________________
ઉદારતાની તેજસ્વીતા : ૧૭૫
બા તે શેઠાણી પાસે ગયાં અને કહ્યું: “તમે સુખી છે તેથી અમે રાજી છીએ. પરંતુ મારી તમને એક વિનંતી છે કે, તમારાં બાળકે રોજ મારા ફળિયામાં આવી મેવા મિઠાઈ કે ફળફૂલ ખાય છે. મારાં બાળકે પણ સમજતાં નથી એટલે તેમને ખાતાં જોઈને તેઓ પણ તેને માટે કજિયો કરે છે. માટે કૃપા કરી તમે તમારાં બાળકને ઘરમાં બેસાડી ખવડાવી દેતા હે તો સારું.'
શેઠાણીનાં મનમાં પિતાનાં પ્રારબ્ધ, પુણ્ય અને લક્ષમીનું અભિમાન હતું. એટલે મારી બાની વાતને સાચી રીતે સમજવાને બદલે તેઓ ગર્જી ઊઠયાં“બાળકે તો રોજ ફળિયામાં આવશે ને ખાશે. અમારા પ્રારબ્ધ અને પુણ્યની તું શા માટે ઈર્ષ્યા કરે છે? તારાથી અમારું સુખ ન જોઈ શકાતું હોય તે આંખે પાટા બાંધી દે! તારાં છોકરાં ન જોઈ શકતાં હોય તે તેમને ઘરમાં બાંધી રાખ! શું તારા કે તારાં છોકરાં ખાતર મારાં બાળકે ઘરમાં ગંધાઈ રહે ? શું તારાં છોકરાં માટે થઈને મારાં બાળકે મેવા-મિષ્ટાન્ન ખાવાનું છોડી દે? જા, ચાલી જા, અહીંથી ! મારાં બાળકે તે જેમ કરતાં હશે એમ જ કરશે.”
મારી બાએ આવા અમાનુષી જવાબની અપેક્ષા રાખી નહોતી. નિરાશ થઈ તેઓ ઘેર પાછાં આવ્યાં. તેમનાં મનમાં ભારે આઘાત લાગ્યો હતે. ગરીબીની પીડા તો હતી જ તેમાં વળી શેઠાણીની વાતે ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કર્યું. શેઠનાં બાળકે આજે તો વળી જુદા જ મિજાજમાં આવી બરફી ખાતાં હતાં. અમે બધાં એકીટસે જોઈ રહ્યાં હતાં. બાળક રહ્યાં એટલે ખાવાની લાલચ જન્મી. બાને જોયાં કે તરત જ તેમના સાડલાને છેડે પકડે અને બરફી અપાવવા હઠ કરી. શેઠાણીએ કરેલાં અપમાનની આગ તેમના દિલમાં સળગી જ રહી હતી. તેમાં અમારા હઠાગ્રહે ઘી હોમવાનું કામ કર્યું. ક્રોધ અને આવેશમાં તેઓ ભાન ભૂલી ગયાં અને પાસે જ પડેલા તાવેથાને ઘા કરી કહ્યું: “લે, આ બરફી !” તાવેથે સીધે મારા કપાળમાં લાગે ને ઊંડે ઘા પડે. બસ, તમને મારા કપાળમાં જે ઘા દેખાય છે તે જ એ બરફીને કારણે પડેલો ઘા છે. આ ઘટનાથી જે કે મારી બાનાં દુઃખને પાર રહ્યો નહોતો. તેઓ ખૂબ રડયાં હતાં. પરંતુ થાય શું? થોડા દિવસ પછી ઘા તો રૂઝાઈ ગયે. પરંતુ તે જેમ મારા કપાળમાં, તેમ મારા હૃદયમાં પણ કંડારાઈ ગયે. પણ ત્યાર પછી મેં કદીયે મારી બા પાસેથી કઈ પણ વસ્તુની માંગણી કરી જ નહિ.
વખત જતાં હું મેટે થયો. વિદેશમાં વ્યાપાર કરવાને મને અવસર પણ મળે. મારા પર ઇશ્વરને અનુગ્રહ ઊતર્યો અને લક્ષમી દેવીની અનુપમ કૃપા થઈ. છતાં આ ઘા મને પ્રતિક્ષણ સંયમ અને નિયમમાં રાખે છે. આ ઘા આજે પણ મને કહી જાય છે કે બીજાનાં ધનને જોઈ તારા કપાળમાં ઘા વાગે, પરંતુ તારું ધન જઈ બીજાને ઘા ન વાગે, તેની તું સતત જાગૃતિ અને ચીવટ રાખજે.”