________________
૧૭૨ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વારા
આપણા દેશને સમાજ દરિદ્ર છે. અને પશ્ચિમના દેશને સમાજ સંપન્ન છે. જ્યારે સમાજ સંપન્ન હોય છે, ત્યારે સંપન્ન સમાજની એકલદોકલ દરિદ્ર વ્યકિત પણ દરિદ્ર સમાજની સંપન્ન વ્યકિત કરતાં ચઢિયાતી હોય છે. આજે અમેરિકાની ગરીબ ગણાતી વ્યક્તિની પૈસા માટેની પકડ એટલી પ્રબળ નથી જેટલી જોરદાર પકડ પૈસાના સંબંધમાં હિન્દુસ્તાનના સંપન્નતમ વ્યક્તિઓની હોય છે. ગરીબ સમાજની વચ્ચે જે ગણ્યાગાંઠયા શ્રીમંત માણસ છે તેઓ જે પૈસાની આવી પકડ ન રાખે, તે આવતી કાલે તેઓ પણ દીન, હીન અને દરિદ્ર બની જાય.
એકવાર કામ કરી શકે એ એક સશક્ત યુવાન એક સંપન્ન વ્યકિતને દરવાજે ભિક્ષા માટે આવીને ઊભો રહ્યો. સંપન્ન વ્યકિતની સ્ત્રીએ સ્વસ્થતા અને ઉદારતાપૂર્વક તેની આવશ્યકતાઓને પૂર્ણ કરી. પછી તે સ્ત્રીએ તે શિક્ષકને કહ્યું: “તમારાં સ્વરૂપ, શકિત અને શરીર રચના જોતાં તમે કઈ સંપન્ન ઘરમાં જન્મ્યા છે એવું લાગે છે. છતાં તમારી આ સ્થિતિ કેમ થઈ ? તમારે માગવાને વારે કેમ આવ્યું તે હું સમજી શકતી નથી.'
ભિક્ષુકે શું જવાબ આપે તે જાણે છે? તેણે કહ્યું: “જે રીતે મારી સ્થિતિ થઈ છે. તે રીતે ગણ્યાગાંઠયા દિવસમાં તમારી પણ થશે. જે ખેલદિલી અને ઉદારતાથી આજે તમે આપી રહ્યાં છે એ જ ખેલદિલી અને ઉદારતાથી એક દિવસ હું પણ આપતો હતે. પણ મારી પરિસ્થિતિ પલટાઈ ગઈ તેમ હવે તે દિવસ બહુ દૂર નથી કે, જ્યારે તમારી પણ મારા જેવી જ સ્થિતિ આવીને ઊભી રહેશે.”
તાત્પર્ય એ છે કે, જે ચારેકેર ગરીબ અને દરિદ્ર સમાજ હોય તો પૈસાની ગાંઠ બાંધવાની વૃત્તિ પ્રબળ બની જાય છે. સમાજ જે શ્રી અને વૈભવથી ભરેલ હોય તે ગરીબ વ્યક્તિ પણ ધનને સરળતાથી ત્યાગ કરી શકે છે. કારણ આવતી કાલે સરળતાથી તે મેળવી લેવાની તેના મનમાં હિંમત હોય છે. સંપન્ન સમાજમાં એકલદોકલ ગરીબના ગક્ષેમને નિર્વાહ બહુ મુશ્કેલ હેતું નથી. પિતાની સુરક્ષાને તેને ભય હેતું નથી. આવતી કાલની તેને ચિંતા હતી નથી. આવતી કાલ તેને સહજ અને સરળ લાગતી હોય છે.
એટલા માટે જ મનુષ્ય પોતાના જીવનનું ઘડતર હંમેશાં સમજપૂર્વક કરવું જોઈએ. શોષણથી મેળવેલ ધન કે સત્તા સાચા વિજય કે શાંતિને અર્પતાં નથી. દરેક કાર્યમાં વિવેકને પ્રધાનતા હેવી જોઈએ. શાકભાજી કે દાતણ ખરીદવા જેવા નજીવા અને નગણ્ય કાર્યથી લઈને શાસન, સત્તા, યુદ્ધ કે જીવન સાથે સંકળાએલા દરેક મહત્વનાં કાર્યો માટે શુદ્ધ સમજણની અને વિવેકની અનિવાર્યતા અપેક્ષિત છે. ગરીબ અને લાચાર વ્યકિતના દસ પૈસાની કિંમતનાં દાતણ કે શાકભાજી પાંચ પૈસામાં મેળવી, માણસ મનમાં ગઢ જીત્યાને આનંદ માને છે. પણ એ પાંચ પૈસાના બચાવમાં તે પિતાની માનવતાની મહામૂલી કીમત ખોઈ બેઠે હોય છે તે સત્ય તે ભૂલી જાય