________________
૧૮૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
પૈસાને એક દાણો પણ તેમનાં મેંમાં ન જ જોઈએ એ તેને સિદ્ધાંત હતે. એટલે તે માંગવા જાય ખરે, પરંતુ જે જાય તે જ ખાલી હાથે પાછો આવે. તે પાછો આવે ત્યારે તેના બાળકો ભૂખની પીડાથી રડતાં હેય. એક દિવસ તેની પત્નીએ કહ્યું: “શું તમારી વિદ્વત્તા, પ્રતિભા, કે કાવ્યશક્તિની એટલી પણ હિંમત નથી કે લેકે તમને સન્માનપૂર્વક કંઈક ને કંઈક આપે? બાળકને રડતાં જોઈ મારું તે હૃદય વીંધાઈ જાય છે, કાળજું કપાઈ જાય છે!”
પત્નીના શબ્દો સાંભળી અમર કવિએ શે જવાબ આપે, જાણે છે? જેમના જીવનમાં સદાચાર અને સિદ્ધાંતનાં મૂલ્ય હોય, જે પૈસા કરતાં આત્માના આંતરિક અને નૈતિક મૂલ્યોને વધારે કીમતી માનતા હોય, તેમની પાસેથી જ આવા જાગૃત જવાબની અપેક્ષા રાખી શકાય.
કવિ અમરે કહ્યું : “પ્રિયે ! મારી વિદ્વત્તાથી પ્રભાવિત થએલા અનેક માણસે મને માંગ્યા વગર પણ આપવા તૈયાર છે. પરંતુ હું જોઉં છું કે, કેઈ મને અહંકારથી આપે છે તે વળી કેકને તે પૈસે જ બીજાના પરસેવાને, બીજાનું શોષણ કરીને મેળવેલે મને દેખાય છે. આ પૈસો મારાથી કેમ લેવાય? આ પૈસે લેવા કરતાં તે ભૂખે મરવું મને વધારે હિતકર લાગે છે. ભૂખે મરવાથી કદાચ મૃત્યુ આવશે, પરંતુ વૃત્તિ ખરાબ થવાને ભય તે નહિ રહે ને ?
અમરની પત્નીએ નિસાસો નાખતાં કહ્યું : “શું જગતમાં કઈ સાચો દાતા જ નથી? બાળકે રડે છે, ભૂખ્યાં છે, જાએ તપાસ કરે, અને બાળકને રાજી કરે!
અમર રાજદરબારમાં ગયો. ત્યાં કુમાર મહેન્દ્રને રાજ્યાભિષેક ચાલી રહ્યો હતે. આ શુભ પ્રસંગના નિમિત્તમાં સૌ આશીર્વાદ વરસાવી રહ્યા હતા. અમરે પણ આશીર્વચન ઉચ્ચારતાં કહ્યું હે રાજન ! માત્ર સેનાના સિંહાસન ઉપર જ નહિ, પ્રજાનાં હૃદય સિંહાસન ઉપર બિરાજી આપ રાજ્ય કરે !”
કુમાર મહેન્દ્ર ઉપર કવિ અમરના શબ્દોની ભારે સુંદર છાપ પડી. તેણે કહ્યું : “કવિરાજ ! જે જોઈએ તે માંગે. અમર મનમાં વિચારવા લાગ્યોઃ આની પાસેથી માંગવું શું ? આના ખજાનામાં પણ તેના પિતાનાં પરસેવાને પૈસો કયાં છે? એ બધે પૈસે પ્રજાનાં લેહી અને પરસેવાથી ખરડાએલે છે. આમ વિચારી અમરે શાંતિથી કહ્યું: “રાજન ! અત્યારે રહેવા દે. કયારેક વળી માંગીશ.”
રાજાએ કહ્યું “ના, વિલંબને અવકાશ નથી. હમણાં જ માંગે !”
અમરે કહ્યું: “આપની એમ જ ઈચ્છા હોય તે મને આપની જાતમહેનતની કમાણીને, આપના ખરા પરસેવાને, માત્ર એક રૂપિયે આપો.”
આ સાંભળી સૌ આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ કુમાર મહેન્દ્ર તેને ભાવ સમજી ગયે. તેણે કહ્યું: “તમે જે બાદશાહી દાન માંગ્યું છે તે હું સમજી ગયો છું. અત્યારે આ ચાલી રહેલા