ગુણ ધર્મને ઓળખ્યા વગર, બીજાના ગુણ ધર્મોને અપનાવવા અને સ્વીકારવા પ્રયત્ન કરીશ તે તું મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. જે પ્રકૃતિતઃ તારા ગુણ ધર્મો નથી અને પ્રશિક્ષણથી પણ જેને પિષણ અપાયું નથી એવા ગુણોને જે તું તારા આંતરિક ગુણધર્મો માની બેસીશ, તે તું ભ્રાંતિઓના વમળમાં અટવાઈ જઈશ અને નિરાશા, હતાશા અને વિષાદ સિવાય તારા હાથમાં કશું જ આવશે નહિ. આ