________________
૧૭૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
શ્રી રામજીભાઈની આ ઘટના આપણને ન પ્રકાશ આપી જાય છે. તેમાંથી જે આપણે સત્યને હૃદયમાં ઊતારવા યથાશય યત્ન કરીશું તે આપણું જીવન પણ ઘણ અનર્થોમાંથી બચી જશે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમા અધ્યયનને સ્વાધ્યાય ચાલે છે. કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી અને શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે. બંનેના ઉતારા અલગ અલગ છે. બંને હજુ મળ્યા નથી. બંનેના શિષ્ય એકબીજાને જુએ છે. બંને વચ્ચે જે બાહ્ય અને આંતરિક ભિન્નતા. તેમણે જોઈ તેથી તેઓ શંકાશીલ બન્યા છે. તેમણે પિતા પોતાના ગુરુને આ વાતને નિર્દેશ પણ કર્યો છે. બંને ગુરુજનેએ પિતાના શિષ્ય સમુદાયની આવી માનસિક આશંકાઓ જાણી, એક ઠેકાણે મળવા વિચાર પણ કર્યો છે. તે સંબંધે આપણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની જ મૂળ ગાથા તરફ વળીએ. તે મુજબ
अह से तत्थ सीसाण विन्नाण पवितक्कियौं ।
समागमे कय भई उभओ केसि-गोयमा ॥ શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામીએ બંનેએ શિષ્યોમાં ચાલતી આશંકાને જાણીને પરસપર મળવાને વિચાર કર્યો.
શંકાઓથી આશંકિત થએલા શિષ્યોને આશ્વસ્ત કરવા બંને ગુરુજનોએ ભેગા મળવાને નિર્ણય કર્યો. શંકાથી ગ્રસ્ત હૃદય હંમેશાં અસમાધિ અનુભવતું હોય છે. અને અસમાધિને અનુભવતા મનની શાંતિ ભાગી જાય છે. તેથી આશંકાથી ભરેલા વાતાવરણને બદલાવવા માટે અને પુરુષોને પરસ્પર મળવાની આવશ્યક્તા જણાઈ.
સપુરુષના સમાગમથી અનેરા લાભ થાય છે. પુરુષને સમાગમ પુણ્યના યોગ સિવાય સંભવિત નથી. કહ્યું છે કે-સતા રમઃ સાઃ ક્રથમ દિ પુન્થન મળતા સરુષને સપુરુષ સાથેને સમાગમ કઈ વિશિષ્ટ પ્રકારના પુણ્યના ભેગથી જ થાય છે. શ્રાવસ્તી નગરીની ધરતી આજે ધન્ય ભાગ્ય બની છે. પુરુષોમાં મૂર્ધન્ય સમા મહાનુભાવોનું ત્યાં પદાર્પણ થયું છે. બંનેને સાથે બેસીને વિચારણા કરવાનાં કારણે ઊભાં થયાં છે. બંને એક બીજાને સમજવા આતુર છે. બંને મળવા માટે ઉત્સુક છે. હવે તે મિલન કેમ થશે અને શી વિચારણાઓ થશે તે અવસરે–