________________
૧૭૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર સાચવવામાં નિષ્ફળ જતા તેની પાસેથી જઈ આંચકી લેવામાં આવતી. જઈ માણસની શ્રેષ્ઠતાના શિખર માટે એક વિશિષ્ટ પ્રતીક હતી. અને એ જ કારણે, સમાજમાં યજ્ઞોપવીતની પ્રતિષ્ઠા હતી, તેનું માનભર્યું સ્થાન હતું. શ્રેષ્ઠતાને આંકવા માટે જઈ એક માપદંડની યથાર્થ ગરજ સારતી. આજના યુગમાં જે. પી.નું જે પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે એવું જ લેકેત્તર સ્થાન તે યુગમાં જઈનું હતું
જે કે બ્રાહ્મણે માટે યજ્ઞોપવીત આજે પણ પવિત્ર વસ્તુ ગણાય છે. ય પવીતના સમ ખાવામાં પણ તે ખચકાય છે. કારણ જઈ તે બ્રાહ્મણને પારમાર્થિક બ્રાહ્મણત્વના નવા જન્મનું પ્રતીક ગણાય છે. બ્રાહ્મણ માટે સામાન્યતયા દ્વિજ શબ્દ વપરાય છે. તિજ શબ્દને વ્યુત્પત્તિભૂલક અર્થ પણ એ જ થાય છે કે, જેને બે વખત જન્મ લેય તે દ્વિજ કહેવાય. બ્રાહ્મણ એકવાર તે પિતાના માતાપિતાથી જન્મ પામે છે. તે બીજીવાર યજ્ઞોપવીત સંસ્કારથી. ય પવીત સંસ્કારથી મળેલું જીવન પારમાર્થિક અને સાચું જીવન છે. તે જીવન મર્યાદાપૂર્ણ, જવાબદારીઓથી ભરેલું, પવિત્રતાની ટોચને સ્પર્શતું, આધ્યાત્મિક મૂલ્ય અને આધારોને સાચવતું અને ઉત્તરદાયિત્વ પૂર્ણ છે. બ્રાહ્મણને આ રીતે પરંપરાથી ચાલ્યા આવતા જ્ઞાનમય દિવ્યજીવનને કદી આંચ ન આવે તે માટે પવીત આપી, જીવનમાં સાચવવા જેવા યમનિયમો સાથે ગુરુમંત્રથી તેને નવા બ્રાહ્મણના સ્વરૂપની, એકાંત નવી જ દીક્ષા આપવામાં આવે છે.
પવીતને ત્રણ તાર હોય છે. તે ત્રણ તારે ભારે સૂચક છે. બ્રાહ્મણ આ એક સત્ય ન ભૂલી જાય કે તે ત્રણ પ્રકારનાં ત્રણથી ગણી બનેલ છે. પિતૃગણ, ઋષિગણ અને દેવડઆ ત્રણે જાતનાં ત્રણમાંથી અણનુણ્ય થવા માટેની સતત જાગૃતિ તેને માટે અનિવાર્ય છે.
પિતૃગણ વિષે કહેવાની ભાગ્યે જ જરૂર છે. માતાપિતા તીર્થ સ્વરૂપ છે, પરમાત્મસ્વરૂપ છે-એ વિધાન સૌ કેઈ સ્વીકારે છે. શાસ્ત્રો કહે છે, કૃતિઓ બોલે છે-“માતૃ ભવ, પિતૃ भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव"
શ્રી ઠાણાંગ સૂત્રમાં તે આ વિષે ભારે સ્પષ્ટ વિધાન છે. ભગવાન મહાવીર સ્વામીને તેમના પટ્ટશિષ્ય શ્રી ગૌતમ સ્વામીએ એકવાર પૂછયું: “પ્રલે ! કે માણસ પોતાનાં માતા પિતાની રાત દિવસ સેવા કરે, સતત સાવધાનીપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરે, તેમને સારું સારું ખવરાવે, તેમને કીમતી તેનું મર્દન કરે, અને તેમની સેવામાં કશી જ ખામી ન આવવા દે, તે તે તેમનાં ઋણમાંથી મુક્ત થઈ શકે ખરે?”
ગૌતમ! આવી શારીરિક ક્રિયાઓ અને શારીરિક સેવાઓથી માતાપિતાનાં ત્રણમાંથી કદી પણ મુક્ત થઈ શકાતું નથી. કારણકે પિતાનાં સંતાનો પ્રત્યે માતાપિતાને ભેગ ભારે સૂમ અને કીમતી હોય છે.”