________________
પુણ્યશ્લેક શ્રી વિનોદમુનિ : ૧૫૯ ઊંડી અને પ્રાણો સાથે વીંટળાએલી પ્રગાઢવૃત્તિઓ જ્યાં સુધી અંદરમાં પડી હશે, ત્યાં સુધી જીવનના સાચા કલાકાર થવાની કે મૂલતઃ રૂપાંતરણની વાત આકાશના ફૂલ જેવી અશકય છે.
યાદ રાખજે, ગંતવ્યશૂન્ય જીવન ભેગ છે. ગંતવ્યયુક્ત જીવન ગ છે. ભાગનું જીવન સરોવરનું જીવન છે. તે ક્યાંય જતું નથી, બસ ત્યાંનું ત્યાં જ રહી સુકાઈ જાય છે. યોગનું જીવન સરિતાનું જીવન છે, તેની સાગર તરફની સતત ગતિ છે. સરેવર માત્ર પિતાનામાં જ જીવે છે. જ્યારે સરિતા પિતાનામાં જ નથી આવતી, પિતાના અતિક્રમણ માટે આવે છે. એટલે સરિતા યાત્રા છે, ગતિ છે.
પત્થરને પ્રતિમામાં પરિવર્તિત કરવાની કલા કઠિન છે, શ્રમસાધ્ય છે. પરંતુ સ્વયંને દિવ્યતામાં રૂપાંતરિત કરવાની આંતરિક કલા કરતાં ઘણી સરળ છે કારણ, સ્વયંનું વ્યકિતત્વ પત્થરથી પણ વધારે કઠણ છે.
જીવન જેને સાચી દિશામાં જીવતાં આવડે છે, જેણે જીવવાની પારમાર્થિક કલાને આત્મસાત્ કરી છે તે જ જીવનને સારો અને મેટે કલાકાર છે. આ વિશાળ પૃથ્વીના પટ ઉપર લાંબું જીવન જીવવાથી જીવનના કલાકાર થઈ શકાતું નથી. જીવનની સાર્થકતા દીર્ઘ જીવનથી અંકાતી નથી; તે અંકાય છે ગુણેની કેળવણીથી. ચંદનની જેમ બીજાના હિતમાં ઘસાવાની કલા અને આવડતમાં જ જીવનની સાર્થકતા સમાયેલી છે.
અંતગઢદશાંગ સૂત્રમાં જોવા મળે છે કે, શ્રીકૃષ્ણના નાનાભાઈ ગજસુકુમાલ કરતાં મિલ બ્રાહ્મણે લાંબી જિંદગી ભેગવી. મહાભારતમાં જોવા મળે છે કે, અર્જુનના સેળ વર્ષના પુત્ર અભિમન્યુ કરતાં દુર્યોધન અને જયદ્રથે લાંબી જિંદગી જોગવી. પરંતુ આ દીર્ઘ જીવનને લાભ શું હતો? એનું સૌંદર્ય શું હતું? એની પ્રતિષ્ઠા શી હતી?
ગજસુકુમાલ માત્ર સેળ વર્ષની કિશોર વયમાં જ રાજ્યભવને ત્યાગ કરી, ભગવાન નેમિનાથનાં ચરણોમાં દીક્ષિત થઈ ગયે. જે દિવસે દીક્ષિત થયે તે જ સંધ્યાએ રમશાન પ્રતિમાની આરાધનામાં તે સંલગ્ન બને. જગતના જીવો સાથે મૈત્રીને અતૂટ સંબંધ બાંધે. પિતાને મરણાંતિક ઉપસર્ગ કરનાર સેમિલ બ્રાહ્મણ તરફ લગીરે ધ કે વેરની દૃષ્ટિ નાખી નહિ. ક્ષમાની ધૂપસળીની માફક સુગંધ ફેલાવી તેણે ક્રોધને અમૃતમાં ફેરવી નાખે. “fજામ અમૃતતા ચિત, તાત્તિ પ્રારા કરતા.” ઝેરને અમૃતના રૂપમાં અને અંધકારને પ્રકાશના રૂપમાં તેણે રૂપાંતરિત કર્યા, અને આરાધનાને અંતે પ્રકાશને એ દૂત અનંત પ્રકાશમાં વિલીન થઈ ગયે. ' સોમિલે ભલે લાંબું આયુષ્ય ભોગવ્યું, પરંતુ તેના જીવનમાં પ્રકાશને ક્યાંય અવકાશ નહોતે. અમૃતનું એક નાનું સરખું બુંદ પણ તેના જીવનમાંથી ટપકયું નહોતું. વેરઝેરનાં દૂષિત વાતાવરણમાં સબડતા આ સેમિલના જીવનમાં પ્રેમ, શાંતિ, ક્ષમા કે સમાધિના ક્યાંય દર્શન