________________
ઉદારતાની તેજસ્વીતા
ગરીબી અને અમીરીને પ્રશ્ન માત્ર આજને જ પ્રશ્ન નથી. સનાતન કાળથી અમીરી અને ગરીબીનું હૃદ્ધ પિતાની પરંપરાને અક્ષુણ રાખતું આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામના યુગમાં પણ કે ગરીબ નહોતું એમ નહોતું. આજે ધનાઢય લેખાતા પશ્ચિમના દેશોમાં ગરીબીને એકાંત અભાવ છે એમ પણ કહી શકાય નહિ. શ્રીકૃષ્ણના યુગમાં એક મુઠ્ઠી ચોખાના દાણા પણ જેની પાસે નહોતા એ શ્રીકૃષ્ણને જ મિત્ર સુદામા હતે. પશ્ચિમના દેશમાં પણ જે ગ્ય રીતે અન્વેષણ કરવામાં આવે, તે ત્યાં પણ ગરીબ વ્યક્તિઓ સરળતાથી મળી આવે. ગરીબ તે વખતે પણ હતા અને આજે પણ છે; છતાં આજની ગરીબી અને તે વખતની ગરીબીમાં પાયાને ભેદ છે. તે વખતે સુદામાની માફક ગરીબ વ્યકિતઓ ભાગ્યે જ મળી આવતી હતી. સામાન્ય રીતે સમાજ સમૃદ્ધ અને વૈભવશીલ હતા. પશ્ચિમના દેશમાં સુદામાની માફક વ્યકિતમૂલક ગરીબીનાં દર્શન ક્યાંક અવશ્ય થાય છે. પરંતુ એનાથી પશ્ચિમના દેશો ગરીબ સમાજ નથી થઈ જતા. આમ તે આપણા દેશમાં પણ બિરલા, ટાટા, સેકસરિયા જેવી સમૃદ્ધિ સંપન્ન વ્યકિતઓ છે. પરંતુ ગણ્યા ગાંઠયા સમૃદ્ધ માણસેથી કંઈ આખો દેશ સમૃદ્ધ ગણી શકાય નહિ. સમાજને માટે ભાગ જે સમૃદ્ધિનાં શિખરને સ્પર્શતે હેય, જીવનની સગવડતાઓ અધિકતમ માણસોને ઉપલબ્ધ હોય, તે જ તે સમાજ સમૃદ્ધ સમાજ કહેવાય.
આજે અમેરિકા, ઇગ્લેંડ, ફ્રાન્સ અને રશિયાદિ દેશમાં સુખ અને સુવિધાઓ અધિકતમ વ્યકિતઓને સંપ્રાપ્ત છે; એટલે સંપન્ન સમાજમાં ઉત્સવ સહજ રીતે પ્રવેશી શકે છે. ગરીબ સમાજમાં પર્વો અને ઉત્સવે આનંદ અર્પવાને બદલે, ભારના પ્રતીક બની જાય છે. પર્વને આનંદ ક્રમિક રીતે વિલીન થઈ જાય છે. કાર્યને ઉત્સવમાં રૂપાંતરિત કરવાની કલા ભૂલાઈ જાય છે અને ઉત્સવ એક કાર્ય બની જાય છે. ગરીબ સમાજ હેળી, દિવાળી, આદિ તહેવાર મનાવે છે ખરા, પરંતુ તે તહેવારની પાછળ જે હાર્દિક આનંદ, આંતરિક મેજ, આત્મિક પ્રસન્નતા અને વિશ્રાંતિનો પ્રમોદ જોઈએ, તે ભાગ્યે જ જોવા મળે છે. તેમને માટે તે દીવાળી હોળી બની જાય છે અને હળી જે વિવિધરંગોથી રમવાને, એકબીજાને રંગથી ભરી મૂકવાને ગીત સંગીત, નૃત્ય અને ઉલ્લાસને પરમ ઉત્સવ છે, તે રૂઢિને વહન કરનારું, ઉત્સવને નામે રૂઢિને ટકાવી રાખનારું, માત્ર એક કામ બની જાય છે. કેઈ આપણાં કપડાં પર રંગ છાંટી તેને બગાડે તે પણ આપણું મનમાં તેની ખુશી હોવી જોઈએ. મનમાં આનંદ થ જોઈએ કે તે માણસે મારા ઉપર રંગ છાંટી, રંગ છાંટવા યોગ્ય મને માન્યા. તે વખતે રંગ એ રંગ મટી પ્રેમનું આવિર્ભૂત સ્વરૂપ બની જાય છે. પરંતુ સ્થિતિ એનાથી ઊલટી થઈ જાય છે. રંગથી કપડાં બગડયાની નાખુશી રંગ છાંટવાના આનંદને વિલીન કરી નાખે છે.