________________
૧૮૨ ? ભેઘા પાષાણ ખેલ્યાં દ્વાર
હિન્દુઓની માન્યતા છે કે, બલિરાજાને વિશ્વ ઉપર ભારે ત્રાસ હતે. દેવે પણ તેના ત્રાસમાંથી મુક્ત નહેતા. બધાએ વિષ્ણુ પાસે રક્ષણની પ્રાર્થના કરી. બલિરાજામાં આ દુષ્ટતાની સાથે દાનને એક માટે અને કીમતી સદ્ગુણ પણ હતો. નિત્યનિયમ પ્રમાણે જ્યારે દાન દેવા તે બેસતો ત્યારે જે કઈ જે કંઈ માગે તે આપી દેવામાં તે પાછી પાની કરે નહિ. ભગવાન વિષ્ણુએ એના દાનગુણને ભારે લાભ લીધે. પિતે વામનરૂપ બનાવ્યું. અને નિત્યનિયમ વખતે બલિરાજા પાસે સાડા ત્રણ ડગલાં જમીનની યાચના કરી. બલિએ વધારે માગવા વિનંતી કરી. પરંતુ વામનજી પિતાની માગણીમાં અફર રહ્યા. બલિએ “તથાસ્તુ' કહી દાન અર્પણ કર્યું.
વિષ્ણુએ વામનમાંથી વિરાટ સ્વરૂપ પ્રગટાવ્યું. એક પગલાથી આકાશ, બીજા પગલાથી મધ્યલેક, ત્રીજા પગલાથી પાતાળને માપ્યા પછી પણ અર્ધા પગલા જમીનને પ્રશ્ન તે ઊભે જ રહ્યો. તે અઘ પગલાની પૂર્તિ, વિષ્ણુએ બલિરાજાના શરીર ઉપર પગ મૂકી તેને પાતાળલોકમાં મેલી દીધું અને કરી. ગૌ, બ્રાહ્મણ અને દેવતાઓનું બલિના ત્રાસમાંથી આમ તેમણે રક્ષણ કર્યું. તે ઉપકારની સ્મૃતિરૂપે રક્ષાબંધનની પરંપરા ચાલી આવી છે.
- આ કથા સાથે ઘણા અંશે સામ્ય ધરાવતી આપણે ત્યાં પણ એક કથા છે. નમુચી નામને એક પ્રધાન પ્રગાઢતમ મેહનીય કર્મના ઉદયથી ગ્રસિત હતે. એક વખત સુત્રતાચાર્યાદિને સમુદાય વિહાર કરતાં કરતાં જ્યાં નમુચી રહેતું હતું ત્યાં ગયા. મિથ્યાત્વના ઉત્કટ ઉદયથી નિગ્રંથ સાધુઓ તરફ આકર્ષણ જન્મવાના બદલે વેરવૃત્તિ જન્મી. તેમને મારવાને તેણે ઉપકમ કર્યો. રાજાને નમુચીની વાતની માહિતી મળી ગઈ. એટલે તેને દેશનિકાલની સજા આપી. નમુચી ત્યાંથી હસ્તિનાપુર ગયે. હસ્તિનાપુરના રાજાને તેણે પિતાની કુશળતાથી મુગ્ધ કરી દીધા અને તેમની પાસેથી વરદાન મેળવ્યાં અને તે હસ્તિનાપુર નરેશને વિશ્વસનીય દીવાન બની ગયો. આ બાજુ મુનિએ પણ વિહાર કરી ક્રમશઃ ત્યાં પહોંચ્યા. મુનિઓને જે પિતાનું પાપ ઉઘાડું પડી જવાને તેને ભય લાગ્યું. રાજા પાસેથી લેવાના વરદાનના બદલામાં નમુચી છેડા વખત માટે રાજા થઈ ગયે અને બધા મુનિઓને ઘાણીમાં પલવાનું યંત્ર રચ્યું. વિષ્ણુકુમાર નામના મુનિને આ વાતની ખબર પડી. વૈક્રિયલબ્ધિના બળે વામન સ્વરૂપ ધારણ કરી તે નમુચી પાસે આવ્યા અને ત્રણ ડગલાં જમીનની માગણી કરી. ત્રણ ડગલાંમાં વિરાટ રૂપ ધરી આખા જગતને માપી લીધું અને મુનિઓને ઘાણીમાં પીલવાના ઉપસર્ગથી બચાવી લીધા. ફેરફાર એટલે જ છે કે ત્યાં બલિરાજાને પગ મૂકી પાતાળમાં મોકલવામાં આવે છે ત્યારે અહિંસક મુનિ હિંસાને બદલે હિંસાથી ન લેતાં તેને અહિંસાથી બોધપાઠ આપે છે. આ કથા તે ઘણી લાંબી છે. સમય થઈ ગયો છે. રક્ષાબંધન મહાપર્વની કથામૂલક ભૂમિકાનું સંક્ષિપ્તતમ હાર્દ જ માત્ર બતાવેલ છે.