________________
૧૮૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
તિ મુખ્ય
सीससंघ સમાનહે । વનમન્ત્ર ||
गोयमे पडवन्नू जे कुलमवेक्खतो,
કેશીકુમાર શ્રમણના કુળને શ્રેષ્ઠ માની યથેચિત્ત વ્યવહારના જ્ઞાતા શ્રી ગૌતમસ્વામી પોતાના શિષ્યાના સમુદાય સાથે તિન્દુક વનમાં ગયા.
આ ગાથા ભારે સરસ છે. ધર્મના પ્રધાન આધાર વિનય છે. વિનયમૂલક ધર્મોમાં વિનયની વરિષ્ઠતા છે. શ્રી ગૌતમસ્વામીને માટે ‘હિથTM' વિશેષણ આપવામાં આવ્યું છે. તે આ વાતનું દ્યોતક છે કે, ગૌતમસ્વામી યથાચિત્ત વ્યવહારના જ્ઞાતા છે. તેઓ વ્યવહારકુશળ અને વિનમ્ર છે. કેશીકુમાર શ્રમણ પાર્શ્વનાથની પર’પરાને અનુસરનારા છે. ગૌતમસ્વામીની પર ંપરા વત માન તીથ કર ભગવાન મહાવીરની છે. પાર્શ્વનાથ પરંપરા મહાવીરથી પૂવર્તી છે. એટલે કેશીકુમાર શ્રમણનું કુળ તેમની પરંપરાની દૃષ્ટિએ જ્યેષ્ઠ છે. તેથી ગૌતમસ્વામી વિચારે છેઃ તેઓશ્રી મારે ત્યાં પધારે તે મારા વિનય ધર્મ માટે ઉચિત ગણાય. મારું કર્તવ્ય છે કે, હુ' જાતે મારા શિષ્ય સમુદાય સાથે શ્રી કેશીકુમાર શ્રમણનાં ચરણામાં ઉપસ્થિત થાઉ આમ માત્ર જવાને જ વિચાર કરીને જ અટકી ન ગયા. તેમણે પોતાના વિચારોને ક્રિયાન્વિત પણ કર્યાં. પોતાના શિષ્ય સમુદાય સાથે તે સત્વર તિન્દ્વક વન કે જ્યાં કેશીકુમાર શ્રમણ પેાતાની શિષ્ય સંપદા સાથે ઉતરેલા હતા ત્યાં તેમની સેવામાં પહેાંચી ગયા. તિન્દુક વનમાં પહેાંચતાં, શ્રી કેશી શ્રમણ તેમને સત્કાર કેમ કરે છે અને શુ થાય છે, તેના ભાવભેદ અવસરે કહેવાશે.
પ્રાર્થનાની પ્રભુતા
પ્રભુ બુદ્ધે ધમ્મપદમાં સર્વપ્રથમ એ વાત કહી છે કે, જેવા તમે વિચાર કરશે તેવા તમે થઈ જશેા. એટલે દરેક વિચારો વિવેકપૂર્ણ હાવા જોઇએ. વિચારેાજ આચારના રૂપમાં પરિવર્તિત થાય છે. માટે આવતી કાલે જે કાંઈ આપણે હાઈશું, તેના જવાબદાર ખીજા કાઈ નથી પણ આપણે પોતેજ છીએ. આજે જે કાંઇ આપણે છીએ તે ભૂતકાળના વિચારોનુ જ એકાંત પિરણામ છે. આપણી આવડત કે અણુઆવડત આપણાંજ વિચારાનું સ્પષ્ટ પરિણામ છે. આપણા વિચારાનુ પ્રતિક્લન આપણા આચારે છે. આપણા જ સારા નરસા વિચારો સઘન અને પ્રગાઢ થઇ આચરણુ બની જાય છે. આપણા જ વિચારોનાં કેન્દ્રીકરણને જીવન ગણી લેવામાં આવે છે.
આજે સૂક્ષ્મ સ્વરૂપમાં પણ વિચારોના જે તરંગો ઊઠે છે તે નાનકડા રૂપમાં પણ આચરણ થઇ જવાની યાત્રાના મંગલ પ્રારંભ છે. આવતી કાલે તે નક્કર થઈ જતાં વસ્તુ અની જશે. બધી વસ્તુ વિચારનાજ સઘન રૂપ છે. આપણે જે કઇ પણ છીએ તે આપણા વિચારોનુ જ પરિણામ છે. આપણે આપણા વિચારોની પ્રગાઢતાની જોડ છીએ.