________________
૧૯૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર હતી, સૌ તેમની પ્રભુતાથી પ્રભાવિત થતાં હતાં, ત્યારે બીજી બાજુ તેમના જ પડેશમાં રહેતા આ વૃદ્ધ માણસ તેમને માટે એક કેયડારૂપ બની ગયે હતે.
કેઈ એકાદ વખતની વાત હોય તે માણસ તેનાથી બચીને ચાલે, ત્યારે આ તે હમેશાં સવાર, બપોર, સાંજ અને રાત તેને સમાગમ નિશ્ચિત હતે. ખુરશી નાખી, આસન જમાવીને તે બેઠે જ હોય. વૃદ્ધ માણસ એટલે ઘરની પણ કાંઈ જવાબદારી નહોતી. બરાબર રવીન્દ્રનાથ ઘરની બહાર જવા તૈયાર થાય કે તે વૃદ્ધનું મિલન નિશ્ચિત થાય જ.
રવીન્દ્રનાથ લખે છે કે, ઘરથી બહાર નીકળવું પણ મારે માટે મુશ્કેલ થઈ ગયું. બહાર જવાને જ્યારે પણ વિચાર કરું તે પહેલાં, તે વૃદ્ધ દરવાજા પર ખુરશી નાખીને બેઠે તે નથી ને, તે હું જોઈ લેતે. કારણ હું જે ત્યાંથી નીકળતે કે તે વૃદ્ધ માણસ મારા ખંભા હલાવી, મારી આમાં તાકી મને પૂછતેઃ “સાંભળ, તેં ઇશ્વરને ઓળખે છે? અને મારા પ્રાણે પૂજી ઊઠતા. હદય કંપવા લાગતું. ગાત્રે શિથિલ થઈ જતા. કારણ, ઈશ્વર વિષે મને કશી જ માહિતી નહતી. પરમાત્માને સાક્ષાત્કાર મને થયું નહોતું. મેં જે કંઈ લખ્યું હતું તે તે કૃતિઓ અને ઉપનિષદ્દોનાં વાંચનમાંથી મળેલી માત્ર જાણકારી, પરોક્ષ જ્ઞાન જ હતું. પ્રત્યક્ષ અનુભૂતિ અને સાક્ષાત્કારને તે સંસ્પર્શ પણ મને થયે નહેતે. એટલે મારા આવા એકાંત મૌન અને ખિન્નતાને તે ભારે કુશળતાથી જાણી જાતે. અને મને કશે જ ઠપકે આપ્યા વગર તે જેરથી ખડખડાટ હસી પડતું. તેનું આ અટ્ટહાસ્ય મારી બેચેનીનું નિમિત્ત બની જતું. ચોવીસે કલાક તે અટ્ટહાસ્ય મારી આંખ સામે રમ્યા કરતું. આ હાસ્ય મારી ઊંઘને હરામ કરી દીધી. પડછાયાની માફક તે હાસ્ય મારી સાથે ફર્યા કરતું હતું. પ્રતિક્ષણ એ વૃદ્ધના શબ્દો મારા મનમાં પ્રતિધ્વનિત થયા કરતા હતા. એક ક્ષણને માટે પણ આ વિચારથી મારું મન મુક્ત બની શકતું નહોતું. મને તેનાથી ભય લાગવા માંડે, મનમાં હું ધ્રુજારી અનુભવવા લાગ્યા. ગીતાંજલિ લખી મુસીબત ઊભી કર્યાને મને આભાસ થયે. નેબેલ પુરસ્કારને મારો આનંદ ખેવાઈ ગયે.
તે વૃદ્ધ પાસે અવશ્ય કઈ જાણકારી હોવી જોઈએ, આંતરિક એશ્વર્યથી તે વૃદ્ધ સંપન્ન હવે જોઈએ, કેઈ વિશિષ્ટ ઉપલબ્ધિથી તે ઉપલબ્ધ છે જોઈએ, નહિતર આવી ભયજનક હિલચાલ તે મારા માનસમાં ઊભી કરી શકે નહિ એમ હું માનવા લાગ્યું. ગીતાંજલિનાં બે ચાર પદો ગાઈ હું તેનાં મનને સંતુષ્ટ કરી શકે છે, પરંતુ તેની આંખોમાં એવી વિચિત્ર દમક અને ચમક હતી કે, ગીતાંજલિનાં પદે ગાવાની, કે તેની સામે આંખ ઉપાડી જોવાની પણ મારી હિંમત ચાલી નહિ. આમ તે આખી ગીતાંજલિમાં ઈશ્વરનાં જ મધુર ગીતે છે અને તે ગીતે હું બેલી શક્ત, પરંતુ હું તેમ કરી શકે નહિ. વર્ષો સુધી આ મુશ્કેલી પડછાયાની માફક મારી પાછળ પાછળ ભમતી જ રહી. મને કદીએ તે વૃદ્ધે જપીને બેસવા ન દીધે. હું શાંતિનો શ્વાસ પણ લઈ ન શકશે. તેની પૂછપરછ ચાલુ જ રહી. તે કદી અટળે નહિ.