________________
૧૪૮ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર
મષ્ઠાભારતમાંથી એક ગંભીર સૂચના મળે છે કે, એ પણ એક યુગ હતું કે, જ્યારે આપણે મિત્રતાભરી પ્રક્રિયાથી લડી શકતા હતા. આજે આ યુગ બદલાઈ ગયું છે. આજે તે શત્રુતાપૂર્ણ પદ્ધતિથી જ મિત્ર થઈ શકાય છે. મિત્ર થવાની પદ્ધતિની પૂર્વ ભૂમિકા પણ શત્રુતા ભરેલી-આ તે આજના યુગની કેવી વિચિત્રતા ! તે જમાનામાં મિત્રતાપૂર્ણ ઢંગથી યુદ્ધ પણ થઈ શકતું હતું, તે આજે શત્રુતા પૂર્ણ ઢંગથી મિત્રતા ચાલે છે ! કૃત્રિમતાના એવા તે આવરણો ઊભાં કરી દેવાય છે કે કહેવાતી મિત્રતામાં શત્રુતા દેખા દેતી હોય છે અને શત્રુતામાં કહેવાતી મિત્રતા ડોકિયું કરતી હોય છે. આજે તે મિત્ર પણ પ્રતિયેગી છે અને ત્યારે તે શત્રુ પણ સહાગી હતે. જીવનની ગહનતા અને સઘનતામાં આ બધું વિચારવા જેવું છે.
આ જિંદગી આપણે કલ્પીએ છીએ એટલી સરળ નથી. તે ભારે જટિલતા અને વિષમતાઓથી ભરેલી અતિ કઠિન છે. એટલે આપણા જીવનમાં માત્ર મિત્રનું જ સ્થાન હોય છે અને શત્રુનું કશું જ સ્થાન નથી એમ બનતું નથી. ખરી રીતે તે મિત્ર કરતાં પણ શત્રુનું સ્થાન વધારે ગહન હોય છે. કેમકે મિત્ર કરતાં પણ આપણે શત્રુનું ચિંતન વિશેષ કરીએ છીએ. મિત્ર કરતાં પણ શત્રુ આપણને વધારે જાગૃત રાખે છે. મિત્રનું સ્થાન તે પરિધિને જ સ્પર્શતું હોય એમ પણ બને, પરંતુ શત્રુનું સ્થાન તે સદા પ્રાણ સાથે જોડાએલું અને પ્રાણોને
સ્પર્શતુ દેય છે. તેથી મિત્રના મૃત્યુથી જ આપણી જીંદગીમાં વિષાદ વ્યાપી જાય છે અને રિક્તતા દેખાય છે એમ નથી. પરંતુ શત્રુના મૃત્યુથી પણ આપણાં અંદરમાં કંઈક મરી જાય છે. તે “કંઈકનું મૃત્યુ પણ જીવનને ખટકતું હોય છે. તેનાથી પણ જીવનમાં રિકતતા વધતી હોય છે. એટલે શત્રુના મૃત્યુથી શત્રુ જ નથી કરતો, આપણે પણ આંશિક રીતે મરીએ છીએ. આપણા જીવનનાં અસ્તિત્વ સાથે શત્રુ સંકળાએલે છે. તે આપણા જીવનને એક જોરદાર, અણીવાળો ભાગ છે. માટે જીદગીમાં શત્રુ પરત્વે પણ બહુ શત્રુતા રાખવાને કશેજ અર્થ નથી. શત્રુ પણ એક ગહન અર્થમાં મિત્ર છે અને મિત્ર પણ એ જ ઊંડા અર્થમાં શત્રુ છે.
જીવનને જે આપણે ધ્રુવ માનીને ચાલીએ છીએ તે કદાચ શબ્દો અને સિદ્ધાંતોમાં સત્ય હશે, પરંતુ અંદગીનાં સરળ ઊંડાણમાં બધી વિપરીતતાઓ પરસ્પર જોડાએલી જ છે. ઉત્તર અને દક્ષિણ, ઉપર અને નીચે બધું એક યા બીજી રીતે સંયુક્ત જ છે.
આખા મહાભારતમાં માત્ર કૃષ્ણ જ એવી વ્યક્તિ છે કે જે નથી કેઈના મિત્ર કે નથી કોઈના શત્ર. કૃષ્ણની કેઈ નિશ્ચિત ધારણ કેઈના પક્ષમાં નથી. આ મિત્ર કે આ શત્રુ એવી કે ખેંચતાણમાં કૃષ્ણ નથી. સ્થિતિ અને સંગને અનુસરીને તેઓ ચાલનારા છે. એટલે કૃષ્ણ ભલે પાંડવ પક્ષે હોય, પરંતુ પરિસ્થિતિ બદલાય અને અર્જુન પણ સામે આવી ઊભો રહે, તે તેની સાથે પણ યુદ્ધમાં ઊતરતાં ન ખચકાય એવા તે વિરલ વ્યકિતત્વવાળા છે. જ્ઞાતા