________________
w
કામ એ જ રામ ઃ ૧૬૭
મજુરના આવે! જવાબ પચાવી ગયા. વસ્તુના તાગને મેળવવા મથતા આ સગૃહસ્થે પાસે જ કામ કરતા બીજા મજૂરને ફરીને આ જ પ્રશ્ન કર્યાં મિત્ર ! આ શું કરી રહ્યા છે ?”
:
તે બીજા મજુરે પથ્થર તેાડવાના પેાતાનાં છીણી હથેાડી વગેરે સાધના નીચે મૂકયાં અને એક ઉદાસીનતાભરી દૃષ્ટિ તે સજ્જન પર ફેંકી જવાબ આપ્યા: સાહેબ! દેખાય છે તે એમ કે હું પાણા ભાંગી રહ્યો છું; પરંતુ ખરી રીતે હું મારી રોજીરોટી રળી રહ્યો છું. કુટુંબની આજીવિકા મેળવી રહ્યો છું.' આમ કહી, તે મજૂર ફરીથી પોતાને કામે લાગી ગયા. હવે તે સગૃહસ્થ મંદિરનાં પગથિયાં પાસે 'કામ કરતા ત્રીજા મજૂર પાસે ગયા અને અને મજૂરોને અગાઉ જે પ્રશ્ન પૂછ્યા હતા, તે જ પ્રશ્ન તેમણે, તેને પૂછ્યું: 'ભાઈ ! આ તમે શું કરી રહ્યા છે ? ’
મજૂરે જવાબ આપ્યાઃ શુ કરી રહ્યો છું ? જુએ, પ્રભા ! હું પરમાત્માનું મંદિર ખનાવી રહ્યો છ’ આમ કહી, ફરી પથ્થર ભાંગવાનું કામ તેણે શરૂ કરી દીધું. કામની સાથે તેના હૃદયના આનંદને મહિંદ્ભૂત કરતા સંગીતના સ્વરાના મીઠા ધ્વનિ પણ તેના મુખમાંથી સંભળાઇ રહ્યો હતા !
ત્રણે માણસા એક જ જાતના કાર્ય માં પ્રવૃત્ત હતા. ત્રણે માણસે પોતાની આજીવિકા માટે કામ કરી રહ્યા હતા. પર ંતુ તેમના જીવવાની પ્રક્રિયા, કામ પ્રત્યેની તેમની દૃષ્ટિ જુદી જુદી હતી. પહેલાને અનિચ્છાએ કામ કરવું પડતું હતું. તેથી તેના મન ઉપર તેના ભારે ભાર હતા. પરાણે કરવા પડતા કામને કારણે મનમાં તે જે અકળામણ અનુભવી રહ્યો હતા, તેતેના શબ્દોમાંથી અહિંદ્ભૂત થતી હતી. બીજાની કામ પ્રત્યેની ઉદાસીનતા અવશ્ય દૃષ્ટિગોચર થતી હતી, છતાં કામથી રોજી રોટી મેળવ્યાના આંશિક સ ંતોષ તેના શબ્દોમાં દેખાઈ આવતા હતા. પરંતુ ત્રીજા માણસે કામને એક ઉત્સવ બનાવી દીધું હતું. તેનાં રૂવાડે રૂવાડે પરમાત્માના મંદિરના નિર્માણુને આનંદ હતા. આવા પવિત્ર કાર્યોંમાં જોડાયાની તેના અંતરમાં અત્યંત પ્રસન્નતા હતી.
એક માળી રાજ સવારમાં બગીચામાં આવી કામે લાગી જાય છે. પરંતુ તે કામને ઉત્સવ અનાવીને કરતા નથી. આ જ કામને ઉત્સવ મનાવીને કરતાં તેને કાણુ રાકે છે? ભલે આ કામથી તે આજીવિકા મેળવે છે, રાજી રાટી મેળવે છે, પરંતુ ખીલતાં ફૂલાને જોઇને તે આન મેળવતા નથી. હૃદયમાંથી તે ઉલ્લાસને પ્રગટાવતા નથી. હૃદયમાંથી ઉલ્લાસને પ્રગટાવતાં તેને કાઈ જ શકતું નથી. છતાં તે તેમ કરી શકતા નથી. કેમકે કામ તેને મન માત્ર શ્રમ છે, આન ંદનુ ઘોતક નથી. ફૂલેાના ખીલવાની સાથે તેનું મન પણ જો આનંદ, પ્રસન્નતા અને પ્રફુલ્લતાથી ખીલી ઊઠે તા આજીવિકા ગૌણ બની જશે, અને પછી તે માળી માત્ર નાકર જ નહિ રહે, બગીચાના સાચા માલીક ખની જશે. પછી જ્યારે તે બગીચામાં રંગબેરંગી વિવિધ જાતનાં ફૂલા ખીલશે, ફળે જામશે ત્યારે તેને જે આંતરિક સ ંતષ, આનંદ અને શાંતિના અનુભવ થશે તે રૂપિયા