________________
૧૬૮ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
પૈસામાં કદી મૂલવી શકાશે નહિ. કામમાંથી આન ંદ મેળવવાની આ કલા છે. કામને રામ બનાવી . લેવાથી આત્માનંદની અનુભૂતિના આવિર્ભાવ થશે.
કામથી પેટ ભરાશે અને કામને ઉત્સવ મનાવી લેવાથી આત્મા સંતૃપ્ત થશે. પરંતુ માણસની દૃષ્ટિ ભાગ્યે જ આત્મમૂલક હાય છે. જો આત્માને કેન્દ્રમાં રાખી દરેક કાર્ય કરીએ તા નાનુ મોટુ, સારું નરસું ગણાતું દરેક કાર્ય, સ્વયં ઉત્સવ બની જાય. પછી તે માણસ ખેતરમાં ખાડા ગાળતા હશે તેાયે તેની અંદરમાંથી ગીતના જન્મ થશે. ગીતના જન્મથી કામમાં કશી જ અડચણ કે મુશ્કેલી આવશે નહિ, ઊલટાનું તેમાંથી નિષ્પન્ન આંતરિક આનંદ તેની ચેતનાના વિકાસમાં સહાયક બનશે.
આજે યુગ પલટાઇ ગયા છે. વિજ્ઞાનના જ્યારે આટલે વિકાસ નહેાતા થયા ત્યારે જન સમુદાયની આવશ્યકતા મર્યાદિત હતી. સાધના મર્યાદિત હતાં. આવાગમન પણ મર્યાદિત હતું. લાકોનાં જીવનમાં આટલી વિષમતા નહાતી. એટલે ખેતરમાં કામ કરતાં પણ તેઓ આનદથી ગીતા ગાતા. શ્રમથી શરીર પોષાતું તે અદરમાંથી જન્મેલા સંગીતથી આત્મા પોષાતા. એક સાથે બ ંનેને સ પુષ્ટિ મળતી. પરિણામે શરીરની સાથે આત્મા પણ સદા સમૃદ્ધ રહેતા. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કારખાનાઓ વધ્યાં છે. વૈજ્ઞાનિક સાધના વિપુલ પ્રમાણમાં વિકસિત થયાં છે. હવે કામ સંગીત અની શકતું નથી. કારખાનાંઓ સંગીત-શૂન્ય બની ગયાં છે. ગીતે અદૃશ્ય થઈ ગયાં છે. માત્ર કામ જ અવશિષ્ટ રહ્યુ છે. સાત કલાક યંત્રવત્ કામ કરીને માણસ થાકીને લાથપોથ થઈ જાય છે. આત્માને આનંદના ખારાક મળતો નથી. એટલે આંતરિક સમૃદ્ધિ પણ ખાવાતી જાય છે. આત્મા રિક્ત, શૂન્ય અને દરિદ્ર થતા જાય છે. આજ સ્થિતિ રહેશે તે એક દિવસ આંતરિક સમૃદ્ધિના અભાવમાં આત્મા રુગ્ણ, દીન, અને વિક્ષિપ્ત બની જશે.
એકલુ કામ માણસના જીવન માટે હિતકારક નથી. કામને આનંદના રૂપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા જો માણસ ન અપનાવે, તે તે ખાલીખમ, શૂન્ય અને ઉદાસ બની જાય છે. એક સ્ત્રી ઘરમાં પોતાના પિરવાર માટે રસોઈ બનાવે છે. પરિવારની મમતા તેના પ્રાણાને સ્પર્શેલી હશે તે જ તે રસાઇ કામને, કામનાં રૂપમાં જોવાને બદલે, ઉત્સવનાં રૂપમાં જોશે. પછી તેને રસોઇ કામમાં, કામના ભાર નહિ લાગે. તેના કામમાં પ્રભુતા પ્રગટશે. તે માનશે કે મારા પ્રભુએની આ સેવા છે. આવી કીમતી ભાવનામાંથી બનાવાતી રસોઈ અમૃત થઇ જશે. ખાનારને અમૃતરસના આનંદ મળશે અને બનાવનારને ભાર કે થાક નહિ લાગે. આટલા શ્રમ પછી પણ તે પેાતાની જાતને હળવી ફૂલ જેવી અનુભવશે અને ઘરમાં ચારેકોર આનંદનું વાતાવરણ પ્રસરેલુ રહેશે.