________________
૧૮૦ : ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વાર
ભલા માટે આપણી સેવાઓ આપવી જોઈએ. વખત આવ્યે આપણાં જીવનને ઉત્સર્ગ કરવાની ફરજ પડે છે તે કરવા પણ તત્પર રહેવું જોઈએ.
આ રક્ષાબંધન પર્વ નાળિયેરી પૂર્ણિમાના નામે પણ ઓળખાય છે. આજના દિવસે દરેક બ્રાહમણ નાળિયેર લઈ દરિયા કાંઠે જાય છે અને પૂજા કરે છે. અધું નાળિયેર સમુદ્રમાં પધરાવે છે અને અધું પાછું લાવે છે. પરંતુ નાળિયેર વધેરવાની ક્રિયા અવશ્ય કરે છે. આ બધી પરંપરાથી ચાલી આવતી ક્રિયાઓ પાછળ આધ્યાત્મિક સત્ય છુપાએલાં છે. તે સત્ય અને આધ્યાત્મિક મૂલ્ય આજે ભૂલાઈ જવા પામ્યાં છે, છતાં ક્રિયાઓ વિસ્મૃત થવા પામી નથી.
આપણી સંસ્કૃતિ સદા અધ્યાત્મમૂલક રહી છે. આત્માને કેન્દ્રમાં રાખીને જ બધાં પ, ઉત્સવે અને તહેવારોના આયોજનો થયાં છે. દરેક કાર્યોના મૂળમાં આત્મા જ લક્ષ્ય રહ્યો છે. આત્મા જ આપણી અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિને પ્રાણ છે. કહેવાતા જણાતા અને સ્કૂલ રીતે દેખાઈ આવતા, વ્યવહારના આંતરિક મૂલ્ય પણ અધ્યાત્મના રંગોથી રંગાએલા છે.
જેમ એક ચાવી હોય, અને ચાવીથી સીધાજ જાણવા પ્રયત્ન કરીએ અથવા ચાવીથી ચાવીને સમજવા મહેનત કરીએ, તે કઈ કલ્પના પણ ન કરી શકે કે, ચાવીની આમ તેમ શેખેળ કરવાથી, કેઈ ખજાને હાથ લાગી જશે. ચાવમાં આવે કંઈ નિર્દેશ નથી કે કેતરાએલા અક્ષરે નથી, કે જેથી ચાવીને જોઈ સીધી ખજાનાની માહિતી મળી જાય. ચાવીને તેડવા કે કાપવા જતાં લેઢા સિવાય બીજું કશું જ હાથ આવવાનું નથી. તેમ કરવાથી માત્ર લેઢાની ધાતુ જ હાથ લાગશે. પરંતુ તેનાથી ખેલી શકાય તેવા ખજાનાની માહિતી હાથ લાગશે નહિ.
જ્યારે જેનાથી ખજાનાની કશી જ પ્રતીતિ નથી મળતી, ત્યારે એવી ચાવીને ઉપયોગ માત્ર ભાર વહન કરવા સિવાય બીજે કશે જ રહેતું નથી. જીવનમાં એવી ઘણી ચાવીઓ છે જે કઈ ખજાનાનાં દ્વારેને ખોલે છે, ખેલી શકે છે પરંતુ આજે આપણને તે ખજાનાની કે તાળાની પ્રતીતિ નથી, તો પછી જે ચાવી આપણું હાથમાં રહી જાય છે તેને ચાવી પણ કહી શકાય નહિ. ચાવી ત્યારે જ ચાવી કહેવાય જ્યારે તે કોઈ તાળાને ઉઘાડતી હોય અથવા પહેલાં ક્યારેક તેનાથી કંઈ ખજાના ખુલ્યા હોય. પરંતુ આજે તૌ તેનાથી કોઈ તાળા ઊઘડતાં નથી, માટે ચાવી માત્ર એક જ છે. છતાં ચાવીને ફગાવી દેવાનું આપણને મન થતું નથી કારણ આજે નહિ તે હજાર વર્ષ પહેલાં પણ આ ચાવી તાળાં ખેલતી હતી અને એનાથી ઘણા ખજાના ઉપલબ્ધ થયા હતા. આ સ્મૃતિના આધારે જ આપણે ચાવીના ભારને વહન કરતાં જઈએ છીએ.
નાળિયેરી પૂર્ણિમાના પણ આંતરિક રહસ્ય, અધ્યાત્મમૂલક મર્મો ભુલાઈ ગયા છે. તે પવિત્ર ખજાનાઓ એવાઈ ગયા છે. છતાં સ્કૂલ વ્યવહાર અને રૂઢિઓને ચાવીની માફક આપણે સુરક્ષિત રાખતાં આવ્યાં છીએ. આ નાળિયેરી પૂર્ણિમાને પરમાર્થ આપણે સમજવા માંગતાં હોઈએ તો તેને ઘણાં આત્મ-મૂલક આંતરિક રહસ્ય છે, જે સમજવા જેવાં છે.