________________
૧૮૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર જેના આધાર ઉપર તેમણે જે ભવ્ય ઈમારતે ઊભી કરી છે તે કયારે ધરાશાયી થઈ જશે, તેની તેમને પિતાને પણ ખબર હોતી નથી. તેનું મૂળ જ અપરિપકવ છે. તેને પાયે જ કાચો છે. પૈસાની સાથે જેને સંબંધ છે, પૈસાથી જે મેળવેલ છે, તે પૈસે રહેશે ત્યાં સુધી રહેશે, અને પૈસે જતાં, તેની સાથેની સંબંધિત વસ્તુઓ પણ ચાલી જશે.
આવા માણસને માટે પૈસે સાધન નથી, સાધ્ય બની જાય છે. તેમનું જીવન પૈસામૂલક બની જાય છે. તેઓ જીવે છે પણ પૈસા માટે અને મારે છે પણ પૈસા માટે પૈસે જ તેમને માટે પરમેશ્વર છે. આમ જેમનાં હૃદયમાં પૈસા સિવાય બીજા કશાને જ અવકાશ નથી. તેઓ પરમાત્માની પૂજા પણ પરમાત્મા રૂપે નહિ, પરંતુ લક્ષમીનારાયણ રૂપે કરે છે.
પૈસામાં જ એકાંત પ્રભુતાના દર્શન કરનારને કે પ્રબુદ્ધ કહે કે- “ભાઈ પરમાત્માના એક ભવ્ય મંદિરના નિર્માણનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે. તમને ઉપલબ્ધ લક્ષ્મીને સદુપયોગ કરવાને આનાથી વધારે કીમતી અવસર બીજે કયે મળવાનું છે? માટે આ સમય અને ક્ષેત્રને સાનુકૂળ સમજી, તમારી લક્ષમીને સદુપયોગ આમાં કરે. તે તે શું જવાબ આપશે જાણે છે? તે કહેશેઃ “મારા અને મારા પત્નીનાં નામની તકતી કયાં લગાડશે તે પહેલાં મને બતાવે, પછી હું વિચાર કરી જોઉં? તેને જવાબ સાંભળીને જે ફરી પેલી પ્રબુદ્ધ વ્યકિત કહે કે “ભાઈ ! આ તે પ્રભુને દરબાર છે. ભકિત અને સાધના માટેનું આ તે પવિત્ર સ્થાન છે. આમાં ભગવાન સિવાય કેઈનાં નામને અવકાશ નથી”—તે નિશ્ચિત માનજે કે તક્તી લગાડવાની ભાવનાવાળા તે માણસના વિશ્વાસે તે મંદિરનું નિર્માણ કદી થઈ શકવાનું નથી. ખરેખર તે મંદિર બનાવવાની ભાવનાથી લેકે મંદિરે નથી બનાવતા, પ્રભુ પરત્વેની ભક્તિની પ્રગાઢતામાંથી લોકેના મનમાં મંદિરના નિર્માણની ભાવના ઊભી નથી થતી, પરંતુ પિતાના નામની તકતીઓ લગાડવા માટે લેકે આજે મંદિર બનાવે છે. ખરેખર જોઈએ તે મંદિરે નથી બનાવાતાં, તકતીઓ બનાવાય છે! મંદિરે પર તક્તીઓ લગાડાય છે એમ કહેવું વાસ્તવિક નથી. હકીકતમાં તે તકતીઓ ઉપર મંદિરે લગાડાય છે! તક્તીઓ કીમતી અને મહત્વપૂર્ણ બની છે, મંદિરે ગૌણ બન્યાં છે. વાસ્તવમાં તે મંદિરે છે માટે તકતીઓને મહિમા જળવાય છે, છતાં પ્રધાનતા તકતીઓની છે, મંદિરની નહિ, આ તે કેવું આશ્ચર્ય ? લેકે તે એવા છે કે દાનથી પણ જે તેમને માન સન્માન કે પ્રતિષ્ઠા ન મળતાં હોય તે દાન પણ આપવાનું તે બંધ કરી દે ! એટલે જ માણસને દાનના ભાવિ લાભે બતાવાય છે. ભાવિ લાભના પ્રલેશનેથી દેરવાઈ તે દાન આપવા સમુત્સુક બને છે. તેને કહેવું પડે છે કે, ભાઈ! જે દાન કરશે તેને આ લેકમાં તે પ્રશંસા અને આદર મળશે જ પરંતુ પરલોકમાં પણ સુખ, પુણ્ય અને આનંદની ઉપલબ્ધિ થશે. અને એક પૈસે આપશે તો પરલેકમાં તે કરેગણે થઈ ઊગી નીકળશે. આમ એક પૈસે દાન કરાવવા માટે તેને કરેડગણું પ્રલોભનનું આશ્વાસન આપવું પડે