________________
પ્રાર્થનાની પ્રભુતા : ૧૮૯
કઈ માણસ પ્રભુની પ્રાર્થના સાથે તાદામ્ય જોડી લે, પ્રાર્થના સાથે એકાકાર થઈ જાય, તેના પ્રાણના ધબકારમાં પ્રાર્થના રમવા લાગે, તેને રૂંવાડે રૂંવાડે પ્રાર્થના ગુંજવા લાગે, તેનાં શરીરનું અણુ અણુ પ્રાર્થનાના સ્વરથી આંદલિત થઈ જાય અને તેનું અંતરંગ પ્રાર્થનાના નાદથી ડેલવા લાગે, તે જ પ્રાર્થના માણસના જીવનનું સંગીત બની જાય છે. જ્યારે પ્રાર્થના જીવનની ધુન બની જાય છે, પ્રાર્થના અને જીવન એક બની જાય છે, ત્યારે જે પરિણામો જણાય છે, જે દિવ્યતા અને ભવ્યતાનાં દર્શન થાય છે, તે આપણી જ લોકેત્તર ભાવનાની પ્રગાઢતા અને નક્કરતાનું દિવ્ય પરિણામ હોય છે. આપણી શુભ ભાવનાની સઘનતા જ ભવ્યતા અને દિવ્યતાને આકાર લે છે.
- કવિવર રવીન્દ્રનાથના જીવનની એક મીઠી ઘટના છે. કવિવર રવીન્દ્રનાથે ગીતાંજલિની રચના કરી છે. ગીતાંજલિમાં પ્રભુની પ્રાર્થનાઓ છે. પ્રાર્થનાઓની સઘનતાને સ્પર્શવાને તેમાં પ્રયત્ન છે. આ ગીતાંજલિને વિશ્વની સર્વોત્તમ કાવ્યકૃતિઓમાં વિશિષ્ટતમ સ્થાન પ્રાપ્ત થયેલ છે અને તેથી જ વિશ્વને સર્વોત્તમ પુરસ્કાર નોબેલ પ્રાઈઝ તેને મળેલ છે. આખા વિશ્વમાં ગીતાંજલિનાં ગીતની એક અનેખી અને વિશિષ્ટ છાપ છે. ગીતાંજલિનાં ગીતે વાંચી લેકે ભકિતમાં લીન બની જાય છે અને નાચવા માંડે છે.
આમ છતાં કવિવર રવીન્દ્રનાથના પાડોશમાં જ રહેતા એક વૃદ્ધ માણસે રવીન્દ્રનાથને માટે ભારે મુશ્કેલી ઊભી કરી. તે વૃદ્ધની આંખમાં અજબ ચમક હતી, જે તેની પારદશી પ્રજ્ઞાની સાક્ષી પૂરતી હતી. તેની ચાલમાં વિચિત્ર મસ્તી હતી, જે તેની પ્રભુતાની ઉપલબ્ધિને સંકેત કરતી હતી. તે માણસ બરાબર કવિવર રવીન્દ્રનાથના પાડોશમાં રહેતું હતું. એટલે જ્યારે જ્યારે તેને તેમને ભેટો થતો ત્યારે ત્યારે તે કવિવર રવીન્દ્રનાથના શરીરને જોરથી પકડી હલાવતો અને તેમની આંખમાં આંખ નાખી પૂછતોઃ “સાચું કહે, રવીન્દ્ર! તમે ઈશ્વરને જાણે છે? ઈશ્વરનો તમને સાક્ષાત્કાર થયે છે?”.
તે માણસ ભારે આગ્રહી હતા. તેને આ પ્રશ્ન રેજને હતે. રવીન્દ્રનાથ ભારે ઈમાનદાર હતા. બેટું બેલવા ટેવાએલા નહતા. આંખમાં આંખ મિલાવી તે વૃદ્ધની પૂછવાની રીત જ એવી હતી કે, તેની સામે કેઈપણ માણસની અસત્ય બલવાની હિંમત જ ચાલે નહિ. રવીન્દ્રનાથના શરીરમાં આ વૃદ્ધ માણસની રીતથી એક પ્રકારની પ્રજારી છૂટી જતી. તેઓ તેનાં આવાં વર્તનથી ગભરાઈ જતા. --
એક બાજુ ગીતાંજલિના રચયિતા અને બેલ પ્રાઈઝના આ વિજેતાને જ્યાં જાય ત્યાં સર્વત્ર આદર મળતું હતું, વિશ્વભરમાં તેમની પ્રતિષ્ઠા અને યશકીતિ ગવાતાં હતાં, ઉપનિષદના ષિ સમ એવા તેમને લેકે સન્માનતા હતા, વિશ્વની ચારેકર મહર્ષિરૂપે તેમની પ્રતિષ્ઠા વ્યાપી