________________
રક્ષાબંધન પર્વ
આજે રક્ષાબંધનને પવિત્ર તહેવાર છે. હિન્દુ ધર્મનું આ એક ધાર્મિક પર્વ છે. જેનું નામ બળેવ છે. પર્વો અને તહેવારો હંમેશાં નવી ર્તિ, નવી તાજગી અને ન ઉલ્લાસ લાવનારાં હોય છે. આવા દિવસે નિરાશાને આશામાં, ઉદાસીનતાને પ્રસન્નતામાં અને વિષાદને પ્રમોદમાં રૂપાંતરિત કરે છે. તેથી જ વર્ષના ત્રણસે પાંસઠ દિવસેમાંથી મોટા ભાગના દિવસોને પર્વ અને તહેવારે બનાવી દેવામાં આવ્યા છે. જીવનના પરમ સત્વ, આંતરિક ચેતન્ય અને પ્રભુતાને ટકાવી રાખવા માટે, તેમજ વાતાવરણને પરમ મુક્ત અને આહલાદક બનાવવા માટે પણ પર્વોની ઊજવણી આનવાર્ય છે.
સમય અને સંજોગે બદલાઈ ગયા છે. દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારોથી મળતા આનંદની સુસ્પષ્ટ રેખા ભાગ્યે જ કોઈના મોઢા ઉપર જોવા મળે છે. મેંઘવારીએ પિતાની ભીષણતાની એવી ભયંકર જાળ પાથરી છે, કે સામાન્ય માણસને પિતાના જીવનનિર્વાહને પ્રશ્ન મુશ્કેલીભર્યો થઈ પડ્યો છે. જ્યાં ખાવા પીવાના પણ સાંસાં હોય ત્યાં પર્વોની ઉજવણી ક્યાંથી થાય ? દુઃખથી ઘેરાયેલ અને ચિંતાએથી તંગ થયેલે માણસ ઘાણીના બળદની જેમ દિવસ અને રાત કામ કરે છે. છતાં તેની આજીવિકાને પ્રશ્ન તે સરળતાથી ઉકેલી શકતું નથી. પરિણામે તેનાં મનને આનંદ છેવાઈ જાય છે. જ્યાં ગરબીનું આવું વ્યાપક પરિમાણ હોય, ત્યાં પર્વો, ઉત્સવ કે આનંદનું નિમિત્ત બનવાને બદલે માત્ર એક પરંપરાથી ચાલી આવતી રૂઢિ જ બની જાય તેમાં શું આશ્ચર્ય છે?
આ પર્વ પુરાતન યુગથીજ રક્ષાબંધનના નામે ઓળખાતું આવ્યું છે. બ્રાહ્મણનું આ એક વિશિષ્ટ અને મહત્ત્વપૂણ પર્વ છે. આ પર્વના આંતરિક અને સનાતન પરમાર્થે સમજવા જેવાં છે. સારું સારું ખાવા પીવા કે સારાં સારાં કપડાં પહેરવા માટે માત્ર પર્વો નથી હોતાં. આપણે પર્વોને જે આનંદ અને ઉત્સવના પ્રતીકે માનીએ છીએ, તે તે માત્ર તેનાં સ્થૂલ અને બાહ્ય પાસાં છે. તેના પારમાર્થિક રહસ્ય તે જુદાં જ છે.
બળેવના દિવસે હિન્દુઓ પ્રાય : દરિયાકાંઠે કે નદીને કિનારે જાય છે અને પોતાની જનોઈ બદલાવે છે. પરંપરાથી ચાલ્યા આવતો આ તેમને કમ છે. આ કમની બાહ્ય ભૂમિકાનું રક્ષણ તે આજ સુધી બરાબર થતું આવ્યું છે, પરંતુ તેના આત્મા તરફ ભાગ્યે જ કેઈએ દષ્ટિ કરી છે. યજ્ઞોપવીત લેવા માટે પણ અમુક પાત્રતા અને ગ્યતા અપેક્ષિત હતી. દરેક માણસ યજ્ઞોપવીત માટે એગ્ય ગણાતે નહિ. યજ્ઞોપવીત તે પવિત્રતા અને પ્રામાણિકતાની નિશાની હતી. જીવનનાં આધ્યાત્મિક મૂલ્ય સાથે તેને સંબંધ હતું. આ મૂલ્યની સાચવણના પ્રતીકરૂપે જઈને ગણવામાં આવતી. વર્ષને અંતે જે માણસે યજ્ઞોપવીત માટે આવશ્યક અને અનિવાર્ય ઉત્તમતાને