________________
૧૬ર : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર ભાગ ભજવ્યું હતું. બીજી અસર મરૂદ્ધર તપસ્વી મુનિશ્રી લાલચંદ્રજી મ. સા. કે જેઓ મુંબઇમાં ચાતુર્માસ બિરાજતા હતા તેમની થઈ. તેમને નિકટતમ પરિચય અને સંસર્ગમાં આવતાં, તે પરિચય અને સંસર્ગ તેમને માટે દીક્ષા લેવાના ભાવમાં પરિણમ્યો.
દીક્ષા લેવાની ભાવનાના મૂળોને આ જાતનું સિંચન મળતાં, સં. ૨૦૧૨ના અષાઢ સુદ ૧૫થી દીક્ષાને કેન્દ્રમાં રાખી, તેમણે ધર્મશાસ્ત્રોને અભ્યાસ શરૂ કર્યો. ગેડલ ગચ્છના શાસ્ત્ર બા.બ્ર. પૂ. શ્રી પુરુષોત્તમજી મ. સા.ના પરિચયમાં આવતાં, તેમનાં શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્રીય આચારો તરફ પણ તેમનું આકર્ષણ જમ્યું. પૂજ્યશ્રી પાસે તે વખતે શ્રી જસરાજભાઈ (હાલના પ. પૂજ્યશ્રી જસરાજજી મહારાજ સાહેબ) નામના એક વેરાગી અભ્યાસ કરતા હતા, તેમના તે સહાધ્યાયી થયા. વેરાવળમાં સાથે રહી અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ શ્રી જસરાજભાઈને દીક્ષાની આજ્ઞા મળી જવા પામી હતી અને તેમની દીક્ષા સાં. ૨૦૧૩ જેઠ સુદ પાંચમને સોમવારની નિશ્ચિત પણ થઈ ગઈ હતી.
શ્રી વિનોદકુમારને તેમના માતાપિતા આજ્ઞા આપવા તૈયાર નહોતા. તેમની દષ્ટિમાં શ્રી વિનોદકુમાર કાચી ઉમરના અને અપરિપકવ સમજના લાગતા હતા; એટલે તેઓ ઉતાવળ કરવા માંગતા નહતા. “શ્રી જસરાજભાઈ મારી પહેલાં દીક્ષા લઈ લે અને હું પાછળ રહી જાઉં” તે વિનોદકુમારને રૂચે અને ગળે ઊતરે એવી વાત નહતી. માતાપિતાને સમજાવી આજ્ઞા મેળવી શકે એવી શકયતા પણ દેખાતી નહોતી. તેથી તેમની માનસિક મુંઝવણ ખૂબ વધી જવા પામી. તેમણે ગમે તેમ દીક્ષા લઈ લેવાને દઢતમ સંકલ્પ કર્યો. આજ્ઞા ન મળે તે પણ અંતરાત્માના આ દિવ્ય અને કેત્તર સંગીતના અવાજને દબાવવો તે નહિ જ, એવે તેમણે દઢ નિર્ણય કર્યો. આ અંતરને અવાજ ઈશ્વરીય આજ્ઞાને ઈશારે છે એમ માની, તેમણે દીક્ષા લેવાને પાકે નિશ્ચય કર્યો.
તપસ્વી મુનિશ્રી લાલચંદ્રજી મહારાજ સાહેબ, પિતાના શિષ્ય સમુદાય સાથે ખીચન (મારવાડ)માં, ધર્મદાસજી મ. સા.ના સંપ્રદાયના પરમશાસ્ત્રજ્ઞ પુણ્યાત્મા પૂ. શ્રી સમર્થમલજી મ. સા. પાસે, બિરાજતા હતા. આ સમાચાર શ્રી વિનોદકુમારે મેળવી લીધા હતા. નિર્વિઘ દીક્ષા માટે તેમની દૃષ્ટિમાં આજ સર્વોત્તમ, સરળ અને અમેઘ સાધન હતું. તેમણે પિતાના મન સાથે તેમની પાસે દીક્ષિત થવાને નિર્ણય લીધે; અને તા. ૨૪-૫-૧૭ સં-૨૦૧૩ વૈશાખ વદ દસમને શુક્રવારના રોજ સાંજના પિતાના પૂ. માતુશ્રી સાથે છેલ્લું ભોજન લઈને, જ્યારે તેમના માતુશ્રી પ્રતિક્રમણમાં બેસી ગયાં ત્યારે કેઈને જાણ કર્યા વગર, ખીચન તરફ મંગળ પ્રસ્થાન આદર્યું. તા. ૨૪-૫-૧૭ના રોજ રાત્રે આઠ વાગ્યે રાજકેટથી જોધપુરની ટીકીટ કપાવી. તા. ૨૫-૫-૧૭ના રોજ પ્રાતઃ ૮ વાગ્યે મહેસાણું પહોંચ્યા. ત્યાં લોન્ચ કરવા માટેના શિખાના વાળ રાખી, મુંડન કરાવ્યું. ત્યાંથી પ્રસ્થાન કરી તા. ૨૬-૫-૧૭ પ્રાતઃ ૪-૩૦ વાગ્યે ફલેદી,